Akshay Kumar એ અયોધ્યાના વાંદરાઓને આ અમૂલ્ય દિવાળી ભેટ આપી
- હનુમાનની વાનર સેના માટે રૂ. 1 કરોડ દાનમાં આપ્યા
- અક્ષય કુમારે તેના માતા-પિતાના નામે દાન કર્યું
- સિંઘમ અગેઇનમાં Akshay Kumar એ મહત્વના રોલમાં
Actor Akshay Kumar Donation : Actor Akshay Kumar એ પોતાની ફિલ્મો સાથે તેની સામાજિક કાર્યો માટે જાણિતો છે. Actor Akshay Kumar એ સૌથી વધુ સિપાહીઓ માટે મદદ થાય છે. ભારતના સૈનિકો માટે હંમેશા Actor Akshay Kumar એ કરોડોની આર્થિક સહાય પૂરી પાડી છે. તો ફરી એકવારા Actor Akshay Kumar એ પોતાની ઉદારતાનું પરિણામ આપ્યું છે. જોકે થોડા સમય પહેલા અક્ષયે મુંબઈની હાજી અલી દરગાહ માટે 1.21 કરોડ રૂપિયા દાન (Actor Akshay Kumar Donation) માં આપ્યા હતા.
હનુમાનની વાનર સેના માટે રૂ. 1 કરોડ દાનમાં આપ્યા
આ વખતે Akshay Kumar એ અયોધ્યાના વાંદરાઓ માટે પોતાનો ખજાનો ખોલ્યો છે. Akshay Kumar એ હનુમાનની વાનર સેના માટે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. અયોધ્યામાં હજારો અને લાખો વાંદરાઓ છે. Akshay Kumar એ તેમની મદદ માટે આગળ આવ્યા છે, જેથી તેઓને રોજ ભોજન મળી શકે. જગતગુરુ સ્વામી રાઘવાચાર્યજી મહારાજનું અંજન્ય સેવા ટ્રસ્ટ અયોધ્યામાં વાંદરાઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરે છે. તેઓ Akshay Kumar પાસે પહોંચ્યા અને તેમને આ પવિત્ર કાર્ય વિશે જણાવ્યું તો અક્ષયે દાન આપવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: Singham Again ને રિલીઝ પહેલા આડે આવી મંજુલિકા, મંજૂલિકાએ મારી બાજી
અક્ષય કુમારે તેના માતા-પિતાના નામે દાન કર્યું
આ સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી પ્રિયા ગુપ્તાએ જણાવ્યું હતું કે, મેં હંમેશા Akshay Kumar ને સારા દિલનો વ્યક્તિ માન્યો છે, તેમણે માત્ર દાન જ નથી કર્યું પરંતુ તેના માતા-પિતા અરુણા ભાટિયા અને હરિ ઓમ અને તેના સસરા રાજેશ ખન્નાના નામે સેવા કરવાની પણ વાત કરી હતી. તે માત્ર દાન જ નથી કરતા પણ તે દેશના સારા નાગરિક પણ છે. તેમણે સૂચન કર્યું છે કે, વાંદરાઓને ખવડાવતી વખતે કોઈપણ નાગરિકને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે અને ખોરાકને કારણે અયોધ્યાનીમાં કોઈ અસ્વચ્છતા ન ફેલાવી જોઈએ.
સિંઘમ અગેઇનમાં Akshay Kumar એ મહત્વના રોલમાં
Akshay Kumar ના વર્ક ફ્રન્ટની વાતમાં હાલમાં તેની આગામી ફિલ્મ સિંઘમ અગેઇનની રિલીઝ થવાની છે. જોકે આ ફિલ્મમાં લીડ રોલમાં અજય દેવગણ છે. તે ઉપરાંત આ ફિલ્મમાં Akshay Kumar એ મહત્વના રોલમાં જોવા મળશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગન અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર મહત્વની ભૂમિકામાં છે.
આ પણ વાંચો: Bhool Bhulaiya 3 : એક નહી પણ બે મંજૂલિકા તમને ડરાવવા તૈયાર...!