રામાયણના Time Traveler કાકભુષંડી!
- Kakbhushundi
- કાગભુષંડી: સનાતનના મલ્ટીવર્સ ટ્રાવેલર!
- સમયની સીમાથી પરે જીવતા ભક્ત કાગભૂષુંડી
- સનાતનનો ટાઈમ ટ્રાવેલર – ઋષિ કાકભુષંડીની અદભૂત કથા
શું તમને ખબર છે કે, સનાતન હિંદુ ધર્મમાં પહેલેથી જ ટાઇમ ટ્રાવેલનો કોન્સેપ્ટ છે. ભલે આજે Marvel એ મલ્ટીવર્સની વ્યાખ્યા આપી હોય પણ પુરાણકાલીન સંદર્ભોમાં આવા કેટલાય પાત્રો છે જેમણે મલ્ટીવર્સમાં ટ્રાવેલ કર્યાનું માનવામાં આવે છે. એમાંના જ એક પાત્ર એટલે કાકભુષંડી (Kakbhushundi) કે જેને કાગભુષુંડી પણ કહેવાય છે.
શ્રાપ કે આશીર્વાદ? Kakbhushundi ની અદ્ભુત દંતકથા
કથાઓ અનુસાર તેઓ એક ભક્ત ઋષિ હતા. જેઓ ઋષિ લોમશના શ્રાપને કારણે કાગડામાં પરિવર્તિત થઇ ગયા. અને બાદમાં આખું જીવન કાગ તરીકે જ વીતાવ્યું. તેઓ મહાન રામભક્ત તરીકે પણ ઓળખાય છે. તો ક્યાંક તેમની પરમ શિવભક્તિનો પણ ઉલ્લેખ છે. જો કે પુરાણ પ્રસંગનો તાળો મેળવીએ તો આ બંને ઓળખ સાચી ઠરે છે. ક્રોધિત ઋષિ લોમશના શ્રાપને કારણે તેઓ કાગડામાં પરિવર્તિત જરૂર થયા. પણ તેમની શિવભક્તિએ તેમની આ સજાને આશીર્વાદમાં પરિવર્તિત કરી દીધી. માનવામાં આવે છે કે, શિવજીએ તેમને સમયની સીમાથી પર રહી ગતિ કરવાના આશીર્વાદ આપ્યા. ક્યાંક એવો પણ ઉલ્લેખ છે કે શિવજીની સાથે તેમને રામભક્તિનો મંત્ર અને ઈચ્છામૃત્યુનું વરદાન મળ્યું.
Kakbhushundi ની દૈવી દ્રષ્ટિ
વાલ્મિકી કૃત રામાયણમાં કાકભુષંડી પાત્રનો ઉલ્લેખ જોવા મળે છે. જે અનુસાર ઋષિ વાલ્મિકી હજુ રામાયણ લખે એ પહેલા તો કાકભુષંડીએ ગરુડરાજને રામાયણની કથા સંભળાવી દીધી હતી. એક જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે ગરુડરાજ કાકભુંષડીને પૂછે છે કે તેમણે કેટલી વાર રામાયણ જોઇ છે. જેનો જવાબ આપતા કાકભુષંડી શાંતિથી કહે છે, 11 વાર. એક બે વાર નહીં પણ અગિયાર વાર. દરેક રામાયણની પોતાની અલગ અલગ ચોઇસ અને અલગ અલગ પરિણામ! એટલું જ નહી, ઉલ્લેખ એ પણ છે કે, કાકભુષંડીએ મહાભારત પણ 16 વાર જોઇ છે. અને દરેક વખતે અલગ જ પરિણામ. એક મહાકાવ્ય પણ અલગ અલગ ટાઇમલાઇન, અને અલગ અલગ ચોઇસીસની ઓલ્ટરનેટ રિયાલિટી. લાગે છે ને એકદમ માર્વેલની મલ્ટીવર્સ થીયરી જેવું. પણ આ તો આપણું પોતાનું સનાતનનું સાયંસ છે.
અહેવાલ: અમિતા જરીવાલા - અમદાવાદ
આ પણ વાંચો : Dev Diwali: કેમ ઉજવાય છે દેવદિવાળી? દિવાળીએ ભગવાન રામ આવ્યાં, દેવદિવાળીએ શિવજીએ બચાવ્યાં...