Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રડતી ફેનને ગળે લગાવી: એશ્વર્યા રાયનો પેરિસનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું 'દયાળુ આત્મા'

પેરિસ ફેશન વીક દરમિયાન એશ્વર્યા રાય બચ્ચનનો માનવતા દર્શાવતો વીડિયો વાયરલ. અભિનેત્રીએ રડતી ફેનને ગળે લગાવી અને તેની સાથે ફોટો પડાવ્યો. ચાહકો કરી રહ્યા છે પ્રશંસા.
રડતી ફેનને ગળે લગાવી  એશ્વર્યા રાયનો પેરિસનો વીડિયો વાયરલ  લોકોએ કહ્યું  દયાળુ આત્મા
Advertisement
  • બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો વધુ એક વીડિયો વાયરલ (Aishwarya Rai Viral Video)
  • પેરીસમાં રડતી ફેનને શાંત કરતી હોય તેવો વીડિયો વાયરલ
  • ઐશ્વર્યા રાયે ફેનને પોતાની પાસે બોલાવીને તેના આંસુ લૂછ્યા

Aishwarya Rai Viral Video : બોલિવૂડની ગ્લોબલ આઇકન એશ્વર્યા રાય બચ્ચન તેની અદભૂત સુંદરતાની સાથે સાથે તેના દયાળુ અને પ્રેમાળ સ્વભાવ માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ભાવુક ફેન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી રહી છે. આ વીડિયો પેરિસનો છે, જ્યાં એશ્વર્યા પેરિસ ફેશન વીકમાં હાજરી આપવા માટે પહોંચી હતી.

પેરિસમાં ફેનને ગળે લગાવી

વાયરલ વીડિયોમાં દેખાય છે કે એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન એક બિલ્ડિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા. તે જ સમયે, તેમની એક મહિલા ફેન તેમને જોઈને રડવા લાગી. એશ્વર્યાએ સિક્યુરિટીને અવગણીને તરત જ તે ફેન તરફ આગળ વધી, તેને પ્રેમથી ગળે લગાવી, તેના આંસુ લૂછ્યા અને તેની સાથે તસવીરો પણ ખેંચાવી. જ્યારે આરાધ્યા પોતાની કારમાં બેસી ગઈ હતી. એશ્વર્યાનો આ ઉષ્માભર્યો વ્યવહાર જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર તેમના વખાણ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

યુઝર્સની પ્રતિક્રિયા અને પ્રશંસા

  • એશ્વર્યાના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓનો વરસાદ થઈ રહ્યો છે:
  • એક યુઝરે ટિપ્પણી કરી કે, "આ જ કારણ છે કે એશ્વર્યા તેની સુંદરતા સિવાય પણ ઓળખાય છે."
  • અન્ય એક યુઝરે તેમને 'દયાળુ આત્મા' ગણાવ્યા, જ્યારે અન્ય લોકોએ અન્ય કલાકારોને તેમનામાંથી શીખ લેવાની વાત કહી.

આ પહેલા પણ દયા બતાવી ચૂકી છે એશ્વર્યા (Aishwarya Rai Viral Video)

આ પહેલીવાર નથી જ્યારે એશ્વર્યા રાય બચ્ચને ચાહકો પ્રત્યે આટલી સહાનુભૂતિ દર્શાવી હોય. આ પહેલાં IIFA એવોર્ડ્સ 2024ના રેડ કાર્પેટ પર પણ એક એન્કર એશ્વર્યાને જોઈને રડવા લાગી હતી. ત્યારે પણ એશ્વર્યાએ તે એન્કરને ગળે લગાવીને સાંત્વના આપી હતી, જેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. એશ્વર્યાનો આ પ્રકારનો વ્યવહાર દર્શાવે છે કે તે પોતાની ગ્લેમરસ છબીથી પણ વધુ દયાળુ અને માયાળુ વ્યક્તિ છે.

આ પણ વાંચો   :   બાળ કલાકાર વીર શર્માનું 10 વર્ષે નિધન, શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગતા બન્યો બનાવ

Tags :
Advertisement

.

×