Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Prayagraj Maha Kumbh:મહાકુંભમાં 10 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી

પ્રયાગરાજ મહાકુંભ ભક્તોનો અવિરત પ્રવાહ શ્રદ્ધાળુઓની સંખ્યા 10 કરોડને પાર કરી આધ્યાત્મિક ડૂબકી લગાવવા માટે સંગમમાં ઉમટી રહ્યા    Maha Kumbh: પ્રયાગરાજ મહાકુંભ(MahaKumbh)માં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાકુંભ...
prayagraj maha kumbh મહાકુંભમાં 10 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી
Advertisement
  • પ્રયાગરાજ મહાકુંભ ભક્તોનો અવિરત પ્રવાહ
  • શ્રદ્ધાળુઓની સંખ્યા 10 કરોડને પાર કરી
  • આધ્યાત્મિક ડૂબકી લગાવવા માટે સંગમમાં ઉમટી રહ્યા

 Maha Kumbh: પ્રયાગરાજ મહાકુંભ(MahaKumbh)માં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાકુંભ (MahaKumbh) દરમિયાન ગંગા સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે. આ આંકડો આજે બપોરે 12 વાગ્યા સુધીનો છે. મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

Advertisement

પ્રયાગરાજ આવેલા ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ

સત્તાવાર નિવેદન મુજબ યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે.દરરોજ લાખો લોકો સ્નાન કરવા અને આધ્યાત્મિક પુણ્ય મેળવવા માટે આવે છે.સ્નાન ઉત્સવો દરમિયાન આ સંખ્યા કરોડો સુધી પહોંચે છે. ગુરુવારે બપોરે 12 વાગ્યે 10 કરોડનો આંકડો પાર થયો, જે ચાલુ મહાકુંભમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.એવું પણ કહેવામાં આવ્યું હતું કે યોગી આદિત્યનાથ સરકારે પહેલાથી જ અંદાજ લગાવ્યો હતો કે આ વર્ષે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો હાજરી આપશે. પ્રયાગરાજ આવેલા ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે દેશ અને દુનિયાભરમાંથી લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો-શું ખાય છે, ક્યાં રહે છે, કેવું જીવન હોય છે... આ 5 મુદ્દાઓમાં 'અઘોરીઓ' ની રહસ્યમય દુનિયાને સમજો

લાખો ભક્તો આધ્યાત્મિક ડૂબકી લગાવવા માટે સંગમમાં ઉમટી રહ્યા

સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે 30 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું.જેમાં 10 લાખ કલ્પવાસીઓ અને અન્ય ભક્તોનો સમાવેશ થાય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 23 જાન્યુઆરી સુધીમાં સંગમમાં સ્નાન કરનારા યાત્રાળુઓની કુલ સંખ્યા 10 કરોડને વટાવી ગઈ છે.મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન સૌથી વધુ સંખ્યામાં યાત્રાળુઓ (લગભગ 3.5 કરોડ) એ સ્નાન કર્યું હતું.જ્યારે પોષ પૂર્ણિમા ઉત્સવમાં 1.7 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

આ પણ  વાંચો-Budh Gochar: 24 જાન્યુઆરીથી આ રાશિઓને મળશે બમ્પર લાભ

પ્રયાગરાજ શહેરમાં જનજીવન રાબેતા મુજબ ચાલુ

લાખો ભક્તો આધ્યાત્મિક ડૂબકી લગાવવા માટે સંગમમાં ઉમટી રહ્યા છે. ત્યારે પ્રયાગરાજ શહેરમાં જનજીવન રાબેતા મુજબ ચાલુ છે. શહેરના રોજિંદા જીવન પર કોઈ ખાસ અસર પડી નથી. જિલ્લા વહીવટીતંત્રે ફક્ત મુખ્ય સ્નાન ઉત્સવો પર જ પ્રતિબંધો લાદી દીધા છે, જ્યારે શાળાઓ, ઓફિસો અને વ્યવસાયો રાબેતા મુજબ કાર્યરત રહેશે.

Tags :
Advertisement

.

×