Savarkundla: દિવાળીની રાત્રે ઈંગોરીયા યુદ્ધ રમવાની જાણો શું છે પરંપરા
- Savarkundla: હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો
- ઇંગોરીયા યુદ્ધએ સાવરકુંડલાનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો: ધારાસભ્ય મહેશ કસવાલા
- ઈંગોરીયા યુદ્ધની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે
Savarkundla: દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો જુની છે. જાણે રણ મેદાનમાં એકબીજાને ભરી પીવાનું યુદ્ધ હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં સર્જાઈ છે ત્યારે શું છે આ ઈંગોરીયા યુદ્ધ જોઈએ.
હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો
હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે. હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમીનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાઈ છે ઇંગોરીયાનું યુદ્ધ.
Amreli : ધગધગતા આગના ગોળાઓ હાથમાં પકડીને એકબીજા પર ફેંક્યા । Gujarat First
સાવરકુંડલામાં દિવાળીની રાતે ઇંગોરીયા યુદ્ધનો રોમાંચ
150 વર્ષથી ચાલતી સાવરકુંડલાની ઇંગોરીયા યુદ્ધની પરંપરા
દેવળા ગેટથી નાવલી નદી સુધી રણભૂમિનો માહોલ
ઇંગોરીયા યુદ્ધ સાવરકુંડલાની શૌર્યની આગવી ઓળખ… pic.twitter.com/H4LtHwhJ13— Gujarat First (@GujaratFirst) October 21, 2025
રાત્રીના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે
રાત્રીના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે પ્રકાશના પર્વમાં રાત્રીના દેવળા ગેટથી લઈને છેક નાવલી નદી સુધી ઇંગોરીયા યુદ્ધનો માહોલ જામે છે રમતવીરો આ રમતનો મુક્ત મને આનંદ ઉઠાવે છે સંત અને શૂરાની ગણાતી સાવરકુંડલાની ભૂમિ પર લગભગ 150 વર્ષથી આ રમત રમાઈ છે જે ઇંગોરીયાનું યુદ્ધ નિહાળવા બહારથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે ને આ જાણે રણભૂમિનું મેદાન હોય તેમ એકબીજા પર મુક્ત મને ઈંગોરીયા ફટાકડાઓ ફેંકીને રમતનો આનંદ માણવાતા જોઈને કેનેડાથી આવેલા મહેમાનોએ ઈંગોરીયા યુધ્ધનો આનંદ જોઈને કેનેડાથી સાવરકુંડલાનો ધક્કો વસુલ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું
Savarkundla: ઇંગોરીયા યુદ્ધએ સાવરકુંડલાનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો: ધારાસભ્ય મહેશ કસવાલા
ઇંગોરીયા યુદ્ધનો લાહવો લેવા ધારાસભ્ય મહેશ કસવાલાએ મનભરીને માણ્યો હતો અને ઈંગોરીયા ફેંકીને મુક્ત મને આનંદ લીધો હતો. ત્યારે આખા દેશભરમાં આગવી ઓળખ બનનાર ઈંગોરીયા યુદ્ધની પહેચાન સાવરકુંડલા બની રહ્યું છે. જ્યારે કોઈપણ પ્રકારના જ્ઞાતિ વાદ જાતિ વાદ વિના હળી મળીને હિન્દૂ-મુસ્લિમો આ ઈંગોરીયા યુદ્ધ રમતા હોય ત્યારે ધારાસભ્ય મહેશ કસવાલાએ ઇંગોરીયા યુદ્ધએ સાવરકુંડલાનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું
ઈંગોરીયા યુદ્ધની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે
ઈંગોરીયા યુદ્ધની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે. જેમાં પોલીસ, ફાયર, ડોક્ટરોની ટિમ પણ ખડેપગે રાખવામાં આવે છે. ઈંગોરીયાનું યુદ્ધ જાણે હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં સર્જાય છે. આ આગના ગોળ એકબીજા પર ફેંકીની રમતનો આનંદ સાવરકુંડલા વાસીઓ માણે છે. આ આનંદ માત્રને માત્ર દિવાળીના પ્રકાશના પર્વમાં અંધારામાં રંગેચંગે ખેલાય છે.
આ પણ વાંચો: Air pollution: અમદાવાદમાં દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ


