શરીર પર 6 ઘા, સ્પાઇનમાં 2.5 ઇંચનો ચાકુનો ટુકડો, ડોક્ટરે જણાવ્યું કેટલી ગંભીર છે સૈફની સ્થિતિ
- ડોક્ટર્સે ઓપરેશન બાદ સૈફ સલામત હોવાનું જણાવ્યું
- સ્પાઇનના હિસ્સામાં ગંભીર ઇજા પહોંચી હતી, પણ હવે સુરક્ષીત
- 2.5 ઇંચનો ચાકુનો ટુકડો સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યો
ATTACK ON SAIF ALI KHAN : બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર આજે જીવલેણ હુમલો થયો. તેમના ઘરમાં ઘુસેલા ચોરની સાથે તેમની મારામારી થઇ હતી. જેના કારણે ચોરે ચાકુ વડે હુમલો કરી દીધો હતો. જેમાં સૈફને 6 જગ્યાએ ખુબ જ ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. જેમાં કરોડરજ્જુમાં 2.5 ઇંચનો ચાકુનો ટુકડો સર્જરી કરીને કાઢવામાં આવ્યો હતો.
હાલ લીલાવતીમાં ચાલી રહી છે સારવાર
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખન હાલ લીલાવતી હોસ્પિટલમાં ICU માં સારવાર હેઠળ છે. અભિનેતા પર હુમલો બાદ ડોક્ટરની ટીમે તેમની સર્જરી કરી છે. તેઓ હાલ ખતરાથી બહાર છે. જો કે ડોક્ટર્સની ટીમે 24 કલાક મહત્વપુર્ણ ગણાવ્યા છે.
આ પણ વાંચો : Attack On Saif ali Khan: સૈફની કરોડરજ્જુમાંથી તુટી ગયેલો ચાકુનો ટુકડો કઢાયો, ICU માં દાખલ
ઓપરેશન કરનાર ડોક્ટર નિતિન ડાંગેએ આપી અપડેટ
લીલાવતી હોસ્પિટલના ન્યૂરો સર્જન ડૉ. નિતિન ડાંગેએ સૈફની સર્જરી કરી છે. તેમણે જણાવ્યું કે, સૈફ કાલે સવારે ICU માં શિફ્ટ કરી દેવામાં આવશે. એક બે દિવસ માં તેમને ડિસ્ચાર્જ આપી દેવાશે. ઓપરેશન બાદ ડોક્ટરે શરીર પર આવેલા ઘા અંગે વિસ્તારથી ચર્ચા કરી છે. લીલાવતી હોસ્પિટલના CEO ડૉ. નરીજ ઉત્તમાનીએ જણાવ્યું કે, સૈફના હાડકામાં 2.5 ઇંચનો ચાકુનો ટુકડો ફસાઇ ગયો હતો. જેને સર્જરી દ્વારા કાઢવામાં આવ્યો. સમગ્ર શરીર પર ઘાના કૂલ 6 નિશાન મળ્યા છે. જેમાં 2 ઘા ખુબ જ ઉંડા અને ઘાતક હતા.
આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલા અંગે કરીના કપુરે કર્યો મોટો ખુલાસો, આ હુમલો નહીં પણ...
એક પછી એક 6 ઘા કર્યા
બુધવારે રાત્રે 2 વાગ્યે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘુસી ગયા હતા. ચોરની સાથે સૈફના બાળકોની નૈનીની બોલાચાલી થઇ હતી. બોલાચાલી થતા સૈફ જાગી ગયો હતો અને પોતાના પરિવારને બચાવવા માટે ચોર સાથે ઘર્ષણ થયું હતું. ચોરે સૈફ પર ચાકુ વડે હુમલો કર્યો અને એક પછી એક કૂલ 6 ઘા કર્યા હતા.
ચાકુનો હિસ્સો બહાર કઢાયો
આ હુમલો એટલો ઘાતક હતો કે હુમલાખોરનું ચાકુ સૈફની કરોડરજ્જુમાં ભાંગી ગયું હતું. બીજો ઘા ગરદન પાસે લાગ્યો હતો. સૈફનનિી સ્પાઇનમાં વાગ્યા બાદ ચાકુનો 2.5 ઇંચનો ટુકડો તુટી ગયો હતો. જે અંદર જ ફસાઇ ગયો હતો. સર્જરી બાદ તે બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ તો સૈફ સંપુર્ણ ભયમુક્ત છે તેવું પણ ડોક્ટરે જણાવ્યું હતું. આગામી 2-3 દિવસમાં તેને રજા આપી દેવામાં આવશે.
આ પણ વાંચો : Rajkot: શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસે 4 શખસો વિરૂદ્ધ ગુનો નોંધ્યો


