Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફિલ્મ ‘લાહોર 1947’માટે અભિનેતા આમિર ખાન અને સની દેઓલ સ્ક્રીન શેર કરશે!

આમિર ખાન અને સની દેઓલની ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. બંને આ ફિલ્મમાં સાથે કામ કરતાં જોવા મળશે. ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચા ચાલી રહી હતી, જેની હવે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ...
ફિલ્મ ‘લાહોર 1947’માટે અભિનેતા આમિર ખાન અને સની દેઓલ સ્ક્રીન શેર કરશે
Advertisement

આમિર ખાન અને સની દેઓલની ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. બંને આ ફિલ્મમાં સાથે કામ કરતાં જોવા મળશે. ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચા ચાલી રહી હતી, જેની હવે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરવાના હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ ફિલ્મમાં સની દેઓલ સાથે આમિર ખાન સ્ક્રીન શેર કરી શકે છે. પરંતુ હજુ સુધી આના વિશે કંઈ ખાસ જાણવા મળ્યું નથી.

આમિર ખાન અને સની દેઓલ સાથે જોવા મળશે

Advertisement

છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે બોલિવુડ એક્ટર આમિર ખાન અને સની દેઓલ એક ફિલ્મમાં સાથે કામ કરશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મને ફેમસ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરવાના છે. હવે આખરે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. ‘આમીર ખાન પ્રોડક્શન’ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ટાઈટલ ‘લાહોર 1947’ રાખવામાં આવ્યું છે.

Advertisement

Aamir Khan to produce Sunny Deol-Rajkumar Santoshi's 'Lahore, 1947'

ફિલ્મનું ટાઈટલ ‘લાહોર 1947’

પ્રોડક્શન દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે “હું અને આમિર ખાન પ્રોડક્શનની આખી ટીમ સની દેઓલ સાથેની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત અને ખુશ છીએ, જેના ડાયરેક્શન રાજકુમાર સંતોષી છે અને ફિલ્મનું ટાઈટલ લાહોર 1947 છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, “ટેલેન્ટેડ એક્ટર સની દેઓલ અને મારા ફેવરેટ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સાથે કોલોબ્રેટ કરવાનો આનંદ છે.”તમને જણાવી દઈએ કે ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ ફિલ્મમાં સની દેઓલ સાથે આમિર ખાન સ્ક્રીન શેર કરશે. પરંતુ હજુ સુધી આના વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. જે પોસ્ટ સામે આવી છે તેના પરથી એવું લાગે છે કે આમિર જ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે.

Sunny Deol announces new film Lahore 1947 after Gadar 2 success

શું હશે ‘લાહોર 1947’ની સ્ટોરી?

ફિલ્મ ‘લાહોર 1947’ની સ્ટોરી શું હશે, તે વિશે પ્રોડક્શન હાઉસ દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ફિલ્મના ટાઈટલ પરથી લાગે છે કે ફિલ્મની સ્ટોરી ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલી હોઈ શકે છે.અહિં આપણે આ બંને એક્ટરની આગામી રિલીઝ થયેલી ફિલ્મો અંગે વાત કરીએ તો, આમિર છેલ્લે વર્ષ 2022 માં રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી અને સની દેઓલ હાલમાં જ ગદર-2માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે 524 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ધૂમ મચાવી છે.

આ પણ વાંચો -   કમાણીના મામલામાં પણ ‘JAWAN’ છે કિંગ, બની હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

Tags :
Advertisement

.

×