Happy Birthday Aishwarya Rai: ફિલ્મને ટક્કર મારે તેવી લવ સ્ટોરી, અભિષેકે બાલ્કનીમાં કર્યું હતું પ્રપોઝ
- અભિનેત્રી ઐશ્વર્યા રાયનો આજે 52મો જન્મદિવસ (Aishwarya Abhishek Love Story)
- 'ગુરુ' ફિલ્મ દરમિયાન ઐશ્વર્યા-અભિષેક વચ્ચે પ્રેમ પાંગર્યો
- અભિષેકે ન્યૂયોર્કની હોટેલ બાલ્કનીમાં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું
- આ જોડી 20 એપ્રિલ, 2007ના રોજ લગ્નબંધને બંધાઈ
Aishwarya Abhishek Love Story : બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) આજે એટલે કે 1 નવેમ્બરે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વિશ્વ સુંદરીનો તાજ જીતવાથી લઈને બોલિવૂડની સફળ સુપરસ્ટાર બનવા સુધી, ઐશ્વર્યાની જીવન સફર હંમેશા ચર્ચામાં રહી છે. પરંતુ આજે તેમના જન્મદિવસ નિમિત્તે, અમે તમને તેમની અને અભિષેક બચ્ચનની રોમેન્ટિક પ્રેમ કહાણી (Romantic Love Story) વિશે જણાવી રહ્યા છીએ, જે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી સહેજ પણ ઓછી નથી.
મુલાકાત અને મિત્રતાનો પાયો – Bollywood Love Story
ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ની મુલાકાત સૌપ્રથમ ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે' (Dhaai Akshar Prem Ke, 2000) ના સેટ પર થઈ હતી, જ્યાંથી તેમની દોસ્તીની શરૂઆત થઈ. આ બાદ ફિલ્મ 'કુછ ના કહો' ના શૂટિંગ દરમિયાન તેમનો સંબંધ વધુ મજબૂત અને ગાઢ બનતો ગયો. જોકે, ત્યારે તેમના સંબંધો મિત્રતાથી આગળ વધ્યા નહોતા.
Happy Birthday Aishwarya Rai
'ગુરુ' ફિલ્મે પ્રેમનો માર્ગ ખોલ્યો – Abhishek Aishwarya Relationship
અભિષેક અને ઐશ્વર્યાની નિકટતા ત્યારે સૌથી વધુ વધી જ્યારે તેમણે એકસાથે 'ગુરુ' અને 'ઉમરાવ જાન' જેવી મહત્ત્વની ફિલ્મોમાં કામ કર્યું. 'ગુરુ' (Guru) ના શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો, અને અભિષેકે એ સમયે જ નક્કી કરી લીધું હતું કે તેઓ ઐશ્વર્યાને જ પોતાના જીવનસાથી બનાવશે.
આ પણ વાંચો : વૈશ્વિક લોકચાહના ધરાવતા Diljit Dosanjh ને ધમકી, આ રહ્યું અમિતાભ બચ્ચન કનેક્શન
ન્યૂયોર્કની બાલ્કનીમાં ફિલ્મી પ્રપોઝલ – Aishwarya Rai Proposal
અભિષેક બચ્ચને પોતાની રોમેન્ટિક પ્રપોઝલની કહાણી એક ઇન્ટરવ્યૂમાં જાતે જ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હું ન્યૂયોર્કમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. હું એક હોટેલની બાલ્કનીમાં ઊભો હતો અને મેં વિચાર્યું કે - કાશ, હું એક દિવસ ઐશ્વર્યા સાથે લગ્ન કરી શકું."
તેના થોડા મહિનાઓ પછી, જ્યારે તેઓ ફિલ્મ 'ગુરુ' ના પ્રીમિયર માટે ન્યૂયોર્ક આવ્યા, ત્યારે અભિષેકે ઐશ્વર્યાને એ જ બાલ્કની (New York Balcony) માં લઈ જઈને લગ્ન માટે પ્રપોઝ કર્યું. ઐશ્વર્યાએ આ યાદગાર પળને યાદ કરતા કહ્યું હતું કે, "તે ક્ષણ ખૂબ જ મધુર હતી - સાદી, સાચી અને દિલથી જોડાયેલી."
Aishwarya Rai And Abhishek Bachchan
અમિતાભ બચ્ચનની ભાવુક પ્રતિક્રિયા – Amitabh Bachchan Son Wedding
પ્રપોઝલ પછી અભિષેકે તરત જ પોતાના પિતા અમિતાભ બચ્ચનને ફોન કરીને ખુશખબર આપી. બિગ બીએ આ ક્ષણને યાદ કરતાં જણાવ્યું હતું કે, "મેં અભિષેકને કહ્યું - 'જલ્દી ઘરે આવો.' જ્યારે ઐશ્વર્યા ઘરે આવી, તો મેં તેમને પૂછ્યું કે શું તેઓ ખુશ છે. તેમણે હસીને 'હા' કહ્યું, અને મેં તેમને કહ્યું - 'આ ઘર હવે તમારું છે.'"
વિવાહ, પરિવાર અને ફિલ્મી સફર – Aaradhya Bachchan
આ સુપરસ્ટાર જોડી 20 એપ્રિલ, 2007ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ. વર્ષ ૨૦૨૫ માં તેમણે તેમની લગ્નની 18મી વર્ષગાંઠ ઉજવી. ઐશ્વર્યા અને અભિષેકની એક પુત્રી છે, જેનું નામ આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) છે, જેનો જન્મ 2011 માં થયો હતો. આ જોડીએ 'ગુરુ', 'ધૂમ ૨', 'રાવણ' છે.
આ પણ વાંચો : એક્ટ્રેસ મહિમા ચૌધરી લગ્નના જોડામાં દેખાઇ, પાપારાઝીને કહ્યું, 'મીઠાઇ ખાજો'


