ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અસામાજિક તત્વોના ત્રાસથી હટાવાયેલી હનુમાનજીની મૂર્તિને Devbhoomi Dwarka Police એ પુનઃસ્થાપિત કરી

Devbhoomi Dwarka Police : દેવભૂમિ દ્વારકાના અનેક ટાપુઓ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે દબાણ પર 'દાદા'નું બુલડોઝર બે તબક્કામાં ચાલ્યું. 'દાદા'ના બુલડોઝરના પ્રતાપે બેટ દ્વારકા (Bet Dwarka) માં દબાણો હટતા ખંડેર હાલતમાં મળી આવેલા પૌરાણિક મંદિરનો જિલ્લા પોલીસે...
09:49 PM Apr 12, 2025 IST | Bankim Patel
Devbhoomi Dwarka Police : દેવભૂમિ દ્વારકાના અનેક ટાપુઓ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે દબાણ પર 'દાદા'નું બુલડોઝર બે તબક્કામાં ચાલ્યું. 'દાદા'ના બુલડોઝરના પ્રતાપે બેટ દ્વારકા (Bet Dwarka) માં દબાણો હટતા ખંડેર હાલતમાં મળી આવેલા પૌરાણિક મંદિરનો જિલ્લા પોલીસે...

Devbhoomi Dwarka Police : દેવભૂમિ દ્વારકાના અનેક ટાપુઓ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે દબાણ પર 'દાદા'નું બુલડોઝર બે તબક્કામાં ચાલ્યું. 'દાદા'ના બુલડોઝરના પ્રતાપે બેટ દ્વારકા (Bet Dwarka) માં દબાણો હટતા ખંડેર હાલતમાં મળી આવેલા પૌરાણિક મંદિરનો જિલ્લા પોલીસે જનભાગીદારીથી જીર્ણોદ્ધાર કર્યો છે. બેટ દ્વારકા બાલાપર વિસ્તાર (ટાપુ વિસ્તાર) માં અસામાજિક તત્વોના આતંક (Terror of Anti-Social Elements) ના કારણે હટાવી દેવાયેલી હનુમાન દાદાની મૂર્તિને ફરી જીર્ણોદ્ધાર કરાયેલા મંદિરમાં એસપી નિતેશ પાંડે્યે (Nitesh Pandey SP) વિધિવત રીતે પુનઃસ્થાપિત કરી છે. આજના પાવન દિવસની દેવભૂમિ દ્વારકા પોલીસ (Devbhoomi Dwarka Police) અને સ્થાનિકો છેલ્લાં કેટલાંક દિવસોથી રાહ જોઈ રહ્યાં હતા. પૌરાણિક મંદિરમાંથી કેમ હટાવી પડી હતી દાદાની મૂર્તિ ? વાંચો આ અહેવાલમાં...

વર્ષ 2022 બાદ 2025માં 'દાદા'નું બુલડોઝર ફરી વખત ચાલ્યું

ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષોથી અસામાજિક તત્વોએ કરોડોની જમીન તેમજ ટાપુ પર ગેરકાયદે દબાણો કરી દીધા હતા. વર્ષ 2022માં મોટાપાયે 'દાદા'નું બુલડોઝર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેમજ બેટ દ્વારકા (Mega Demolition Drive Bet Dwarka) ખાતે ચાલ્યું હતું. અસામાજિક તત્વોએ પોતાની ધાકથી કરેલા ગેરકાયદે દબાણોને Devbhoomi Dwarka Police ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવા/હટાવવામાં આવ્યા. જાન્યુઆરી-2025માં ભુપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર ફરી ચાલતા દેવભૂમિ દ્વારકાના અનેક ટાપુઓને આજે સુરક્ષિત કરી દેવાયા છે.

