USA : સોલ્ટ લેક સિટીમાં BAPS સંતોએ મોર્મોન ચર્ચના વડાઓ સાથે કરી મુલાકાત
- BAPS સંતોએ સોલ્ટ લેક સિટીમાં ખ્રિસ્તી વડાઓ કરી સાથે મુલાકાત
- BAPS સંતોએ વેલ્ફેર સ્ક્વેર પર ડેઝરેટ ઈન્ડસ્ટ્રીઝની મુલાકાત કરી
- ઐતિહાસિક ટેમ્પલ સ્ક્વેર પર કોન્ફરન્સ સેન્ટર જેવા વિવિધ ચર્ચની પણ મુલાકાત કરી
USA : ઉટાહ સ્થિત સોલ્ટ લેક સિટીમાં BAPS સંતોએ મોર્મોન ખ્રિસ્તી વડાઓ સાથે મુલાકાત કરી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી, પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી, પૂજ્ય વિવેકામૂર્તિદાસ સ્વામી, પૂજ્ય શુકમુનિદાસ સ્વામી વગેરેએ ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ ફર્સ્ટ પ્રેસિડેન્સીના અગ્રણી સભ્યો, ડેલિન એચ. ઓક્સ અને હેનરી બી. આયરિંગ સાથે ઉષ્માસભર મુલાકાત કરી હતી. પૂજ્ય સંતોએ વેલ્ફેર સ્ક્વેર પર ડેઝરેટ ઈન્ડસ્ટ્રીઝ અને ઐતિહાસિક ટેમ્પલ સ્ક્વેર પર કોન્ફરન્સ સેન્ટર જેવા વિવિધ ચર્ચ સ્થળોની પણ મુલાકાત લીધી.
Mormon Church Gujarat First-7
મોર્મોન ચર્ચ દ્વારા કરાયું ભાવભીનું સ્વાગત
સમગ્ર વિશ્વમાં ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ મોર્મોન ચર્ચ (Mormon Church) તરીકે ઓળખાય છે. આ સંસ્થામાં 160 દેશોના 30,000 મંડળોમાં આશરે 1.7 કરોડ સભ્યો છે. મોર્મોન ચર્ચના પ્રથમ પ્રેસિડેન્સીએ સંતોનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. બેઠકમાં વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને એકતાના મહત્વ પર પ્રેરણાદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં 12 ધર્મ પ્રચારકોના ક્વોરમના એલ્ડર ડેવિડ એ. બેડનાર, એલ્ડર પેટ્રિક કીરોન, મધ્ય પૂર્વ/આફ્રિકા ઉત્તર ક્ષેત્રના પ્રમુખ એલ્ડર એન્થોની ડી. પર્કિન્સ અને ચર્ચ કોમ્યુનિકેશન વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એલ્ડર મેથ્યુ એસ. હોલેન્ડ હાજર રહ્યા હતા.
Mormon Church Gujarat First-9
BAPS હિન્દુ મંદિરથી પ્રભાવિત
મોર્મોન ચર્ચના પ્રતિનિધિઓ ખાસ કરીને અબુ ધાબીમાં સ્થિત BAPS હિન્દુ મંદિર વિશે જાણીને પ્રભાવિત થયા હતા. જે વિશ્વના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે વૈશ્વિક સંવાદિતા અને સહઅસ્તિત્વનું પ્રેરણાદાયક ઉદાહરણ બની ગયું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી, પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી, પૂજ્ય વિવેકામૂર્તિદાસ સ્વામી, પૂજ્ય શુકમુનિદાસ સ્વામી વગેરેએ ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ ફર્સ્ટ પ્રેસિડેન્સીના અગ્રણી સભ્યો, ડેલિન એચ. ઓક્સ અને હેનરી બી. આયરિંગ સાથે થયેલ ઉષ્માસભર મુલાકાત એક નવા ધાર્મિક અધ્યાયની શરુઆત સમાન છે.
Mormon Church Gujarat First-2


