Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુષ્ય નક્ષત્ર: દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર પર બની રહ્યો દુર્લભ સંયોગ

નક્ષત્રોનો રાજા એટલે પુષ્ય નક્ષત્ર.અને આ વખતે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર પર દુર્લભ સંયોગ બની રહ્યો છે.વેદો અને પુરાણોમાં પુષ્ય નક્ષત્રનું પણ વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. 4-5 નવેમ્બરે પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોની યાદીમાં પુષ્ય નક્ષત્ર આઠમા નંબરે આવે...
પુષ્ય નક્ષત્ર  દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર પર બની રહ્યો દુર્લભ સંયોગ
Advertisement

નક્ષત્રોનો રાજા એટલે પુષ્ય નક્ષત્ર.અને આ વખતે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર પર દુર્લભ સંયોગ બની રહ્યો છે.વેદો અને પુરાણોમાં પુષ્ય નક્ષત્રનું પણ વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

4-5 નવેમ્બરે પુષ્ય નક્ષત્ર

Advertisement

27 નક્ષત્રોની યાદીમાં પુષ્ય નક્ષત્ર આઠમા નંબરે આવે છે.તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે.પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે.આ નક્ષત્રનો શાસક ગ્રહ શનિ છે અને તેની રાશિ કર્ક છે.આ નક્ષત્ર દરમિયાન કરવામાં આવતી પૂજાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.આ નક્ષત્ર એટલું શુભ છે કે લગ્ન સિવાય કોઈપણ શુભ કાર્ય પંચાંગ જોયા વગર કોઈપણ સમયે શુભ કાર્ય કરી શકાય છે.જેમ કે શોપિંગ, રોકાણ અને મોટા બિઝનેસ ટ્રાન્ઝેક્શન,નક્ષત્રો દરરોજ બદલાતા રહે છે અને દરરોજ બદલાતા નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રનો પણ સમાવેશ થાય છે.તેનું નામ તે જે દિવસે થાય છે તેના પર આધારિત છે.ઉદાહરણ તરીકે, જો પુષ્ય નક્ષત્ર સોમવારે આવે તો તેને સોમ પુષ્ય નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે.જો આ નક્ષત્ર રવિવાર,બુધવાર કે ગુરુવારે આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે.આ વખતે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 4 નવેમ્બરથી 5 નવેમ્બરની સવાર સુધી રહેશે.શનિવારે સવારે 8 થી રવિવારે સવારે 10:27 કલાક સુધી રહેશે પુષ્ય નક્ષત્ર,દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ વખતે રવિવારના સૂર્યોદય પછી સુધી આ નક્ષત્ર હોવાને કારણે તેની શુભતામાં વધુ વધારો થઈ રહ્યો છે.

Advertisement

પુષ્ય નક્ષત્રમાં ખરીદીનું મહત્વ

આ નક્ષત્રને શ્રેષ્ઠ અને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે.ત્યારે પુષ્ય નક્ષત્રમાં ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે.પુષ્ય નક્ષત્ર સ્થાયી છે,તેથી આ નક્ષત્રમાં ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી શુભ ફળ આપે છે.આ નક્ષત્ર પર ગુરુ,શનિ અને ચંદ્રના પ્રભાવને કારણે સોનું,ચાંદી,લોખંડ,હિસાબ-કિતાબ,કપડાં અને અન્ય ઉપયોગી વસ્તુઓની ખરીદી કરવી અને મોટું રોકાણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ કાર્યો માટે પુષ્ય નક્ષત્ર શુભ

પુષ્ય નક્ષત્રને તિષ્ય અને અમરેજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.તિષ્ય એટલે શુભ શુભ નક્ષત્ર અને અમરેજ્ય એટલે દેવતાઓ દ્વારા પૂજતું નક્ષત્ર..પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેનો સ્વામી શનિ છે.પુષ્ય નક્ષત્રમાં અનેક એવા કામો છે જે કરવા શુભ માનવામાં આવે છે.જેવાકે,પુષ્ય નક્ષત્રમાં આધ્યાત્મિક જ્ઞાન મેળવવું,મંત્ર દીક્ષા લેવી, ઉચ્ચ શિક્ષણ લેવું,જમીન ખરીદ-વેચાણ કરવી,યજ્ઞ વિધિ શરૂ કરવી અને વેદનો પાઠ કરવો,પુસ્તકો કે જ્ઞાનનું દાન કરવું અને વિદેશ યાત્રા શરૂ કરવી એ શુભ માનવામાં આવે છે.જ્યારે અનેક એવા કર્યો છે જે પુષ્ય નક્ષત્રમાં કરવા યોગ્ય નથી.જેવા કે,આ નક્ષત્ર લગ્ન માટે શુભ માનવામાં આવતું નથી.કેટલાક વિદ્વાનો અનુસાર,પુષ્ય નક્ષત્ર ભગવાન બ્રહ્મા દ્વારા શ્રાપિત છે,તેથી આ નક્ષત્રમાં લગ્ન સિવાય અન્ય કોઈપણ કાર્ય કરી શકાય છે

આ કાર્યો પુષ્ય નક્ષત્રમાં ન કરવા

આ વર્ષે રવિ પુષ્ય નક્ષત્ર 5 નવેમ્બરના રોજ છે.જે ખુબ દુર્લભ સંયોગ છે.આ દિવસે કોઈ પણ જાતક આ ઉપાયો કરશે તો નિશ્ચિત રૂપથી એમને ઉન્નતિ સાથે તમામ દિવસો માટે લાભના સ્ત્રોત બનશે.સાથે જ નવો વેપાર કરવાથી ખુબ ઉન્નતિ થાય છે.

આ પણ વાંચો - કષ્ટભંજનદેવ મંદિર-સાળંગપુરનું એક હજાર રૂમવાળું ગેસ્ટહાઉસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×