Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sanatan Satya : કાબે અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ ઓર વોહી બાણ!

Sanatan Satya : કાબે અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ ઓર વોહી બાણ! કાબાઓ એ અર્જુન ને લૂંટ્યો હતો" એવું ઘણી વાર સાંભળવા મળે છે. તો આ કાબાઓ કોણ હતા? શું મહાભારત માં એનો ઉલ્લેખ છે? કાબે અર્જુન લૂંટ્યો આમાં કાબા એટલે...
sanatan satya   કાબે અર્જુન લૂંટ્યો  વોહી ધનુષ ઓર વોહી બાણ
Advertisement

Sanatan Satya : કાબે અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ ઓર વોહી બાણ! કાબાઓ એ અર્જુન ને લૂંટ્યો હતો" એવું ઘણી વાર સાંભળવા મળે છે. તો આ કાબાઓ કોણ હતા? શું મહાભારત માં એનો ઉલ્લેખ છે?

કાબે અર્જુન લૂંટ્યો આમાં કાબા એટલે અતિ વિદ્વાન માણસો. એક વ્યક્તિનું નામ નથી.

Advertisement

મહાભારતનું યુધ્ધ પૂરું થયું પછી 26 મી જાન્યુઆરીના પછીનાં દિવસે Beating retreat થાય છે જેમાં યુધ્ધ પૂરું થયા પછી દરેક પોતપોતાના ઘરે જાય છે. યાદવકૂળનો અંદરોઅંદર લડી વિનાશ થયો.

Advertisement

આ બાજુ કૃષ્ણ ભગવાન યુધ્ધ પૂરું થયા પછી war fatigue અવસ્થામાં હતાં. ગુજરાતીમાં કહીએ તો થાકીને ઢગલો થઈ ગયા હતાં અને યુધ્ધમાં નાની નાની ઈજાઓ પહોંચી હતી એ સારું થઈ જાય એ માટે રાહ જોઈને વૃક્ષ નીચે બેઠાં હતા. ભગવાન હતા પણ મનુષ્ય જન્મમાં હતા એટલે એમને પણ પોતાની ઇજા માટે મલમ અને પાટાપીંડીની જરૂર હતી. બસ વૃક્ષ નીચે બેઠા ત્યારે પારધીએ પગમાં બાણ માર્યું. બોનસમાં બિલની કપાત થાય ત્યારે કેવું દુઃખ થાય એ કરતાં વધુ દુઃખ એમને પગમાં થતું હતું.

વાર્તામાં ટ્વીસ્ટ ! એકદમ બોલિવુડની વાર્તાની જેમ!

અર્જુનને ખબર પડી કે યાદવ કુળ ખલાસ થઈ ગયા પછી કૃષ્ણ ભગવાનને ખરખરો કરવા વ્યવહારે જવું પડે. અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા ગયો.

કૃષ્ણને મળવાનો પાક્કો નિર્ધાર હતો પણ, નારદજી અર્જુનની ઈચ્છા જાણી ગયા. નારદજીએ  અર્જુનને કીધું હવે કૃષ્ણને મળીશ તો તારી બધી શક્તિ એ લઈ લેશે. કારણ કે હવે યુધ્ધ પૂરું થયું છે અને ભગવાનનું કાર્ય પૂરું થયું છે. હવે તને દિવ્ય શક્તિ આપી રાખવાનો મતલબ નથી એટલે ફરીથી નારદજીએ Red light stop બતાડ્યું. પણ, અર્જુન જીદ ઉપર અડી ગયો હતો કે કૃષ્ણ ભગવાનને તો મળવું જ પડશે.

નારદજીને થયું કે હવે ભગવાનનો સાથ અર્જુનને નથી એટલે મનુષ્ય બુદ્ધિથી વર્તન કરે છે અને આપણી વાત નહી માને એટલે છેલ્લે નારદજીએ કહ્યું કે અર્જુન  તું મળજે પણ ભગવાનનો સ્પર્શ ભૂલથી પણ ન કરતો. અર્જુનને આ સલાહ યાદ રહી ગઇ.

પારધીના બાણથી ઘાયલ કૃષ્ણચંદ્ર  

આ બાજુ ભગવાન પારધીના બાણથી પીડા પામીને ઝાડ નીચે બેઠા હતા અને એમને મળવા અર્જુન આવ્યો ત્યારે ભગવાને મનોમન નક્કી કરી નાખ્યું કે આજે મારે મોકો છે કે જે માણસને મેં દિવ્ય શક્તિઓ આપી એ દિવ્ય શક્તિઓ હવે પાછી ખેંચવાનો સમય આવી ગયો છે.

