Tulsi Stotra : 32 પ્રકારના પાપોનો નાશ કરતા તુલસી સ્તોત્ર વિશે જાણો વિગતવાર
- Tulsi Stotra ભગવાન વિષ્ણુને બહુ પ્રિય સ્તોત્ર છે
- માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા Tulsi Stotra નું નિયમિત પઠન કરવું જોઈએ
- સંધ્યા ટાણે કરવામાં આવતા તુલસી સ્તોત્રના પઠનથી ઘરમાં સુખ સમૃદ્ધિ સદૈવ ટકે છે
Tulsi Stotra : ભગવાન વિષ્ણુના અને માતા લક્ષ્મીના પ્રત્યે પ્રેમનું વિગતવાર વર્ણન તુલસી સ્તોત્રમાં કરવામાં આવ્યું છે. તુલસી સ્તોત્ર (Tulsi Stotra) નું પદ્મ પુરાણમાં માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. જે અનુસાર તુલસી સ્તોત્રનું નિયમિત પઠન કરનાર પર ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ની સવિશેષ કૃપા થતી હોય છે. હિન્દુ ધર્મના મહત્વના પર્વ અને ખાસ તિથિ પર જો તુલસી સ્તોત્રનું પારાયણ કરવામાં આવે તો પરિવારમાં સુખ અને સમૃદ્ધિ સદૈવ રહે છે. તુલસી સ્તોત્રનું નિયમિત પઠન કરવાથી 32 પ્રકારના પાપોનો નાશ થતા હોવાની પણ માન્યતા છે.
તુલસી સ્તોત્રનું પારાયણ
વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને તમારા આરાધ્ય દેવની પૂજા અર્ચના કરો. આ પૂજા અર્ચના પૂર્ણ થયા બાદ તુલસી ક્યારા પાસે જાવ. તુલસી ક્યારે દિવો પ્રગટાવીને થોડીવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. ત્યારબાદ તુલસી સ્તોત્રનું પારાયણ કરો. સવારે અથવા સાંજે એમ સંધ્યાટાણે તુલસી સ્તોત્ર (Tulsi Stotra) નું પારાયણ કરો. નિયમિત તુલસી સ્તોત્રનું પારાયણ કરવાથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા થવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ સદૈવ રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર નિયમિત તુલસી સ્તોત્રનું પારાયણ કરવાથી 32 પ્રકારના પાપોનો નાશ થાય છે.
ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે તુલસી સ્તોત્ર
તુલસીને હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ ભગવાન વિષ્ણુના વિવાહ પણ જ્યારે લક્ષ્મીજી સાથે કરવામાં આવે છે તેને તુલસી વિવાહ કહેવામાં આવે છે. તેથી જ તુલસી સ્તોત્ર માતા લક્ષ્મની સ્તુતિ કરતું હોવાથી ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. નિયમિત તુલસી સ્તોત્રનું પારાયણ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ વધવા ઉપરાંત દંપતિ વચ્ચે પણ શાંતિ બની રહે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દંપતિ સ્વરૂપ લક્ષ્મીનારાયણની કૃપા મેળવવા તુલસી સ્તોત્રનું પઠન કરવું જરુરી છે.
તુલસી સ્તોત્ર
જગદ્ધાત્રી નમસ્તેભ્યં વિષ્ણોશ્ચ પ્રિયવલ્લભે ।
યતો બ્રહ્મદયો દેવા: સૃષ્ટિસ્થિત્યંતકારિનઃ ।।
નમસ્તુલસિ કલ્યાણી નમો વિષ્ણુપ્રિયા શુભે ।
નમો મોક્ષપ્રદે દેવી નમઃ સંપત્પ્રદાયકે ।।
તુલસી પાતુ મા નિત્યં સર્વપદ્ભ્યોપિ સર્વદા ।
કીર્તિતાપિ સ્મૃતા વાપિ પવિત્રયતિ માનવમ્ ।।
નમામિ શિરસા દેવી તુલસી વિલાસત્તનુમ ।
યા દૃષ્ટ્વા પાપિનો મર્ત્ય મુચ્યન્તે સર્વકિલ્બિષાત્ ।।
તુલસ્ય રક્ષિતં સર્વં જગદેતાચરાચરમ્ ।
યા વિનિહન્તિ પાપાનિ દૃષ્ટ્વા વા પાપિભિર્નરઃ ।।
નમસ્તુલસ્યતિત્રાં યસ્યાઃ બધ્વાઞ્જલિં કાલઃ ।
નમસ્તુલસિ કલ્યાણી નમો વિષ્ણુપ્રિયા શુભે ।।.......
આ પણ વાંચોઃ Rashifal 09 July 2025 : આજે રચાતા માલવ્ય યોગમાં આ રાશિના જાતકો પર ગણેશજીની થશે વિશેષ કૃપા


