ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે Ram Navami પર્વે જાણી લો... પૂજાનું યોગ્ય મુહૂર્ત અને વિધિ

વર્ષ 2025માં Ram Navamiનો તહેવાર આજે એટલે કે 6 એપ્રિલ, રવિવારે ઉજવવામાં આવશે. આજે પ્રભુ શ્રી રામની પૂજા આરાધના માટે સવારે 11.08 કલાક થી બપોરે 01.29 કલાક સુધીનો ખૂબ જ શુભ રહેશે.
06:00 AM Apr 06, 2025 IST | Hardik Prajapati
વર્ષ 2025માં Ram Navamiનો તહેવાર આજે એટલે કે 6 એપ્રિલ, રવિવારે ઉજવવામાં આવશે. આજે પ્રભુ શ્રી રામની પૂજા આરાધના માટે સવારે 11.08 કલાક થી બપોરે 01.29 કલાક સુધીનો ખૂબ જ શુભ રહેશે.
Ram Navami 2025 Lord Ram Gujarat First

Ahmedabad: ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. Ram Navamiનો તહેવાર ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ શ્રી રામની પૂજા માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે. આ ઉપરાંત આ દિવસે દેવી દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે. તેમજ તુલસીદાસે ચૈત્ર શુક્લ નવમી પર રામચરિતમાનસ લખવાનું પણ શરૂ કર્યુ હતું.

રામ નવમી ક્યારે છે, પૂજનના શુભ મુહૂર્ત કયા છે ?

હિન્દુ કેલેન્ડર મુજબ ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. તેથી દર વર્ષે ચૈત્ર મહિનાની નવમી તિથિએ Ram Navami ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામનો જન્મ મધ્યાહ્ન કર્ક લગ્ન અને પુનર્વાસુ નક્ષત્રમાં થયો હતો. આ વર્ષે Ram Navami આજે એટલે કે 6 એપ્રિલ 2025, રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે નવમી તિથિ 5 એપ્રિલે સાંજે 7:26 કલાકે શરૂ થશે અને 6 એપ્રિલે સાંજે 7:22 વાગ્યે સમાપ્ત થશે. આ ઉપરાંત પ્રભુ શ્રી રામની પૂજા-અર્ચના અને આરાધના માટેનો શ્રેષ્ઠ સમય આજે સવારે 11.08 કલાક થી બપોરે 01.29 કલાક સુધીનો ખૂબ શુભ અને શ્રેષ્ઠ ગણાશે.

આ પણ વાંચોઃ Hanuman Jayanti : 11-12 એપ્રિલે સાળંગપુર ધામમાં પૂજા, ફાયર શૉ, લાઇવ કોન્સર્ટ, શૃંગાર દર્શન સહિતના કાર્યક્રમો

કઈ રીતે કરવી પૂજા-અર્ચના ?

એવી માન્યતા છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે થયો હતો. તેથી આ દિવસને રામ નવમી પણ કહેવામાં આવે છે. ભગવાન રામનો જન્મ મધ્યાહ્ન કર્ક લગ્ન અને પુનર્વાસુ નક્ષત્રમાં થયો હતો. તેથી, રામ નવમીના દિવસે બપોરે ભગવાન રામની પૂજા કરવી જોઈએ. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો. તમારા ઘરના મંદિરને સાફ કરી, પૂજાની તૈયારી કરો. ત્યારબાદ એક નાના ટેબલ પર પીળો કપડું પાથરો અને ત્યાં ભગવાન રામનું ચિત્ર અથવા મૂર્તિ મૂકો. ધ્યાનમાં રાખો કે ભગવાન રામનું ચિત્ર તેમના પરિવાર સાથે હોવું જોઈએ. આ પછી, ભગવાન રામના ચિત્ર અથવા મૂર્તિને ગંગાજળથી સાફ કરી તિલક લગાવો. પ્રભુ શ્રી રામ અને તેમના પરિવારની છબી કે મૂર્તિને અક્ષત, પુષ્પો અર્પણ કરો. ત્યારબાદ ભગવાન રામનું ધ્યાન કરો. ભગવાન રામના સમગ્ર પરિવારની પૂજા કરો. અંતે, ભગવાન રામની આરતી કરો. ત્યારબાદ શ્રી રામ જય રામ જય જય રામ વિજય મંત્રનો જાપ કરો. અંતે ભગવાન રામને પ્રણામ કરો અને તેમને ફળો અથવા મીઠાઈઓ અર્પણ કરો.

રામ નવમીની કથા

Ram Navamiની કથા લંકાના રાજા 'રાવણ' થી શરૂ થાય છે. તેના શાસનમાં લોકો ભયભીત હતા અને તેનાથી છૂટકારો મેળવવા માંગતા હતા. રાવણે બ્રહ્માજી પાસેથી એવી શક્તિ પ્રાપ્ત કરી હતી કે તે ક્યારેય દેવતાઓ કે યક્ષો દ્વારા માર્યો ન જાય. તે સૌથી શક્તિશાળી હતો. આ ભયને કારણે, બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે ગયા. આમ રાજા દશરથની પત્ની કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો. ત્યારથી આ દિવસને Ram Navami તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Rukmini : સ્નેહ, સંસ્કાર અને સંપ્રત્યજ્ઞાતાનો ત્રિવેણી સંગમ

Tags :
Auspicious time for Ram Navami worshipCHAITRA NAVRATRIGujarat FirstGUJARAT FIRST NEWSLord RamPunarvasu NakshatraRam JanmabhoomiRam Navami 2025Ram Navami ritualsShri RamSiddhidatriVishnu Avatar
Next Article