Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ 12 રાશિઓ પર Chandra Grahan ની પડશે સીધી અસર,ગ્રહણથી બચવા કરો આ ઉપાય

આ વર્ષેનું છેલ્લું Chandra Grahan 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે, આ ચંદ્રગ્રહણ અનેક નકારાત્મક ઉર્જા લઇને આવશે
આ 12 રાશિઓ પર chandra grahan ની પડશે સીધી અસર ગ્રહણથી બચવા કરો આ ઉપાય
Advertisement

  •  12 રાશિઓ પર Chandra Grahan ની પડશે  અસર
  • Chandra Grahan 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે
  • ભારતમાં પણ જોવા મળશે ચંદ્રગ્રહણ 

આ વર્ષેનું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે, આ ચંદ્રગ્રહણ અનેક નકારાત્મક ઉર્જા લઇને આવશે.ભારતમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળશે, આ ચંદ્રગ્રહણની સીધી અસર આ 12 રાશિ પર પડશે, આ ચંદ્રગ્રહણની નકારાત્મક અસરથી બચવા માટે ખાસ ઉયાય છે તેનો અમલ કરવાથી અસર પ્રભાવિત કરી શકશે નહી, આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ની રાત્રે થશે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર બંને દ્રષ્ટિકોણથી તે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, ચંદ્ર લાલ દેખાશે જેને બ્લડ મૂન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ગ્રહણ રાજકારણ, અર્થતંત્ર અને સમાજને અસર કરી શકે છે.

Chandra Grahan 2025 સમય અને અવધિ

શરૂઆત: 7 સપ્ટેમ્બર, રાત્રે 9:58 વાગ્યે
પૂર્ણ ગ્રહણ (બ્લડ મૂન): રાત્રે 11:00 થી 12:22 વાગ્યે
સમાપ્ત: 8 સપ્ટેમ્બર, સવારે 2:25 વાગ્યે
કુલ અવધિ: લગભગ 4 કલાક 27 મિનિટ

Advertisement

Chandra Grahan ની 12 રાશિઓ પર અસર અને ઉપાય

મેષ
માનસિક તણાવ અને કામમાં વધઘટ.
ઉપાય : હનુમાન ચાલીસાનો પાઠ કરો, તાંબાના વાસણમાં પાણી અર્પણ કરો

Advertisement

વૃષભ
પૈતૃક સંપત્તિ સંબંધિત કૌટુંબિક વિવાદો અને મૂંઝવણ.
ઉપાય: સફેદ કપડાં અને દૂધનું દાન કરો, શુક્ર મંત્રનો જાપ કરો.

મિથુન
નોકરી કે વ્યવસાયમાં અસ્થિરતા, બાળકોની ચિંતા.
ઉપાય: લીલા કપડાં પહેરો, લીલા ચણા અને પૈસાનું દાન કરો, બુધને જળ અર્પણ કરો.

કર્ક
સ્વાસ્થ્ય અને માનસિક બેચેની થશે.
ઉપાય: ગંગાજળથી સ્નાન કરો, ચોખા અને દૂધનું દાન કરો.

સિંહ
લગ્નજીવન અને ભાગીદારીમાં મતભેદ.
ઉપાય: શિવલિંગ પર પાણી અર્પણ કરો, સૂર્ય મંત્ર "ઓમ ઘૃણી સૂર્યાય નમઃ"નો જાપ કરો.

કન્યા
કામમાં અવરોધો અને આર્થિક નુકસાનની શક્યતા.
ઉપાય: દુર્ગા સપ્તશતીનો પાઠ કરો, લીલા ચણા અને લીલા શાકભાજીનું દાન કરો.

તુલા
પ્રેમ સંબંધ અને સંતાન પ્રાપ્તિમાં અડચણો
ઉપાય: લક્ષ્મી પૂજા કરો, છોકરીઓને ખીર અને કપડાંનું દાન કરો.

વૃશ્ચિક
પરિવાર અને મિલકતના વિવાદની શક્યતા.
ઉપાય: પીપળાના ઝાડને પાણી અર્પણ કરો, લાલ કપડાં અને મસૂરનું દાન કરો.

ધન
શિક્ષણ, મુસાફરી અને ભાઈ-બહેનના સંબંધોમાં અવરોધો.
ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, હળદર અને પીળી વસ્તુઓનું દાન કરો.

મકર
પૈસાનું નુકસાન અને માનસિક બેચેની.
ઉપાય: શનિદેવ મંદિરમાં દીવો પ્રગટાવો, તલ અને તેલનું દાન કરો.

કુંભ
જીવનમાં અચાનક પરિવર્તન અને નિર્ણયોમાં મૂંઝવણ.
ઉપાય: મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો, તલ, તેલ અને અડદનું દાન કરો.

મીન
માનસિક શાંતિ અને ઊંઘની સમસ્યાઓ.
ઉપાય: પૂર્વજોને તર્પણ કરો, તુલસી પર દીવો પ્રગટાવો.

આ પણ વાંચો:    Surat : હજીરા દરિયામાં 17 ફૂટ વિશાળ શ્રીજી પ્રતિમાનું ક્રેનની મદદથી વિસર્જન

Tags :
Advertisement

.

×