Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP)દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરવામાં આવી છે. ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે.ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં બેઠક ગાંધીનગરના કમલમમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ વચ્ચે àª
ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP)દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરવામાં આવી છે. ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે.
ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં બેઠક 
ગાંધીનગરના કમલમમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ વચ્ચે વિવિધ બેઠકોના ઉમેદવારોના નામો વિશે ચર્ચા ચાલી રહી છે.
આજે 13 જીલ્લાની 77 બેઠક પર ચર્ચા
આજે બેઠકના ત્રીજા દિવસે 13 જિલ્લાની 77 બેઠકો માટે ચર્ચા થશે જેમાં અમદાવાદ, આણંદ, દાહોદ,પાટણ, છોટાઉદેપુર, વડોદરા, જુનાગઢ સહિતના જિલ્લાઓની બેઠકનો સમાવેશ થાય છે. 
બે દિવસથી બેઠકોનો દોર 
ચૂંટણી સમિતિની બેઠકમાં પહેલા દિવસે કુલ 13 જિલ્લાની 47 બેઠકો પર ચર્ચા થઈ હતી જ્યારે બીજા દિવસે 15 જિલ્લાઓની 58 વિધાનસભા બેઠકો પર ભાજપ ચૂંટણી સમિતીની મીટીંગમાં ચર્ચા થઈ. આજે ત્રીજા દિવસે વધુ 13 જિલ્લાની 77 બેઠકો અંગે ચર્ચા થશે.

પાર્લામેન્ટરી બોર્ડમાં નામો મંજૂર થશે
આગામી 9 અને 10 તારીખે દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે જેમાં રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તૈયાર થયેલી પેનલ અંગે દિલ્હીમાં ચર્ચા થશે અને આગામી 10 તારીખ સુધીમાં ભાજપના તમામ 182 ઉમેદવારોના નામોને આખરી મંજૂરી મળી શકે છે. 14 નવેમ્બર પહેલા ઉમેદવારોના નામોનું પહેલું લિસ્ટ જાહેર થઇ શકે છે.
Tags :
Advertisement

.

×