Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્યારે છે વર્ષની અંતિમ 'Saphala Ekadashi' ? અહીં જાણો તેનું મહત્ત્વ

આ સમય દરમિયાન વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો વધુ ફાયદાકારક માનવામાં આવે છે...
ક્યારે છે વર્ષની અંતિમ  saphala ekadashi    અહીં જાણો તેનું મહત્ત્વ
Advertisement
  1. ભગવાન વિષ્ણુના ભક્તો માટે એકાદશીનું વ્રત સૌથી પવિત્ર મનાય છે (Saphala Ekadashi)
  2. સફલા એકાદશીનું વ્રત 26 ડિસેમ્બર 2024 નાં રોજ રાખવામાં આવશે
  3. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે!

Saphala Ekadashi 2024: ભગવાન વિષ્ણુના ભક્તો માટે એકાદશીનું વ્રત સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે, એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી આધ્યાત્મિક માર્ગમાં સફળતા મળે છે. દર વર્ષે, 'સફલા એકાદશી' નું  વ્રત પોષ મહિનાનાં કૃષ્ણ પક્ષની એકાદશીનાં રોજ રાખવામાં આવે છે, આ વખતે સફલા એકાદશીનું વ્રત 26 ડિસેમ્બર 2024 નાં રોજ રાખવામાં આવશે. આ વ્રતનો ચોક્કસ સમય અને મહત્ત્વ વિશે અહીં જાણો...

આ પણ વાંચો - શિવભક્તો માટે મહત્ત્વના સમાચાર, કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

Advertisement

'સફલા એકાદશી' નો ક્યારે થશે પ્રારંભ ?

પંચાંગ અનુસાર, વર્ષ 2024 ની છેલ્લી એકાદશી 'સફલા એકાદશી' (Saphala Ekadashi) છે, જે સુકર્મા યોગ અને સ્વાતિ નક્ષત્રની વચ્ચે ઊજવવામાં આવશે. એકાદશી તિથિ 25 મી ડિસેમ્બર 2024 નાં રોજ રાત્રે 10:29 વાગ્યે શરૂ થશે અને એકાદશી તિથિ 27 મી ડિસેમ્બર 2024 નાં રોજ સવારે 12:43 વાગ્યે સમાપ્ત થશે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે, એટલું જ નહીં જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળે છે.

Advertisement

આ પણ વાંચો - કેવો રહેશે આજનો દિવસ મેષથી લઇને મીન રાશીના લોકોનું ભવિષ્ય

વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાનું મહત્ત્વ

ધાર્મિક ગ્રંથો અનુસાર, સફલા એકાદશીનો સંબંધ સફળતા સાથે છે, જો કોઈ કાર્યમાં વારંવાર અવરોધ આવતા હોય તો આ દિવસે વ્રત કરવાથી સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન વિષ્ણુ ચાલીસાનો (Vishnu Chalisa) પાઠ કરવો વધુ ફાયદાકારક માનવામાં આવે છે, તેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 26 ડિસેમ્બર, 2024 નાં રોજ ઉપવાસ કરીને અને 27 ડિસેમ્બરે યોગ્ય સમયે પારણાં કરવાથી, ભક્તો મહત્તમ આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરે છે.

Disclaimer : આ લેખ લોક માન્યતાઓ પર આધારિત છે. આ લેખમાં આપેલી આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે Gujarat First જવાબદાર નથી.

આ પણ વાંચો - આજનું રાશિફળ 16 ડિસેમ્બર, 2024: મેષથી માંડી મીન સુધી જાણો કેવો રહેશે તમારો દિવસ

Tags :
Advertisement

.

×