દબાણો હટ્યા તો નેપાળી શૈલીના બાંધકામવાળું પૌરાણિક મંદિર મળ્યું

ભુપેન્દ્ર પટેલની સરકારે હાથ ધરેલા સફાઈ અભિયાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો અગ્રેસર રહ્યો છે. દરિયાકાંઠાના અનેક વિસ્તારો પચાવી પાડીને બેસેલા અસામાજિક તત્વોના ત્રાસ સામે ત્રણ-ચાર દસકથી સ્થાનિકોએ મૌનધારણ કરી લીધું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'દાદા'નું બુલડોઝર અનેક સ્થાનો અને ટાપુઓ પર ફરી વળતા રાષ્ટ્રીય તેમજ સ્થાનિક સુરક્ષામાં એક મોટું પગલું ગણી શકાય. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો હટાવાતા હતા તે સમયે ડ્રોન સર્વેલન્સ (Drone Surveillance) માં બાવળોની ઝાડી વચ્ચે એક મંદિર દેખાયું હતું. જિલ્લા પોલીસે આ વિસ્તારની મુલાકાત લેતા તેમને નેપાળી શૈલીના બાંધકામવાળું એક પૌરાણિક મંદિર મળી આવ્યું હતું. જો કે, આ પૌરાણિક મંદિરમાં કોઈ મૂર્તિ ન હતી.

દસકાઓ અગાઉ હનુમાનજીની મૂર્તિ કેમ ખસેડાઈ ?

બેટ દ્વારકા તેમજ અન્ય નિર્જન ટાપુઓ પર દસકાઓ અગાઉ અસામાજિક તત્વોએ દબાણ ઉભા કરી દીધા હતા. બેટ દ્વારકામાં અસામાજિક તત્વોએ બાલપર વિસ્તારમાં આવેલા પૌરાણિક હનુમાનજી મંદિરમાં આવતા ભક્તો/દર્શનાર્થીને અટકાવવા માટે અનેક પેંતરા રચ્યા હતા. અસામાજિક તત્વોના ત્રાસના કારણે આખરે કંટાળીને ત્રણ દસકા અગાઉ હનુમાનજીની મૂર્તિને 100 વર્ષથી વધુ પુરાણા મંદિરમાં ખસેડીને ભક્તોએ એકાદ કિલોમીટર દૂર સ્થાપિત કરી હતી.

આ પણ  વાંચો -Hanumanta : સહજ માનવ વ્યવસ્થાપનના અનન્ય ગુણધારી

જિલ્લા પોલીસને પૌરાણિક મંદિરની જાણકારી મળી

બાવળોની ઝાડી વચ્ચે મળી મંદિર વિશે SP Nitesh Pandey એ તપાસ કરાવતા આ મંદિર 100 વર્ષથી વધુ પુરાણું હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકો સાથે જિલ્લા પોલીસે વાત કરતા મંદિરની આસપાસનો વિસ્તાર કબજે કરવા માટે અસામાજિક તત્વોએ કેવાં કેવાં પેંતરા રચ્યા હતા તેની પણ કહાની સામે આવી હતી. પૌરાણિક મંદિરમાં રહેતી હનુમાનજીની પ્રતિમાને ફરીથી મૂળ સ્થાને પુનઃસ્થાપિત કરવાનું બીડું ઝડપ્યું.

આ પણ  વાંચો -Hanuman Jayanti : રાજ્યભરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

હનુમાન જયંતીના પાવન દિને પ્રતિમા પુનઃસ્થાપિત કરાઈ

Devbhoomi Dwarka Police એ જનભાગીદારીથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. હનુમાન જંયતીના પાવન દિવસે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પુનઃસ્થાપિત કરવાનું દિવસો અગાઉ નક્કી કરાયું હતું. આજે Hanuman Jayanti ના દિવસે જિલ્લા પોલીસ વડા Nitesh Pandey એ વિધિવત પૂજા કરીને હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી. બાલાપર વિસ્તારમાં આવેલા આ મંદિરને બાલા હનુમાન (Bala Hanuman Temple) નામ પણ આપવામાં આવ્યું છે.

Tags :
Bala Hanuman TempleBankim PatelBet DwarkaDevbhoomi Dwarka PoliceDrone SurveillanceGujarat Firsthanuman jayantiMega Demolition Drive Bet DwarkaSP Nitesh PandeyTerror of anti social elements
Next Article