22nd April : આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 5 રાશિઓને થશે વિશેષ લાભ
- આજે 22મી એપ્રિલ, મંગળવારે રચાઈ રહ્યો છે Sarvarth Siddhi Yoga
- મેષ, કર્ક, કન્યા, ધનુ અને મીન રાશિના જાતકોને થશે વિશેષ લાભ
- આજે Sarvarth Siddhi Yoga ઉપરાંત ચંદ્ર અને ગુરુ વચ્ચે નવમો પંચમ યોગ પણ બન્યો છે
22nd April : આજે મંગળવારના દિવસે Hanumanji અને Mata Durga ની ભકતો પર વિશેષ કૃપા જોવા મળે છે. આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ (Sarvarth Siddhi Yoga) પણ રચાયો છે. આ ઉપરાંત ચંદ્ર અને ગુરૂ વચ્ચે નવમો પંચમ યોગ (Pancham Yoga) પણ બની રહ્યો છે. આજે હનુમાનજી અને માતા દુર્ગાની વિશેષ કૃપા મેષ, કર્ક, કન્યા, ધનુ અને મીન રાશિના જાતકો પર વિશેષ જોવા મળશે.
મેષ રાશિ - Aries
આજે મંગળવારે મેષ રાશિના (Aries) જાતકોને વિશેષ લાભ થશે. તમારી સંચિત સંપત્તિમાં વધારો થઈ શકે છે. તમારી લાંબા ગાળાની રોકાણ યોજનાને અમલમાં મૂકી શકો છો. સોના કે મિલકતમાં રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે તમને વ્યવસાયમાં નફો મળશે. તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. વિરોધીઓ તમારી પ્રતિભાથી પ્રભાવિત થશે. કોઈપણ નવું કાર્ય શરૂ કરવા માટે આપના માટે આજનો દિવસ શુભ છે. માતા દુર્ગા અને બજરંગબલીની તમારા પર વિશેષ કૃપા રહેશે.
કર્ક રાશિ- Cancer
આજે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાવાને લીધે કર્ક રાશિના (Cancer) જાતકો દિવસ ભયમુક્ત પસાર થશે. આજે હનુમાનજીના આશીર્વાદથી તમારી હિંમત સામે દરેક સમસ્યા વામન થઈ જશે. તમે તમારી બુદ્ધિ અને પ્રભુત્વ દ્વારા નફો મેળવી શકશો. શિક્ષણ, લેખન, સંશોધન, કલા વગેરે સાથે સંકળાયેલા લોકોને આવતીકાલે ખાસ ફાયદો થશે. સરકારી કામકાજ સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળવાની શક્યતા છે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે. પરિવારમાં તમારા જીવનસાથીનો સહયોગ મળશે. જો ઘરમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે ઉકેલાઈ જવાની પૂરી સંભાવના છે.
કન્યા રાશિ- Virgo
આજે મંગળવારે કન્યા રાશિ (Virgo) ના જાતકો માટે પદ અને પ્રતિષ્ઠાનો લાભ મળે તેવા સંયોગ છે. સામાજિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે નવી તકો રચાશે. માર્કેટિંગ, બેંકિંગ, કોમ્યુનિકેશન વગેરે ક્ષેત્રોમાં કામ કરતા જાતકો માટે આજનો દિવસ વિશેષ લાભદાયી રહેશે. આજે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને તમારા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ અણબનાવ થયો હોય, તો આજે સમાધાન થઈ જશે.
આ પણ વાંચોઃ Vairagya Murti : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક 'નિષ્કુળાનંદ સ્વામી'
ધનુ રાશિ- Sagittarius
આજે ધનુ રાશિના જાતકોને મા દુર્ગાની દિવ્ય કૃપા પ્રાપ્ત થશે. આજે ધનુ રાશિ (Sagittarius) ના જાતકોની શક્તિ અને પ્રભાવમાં વધારો જોવા મળશે. આજનો દિવસ વેપારી વર્ગ માટે અનુકૂળ રહેવાનો છે. તમને કોઈ યાત્રા પર જવાના યોગ રચાશે. યાત્રા અપેક્ષા કરતાં વધુ ફળદાયી રહેશે. અણધાર્યા નાણાકીય લાભની શક્યતા છે. જાહેરાત, રમતગમત, પર્યટન વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે આજ ખાસ કરીને ફળદાયી સાબિત થઈ શકે છે. તમે તમારી અપેક્ષા કરતાં વધુ પ્રાપ્ત કરશો. પરિવારમાં આનંદ-ઉલ્લાસભર્યુ વાતાવરણ જળવાઈ રહેશે.
મીન રાશિ- Pisces
આજે મંગળવારે રચાતા સર્વાર્થ યોગને લીધે મીન રાશિ (Pisces) ના જાતકોને કાર્યસ્થળ પર તેમના પ્રયત્નો માટે પ્રશંસા મળશે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. આત્મવિશ્વાસ વધશે. વ્યવસાય સંબંધિત કોઈપણ વિવાદનો ઉકેલ આજે આવી શકે છે. તમને માનસિક શાંતિ મળશે. આજે ફેશન, બ્યુટી પાર્લર, કોચિંગ, સ્કૂલ-કોલેજ, સ્ટેશનરી વગેરે ક્ષેત્રોમાં કામ કરતા જાતકોને વધારાના લાભ મળી શકે છે. નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળમાં ઈચ્છિત ટ્રાન્સફરનો લાભ મળી શકે છે. ભાઈઓ તરફથી સહયોગ મળશે. પરિવારમાં ધાર્મિક વાતાવરણ રહેશે. તમને તમારા માતાપિતા તરફથી પ્રેમ મળશે.
આ પણ વાંચોઃ Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત