Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેવો રહેશે આજનો દિવસ મેષથી લઇને મીન રાશીના લોકોનું ભવિષ્ય

આજે તારીખ 17 ડિસેમ્બર, 2024 ને મંગળવાર છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો Gujarat First ની સાથે.
કેવો રહેશે આજનો દિવસ મેષથી લઇને મીન રાશીના લોકોનું ભવિષ્ય
Advertisement

મેષ : આજનો દિવસ તમારા માટે ખુબ જ શુભ છે. કોઇ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જ ફાયદાકારક રહેશે. આજે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને ખુબ જ સફળતા મળશે. વડીલો તથા મિત્રોની મદદથી જુના વિવાદોનો ઉકેલ આવી શકે છે. જો કે આળસ તમારા પર હાવી ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવો.

વૃષભ : આ સમય તમારા માટે તમામ પ્રકારે સાનુકુળ છે. કાર્યોને તબક્કાવાર કરવાથી સફળતા મળશે. વર્ષો જુની કોઇ સમસ્યાનો આજે ઉકેલ આવે. જમીન કે વાહનની ખરીદી અંગે સારા સમાચાર મળી શકે છે. બઢતીના યોગ બની રહ્યા છે, તમારા કામની કદર થાય.

Advertisement

મિથનુ : આજનો દિવસ ખુબ જ શુભ છે. પરિવાર અને વ્યવસાયમાં ખુબ જ સફળતા અને પ્રશંસા મળશે. જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધી થશે. જો કોઇ સરકારી મામલો અટવાયેલો હોય તો કોઇ મિત્ર કે સંબંધીની મદદથી તેનો ઉકેલ આવે. જો કે તમે અંગત કામમાં ખુબ જ વ્યસ્ત રહેશો. કોઇની જવાબદારી લેવાથી બચવું.

Advertisement

કર્ક : થમારા સમર્પણ અને મહેનતું સ્વભાવનો તમને ફાયદો જોવા મળશે. તમારા પરિવારનું માન સન્માન વધશે. જમીન વાહનની ખરીદી કરી શકો તેવી પણ શક્યતા છે. પારિવારિક બાબતોમાં સહકારથી પરિવારના સભ્યોનું મનોબળ અને આત્મવિશ્વાસ જળવાઇ રહેશે.

સિંહ : આજનો દિવસ મધ્ય રહેશે. વિદ્યાર્થીઓ અને યુવાનો ઇચ્છીત કામ ન થવાના કારણે હિનતાની ભાવના હાવી ન થવા દેવી. તમારા કામમાં સંપુર્ણ દિલથી સમર્પીત રહો. પરિવારના સભ્યોના સ્વાસ્થય અંગે ચિંતા રહે તેવી શક્યતા છે. લોન કે પૈસા ઉધાર લેતા પહેલા તમારી ક્ષમતાનો ચોક્કસ ખ્યાલ રાખો.

કન્યા : ગ્રહોની સ્થિતિ સંપુર્ણ અનુકુળ છે. જો કે ખર્ચમાં વધારો થાય તેવી શક્યતા છે. કેટલાક ખર્ચ સારા માટે થાય તેવી ચિંતા છે. યુવા વર્ગને ધાર્યા પરિણામ ન પણ મળે તેવી શક્યતાઓ છે. ઘરમાં કોઇ પણ સુધારણા કે સમારકામ કરતા પહેલા બજેટ અંગે પહેલા વિચારણા કરી લેવી.

તુલા : આજે કોઇ પણ અણધાર્યો નિર્ણય ન લેવો.સંપુર્ણ માહિતી મેળવ્યા બાદ જ કોઇ પણ નિર્ણય લેવો. કર્મમાં વિશ્વાસ રાખવાથી તમારા માટે નવી શક્યતાઓ પેદા થઇ શકે છે. વિશ્વાસ એ ભાઇ બહેનો સાથેના સંબંધોનો મજબુત પાયો છે. નકામી સમય ન વેડફવા માટે પણ ભલામણ છે.

વૃશ્ચિક : શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રહેવાથી તમારી દિનચર્યા સુધરશે. તમારો સ્વભાવ જ તમને આયોજનબદ્ધ કામ પુરા પાડવામાં સફળતા અપાવશે. પૈસા સંબંધિત કોઇ પણ પ્રકારની લેવડ દેવડ કરવા માટે અનુકુળ સમય નથી. જો કે કોઇની સાથે સંબંધ બગડે તેવો પ્રયાસ ન કરશો.

ધન : રોજિંદા કાર્યોની સાથે સાથે મનપસંદ પ્રવૃતિઓમાં પણ વ્યસ્ત રહેશે.તમારો ઊર્જા અને ઉત્સાહ જળવાઇ રહેશે. અત્યારના રોકાણ ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. પ્રોપર્ટીની કિંમતમાં વધારો જોવા મળે. પારિવારિક જવાબદારીઓ પણ પૂર્ણ થશે.

મકર : આજે જેટલી મહેનત કરશો તેટલું ફળ મળશે. વડીલો અને પરિવારના લોકોનો ભરપુર સહયોગ પ્રાપ્ત થશે. અન્ય આવકના માર્ગો પણ મોકળા થશે. અનુભવના કારણે કેટલાક કામ અધુરા રહી શકે છે. સરકારી કામ સંબંધિત કોઇ પણ નિર્ણયમાં ઉતાવળ દાખવશો નહીં.

કુંભ : દિવસ આનંદમાં પસાર થાય. કોઇ પણ વિવાદને ગુસ્સાના બદલે ખુબ જ શાંતિથી ઉકેલ લાવવો. જમીન મકાનના અટકેલા કામમાં સફળતા મળી શકે છે. ઘણા લાંબા સમયથી ચાલતી વ્યસ્તતામાંથી બહાર આવશો. વ્યસ્તતાનું સકારાત્મક પરિણામ પણ મળી શકે છે.

મીન : પારિવારિક કારણોથી દિવસ આનંદમય પસાર થાય. ધર્મ, કાર્ય અને સમાજસેવાના કામમાં વ્યસ્ત રહેશો. સંબંધોમાં ચાલી રહેલી કડવાશ વડીલોની મધ્યસ્થી બાદ દૂર થાય. વિદ્યાર્થીઓને ધાર્યા પરિણામ ન મળે. કોઇ પણ આંધળો વિશ્વાસ ન કરવા માટે ભલામણ છે.

Tags :
Advertisement

.

×