Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપ અને AIMIMના નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં શું રંધાયું?

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં વિવિધ પ્રકારની રાજકીય ગતિવીધીઓ તેજ થઇ ગઇ છે. રોજ ચૂંટણીના નવા નવા સમીકરણો જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ભાજપ (BJP)ના અગ્રણીઓ અને AIMIMના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક મળતાં રાજકીય મોરચે ઉત્તેજના છવાઇ ગઇ હતી. જો કે AIMIMના નેતા સાબીર કાબલીવાલાએ કહ્યું કે આ બેઠકમાં કોઇ ચૂંટણીલક્ષી ચર્ચા થઇ નથી.બેઠકમાં શું રંધાયું?ગુજરાત વિધાનસભાની ચૂંટણ
ભાજપ અને aimimના નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં શું રંધાયું
Advertisement
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં વિવિધ પ્રકારની રાજકીય ગતિવીધીઓ તેજ થઇ ગઇ છે. રોજ ચૂંટણીના નવા નવા સમીકરણો જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ભાજપ (BJP)ના અગ્રણીઓ અને AIMIMના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક મળતાં રાજકીય મોરચે ઉત્તેજના છવાઇ ગઇ હતી. જો કે AIMIMના નેતા સાબીર કાબલીવાલાએ કહ્યું કે આ બેઠકમાં કોઇ ચૂંટણીલક્ષી ચર્ચા થઇ નથી.
બેઠકમાં શું રંધાયું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ ગમે ત્યારે જાહેર થઇ શકે છે. રાજકીય પક્ષો દરેક બેઠક પર મજબૂત ઉમેદવારોની શોધખોળ કરી રહ્યા છે. તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે તે પૂર્વે અમદાવાદમાં ભાજપ અને AIMIMના અગ્રણીઓ વચ્ચે મહત્વની બેઠક થતાં આ બેઠકમાં શું રંધાયું હશે તે વિશે અનેક અટકળો ચાલી રહી છે. 

આસ્ટોડિયામાં બેઠક
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના આસ્ટોડિયામાં ભાજપ અને AIMIMના આગેવાનોની મિટીંગ યોજાઇ હતી. અમદાવાદના મેયર કિરીટ પરમાર તથા ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહે AIMIMના નેતા કાબલીવાલા સાથે બેઠક યોજી હતી. આસ્ટોડિયામાં આવેલી ઓફિસમાં આ બેઠક યોજાઇ હતી.
ગુપ્ત રણનીતિની અટકળો
ચૂંટણી પહેલાં AIMIM અને ભાજપના નેતાઓ વચ્ચે આ બેઠક યોજાતા રાજકીય મોરચે અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. શું ગુપ્ત રણનીતિની ચર્ચા થઇ હોઇ શકે તે વિશે અનેક અટકળો થઇ રહી છે. 

ચૂંટણીલક્ષી ચર્ચા થઇ નથી
જો કે ગુજરાત ફર્સ્ટને AIMIMના નેતા સાબિર કાબલીવાલાએ કહ્યું કે આ બેઠક થઈ છે પરંતુ તેમાં ચૂંટણીલક્ષી ચર્ચા થઇ નથી. તેમણે કહ્યું કે બેઠકમાં CETP પ્રોજેક્ટને લઈ ચર્ચા થઈ છે. ચૂંટણી પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ચર્ચા થઇ છે. 
Tags :
Advertisement

.

×