ભગવાન કૃષ્ણએ અર્જુનને જોતા વેત દુઃખમાં હોવા છતાં એટલો હરખ દેખાડ્યો કે એમણે કહ્યું કે અર્જુન આવી જા હું આ પૃથ્વી પરથી વિદાય પામુ એ પહેલા આપણે એક સરસ મજાનું આલિંગન એકબીજાને આપી દઈએ તેથી મને પરમ શાંતિ થાય. પણ ,અર્જુનને નારદજીની સલાહ યાદ આવી અને એને ખબર પડી કે જો આલિંગન કરીશ તો મારું મૃત્યુ નક્કી જ છે .ભગવાન તો ભગવાન રહેશે પણ મારું શું થશે? એટલે આલિંગન કરવાની અર્જુને ચોખ્ખી ના પાડી.

આ બાજુ કૃષ્ણ ભગવાને જાણી લીધું કે અર્જુનનાં મનમાં શું ચાલે છે.એટલે એમણે અર્જુનને કહ્યું કે કંઈ વાંધો નહીં. તું મને આલિંગન ન આપે તો ચિંતા નથી પણ મારા પગમાં જે બાણ છે એ બહુ દર્દનાક છે. એ ઘા ને થોડો ખોતરી આપે તો સારું. અર્જુને કહ્યું તમને સ્પર્શ કર્યા વગર જે થતું હશે એ કરીશ. ટૂંકમાં Talking without touching!

કૃષ્ણની લિલામાં અર્જુન સપડાયો 

ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં , જો તારું બાણ અડાડીને મારાં ઘાને ખોતરી આપ તો તારો આભાર માનીશ. અર્જુનને થયું કે બાણથી અડવામાં વાંધો નથી.

બસ, પછી તો કૃષ્ણ ભગવાનનાં પગનો ઘા અર્જુને પોતાનાં બાણથી ખોતરી આપ્યો અને તરત જ એ બાણમાંથી દિવ્ય શક્તિઓ વેક્ક્યુમની જેમ ખેંચાઈ ગઇ. અર્જુન powerful માંથી powerless બની ગયો.

કૃષ્ણ-અર્જુનનું અંતિમ મિલન

હવે બધું પૂરું થયું એટલે અર્જુને હસ્તિનાપુર જવા માટે કૃષ્ણ ભગવાનની રજા માંગી અને કૃષ્ણ ભગવાને છેલ્લીવાર bye bye કહ્યું.

અર્જુન હસ્તિનાપુર પાછો જતો હતો એ વખતે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો એ દરમ્યાન વચ્ચે કાબા જાતિનાં લોકો મળ્યા અને અર્જુનને લૂંટી લીધો.

અર્જુનને એમ હતું કે આપણી પાસે દિવ્ય શક્તિઓવાળું બાણ છે એનાથી હમણાં આ લોકોને મજા ચખાડું. બાણ ચલાવ્યું પણ એમાં દિવ્ય શક્તિઓ હતી જ નહીં! અર્જુન પાસે મહાભારત લડવાનો અનુભવ હતો અને ભારે લડવૈયા હતો પણ સામાન્ય કાબાઓને હાથે લૂંટાઈ ગયો!

Sanatan Satya : અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ ઓર વોહી બાણ! અહિયાં લોકવાયકા પ્રમાણે,

કાબે અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ ઓર વોહી બાણ !

તો હવે બે વાત થઈ કે કાબા નો ઉલ્લેખ મહાભારતમાં છે? તો જવાબ છે કાબાઓનો ઉલ્લેખ મહાભારતમાં નથી પણ મહાભારતને લગતી લોક કથાઓમાં એનો ઉલ્લેખ છે. કાબાઓનો બીજો અર્થ જે સ્થાનિક બોલીમાં વિદ્વાન કે અતિ હોશિયાર માણસોને પણ કાબા કહેવામાં આવે છે.

ઘણી ફિલોસોફી આ વાતમાં છે.

.ભગવાનને છોડો તો તમારી દશા અર્જુન જેવી થાય!

૨. સમય બળવાન છે, આજે જે છે એ કાલે નહીં હોય!

૩. મોટાં સલાહ આપે ( આ વાર્તામાં નારદજી) તો એમાં કંઇક દમ હોય!

૪. ભગવાન મનુષ્યરૂપે હોય તો પણ જાણ્યા પછી એનામાં મનુષ્યભાવ ન જાણવો!

૫. ભગવાનની શક્તિને under estimate નહીં કરવાની!

૬. હંમેશા પોતાની તાકાત પર મુસ્તાક નહીં રહેવાનું.

૭. પોતાનાં સ્વાર્થ માટે ભગવાનને મૂકી ન દેવા.

બસ, આ સિવાય બીજો સારો જવાબ સૂઝતો નથી. આ વાર્તા મેં બનાવેલી નથી પણ લોક કથાઓમાં સાંભળેલી અને વાંચેલી છે અને એ અહિયાં કોપી પેસ્ટ કરી છે.

ઘડી પલ કી ખબર નહીં, કરે કલ કી બાત, જીવ ઉપર જમડા ફરે,જેમ તેતર ઉપર બાજ…. બસ આ જ Sanatan Satya  સત્ય છે.

Tags :
Advertisement

.

×