Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અક્ષય કુમારની દીકરી નિતારાને કોણે ન્યૂડ ફોટો મોકલવા કહ્યું? ચોંકાવનારો ખુલાસો

13 વર્ષીય દીકરી નિતારા સાથે ઓનલાઇન ગેમમાં બની ઘટના. સાયબર સુરક્ષાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની માગ.
અક્ષય કુમારની દીકરી નિતારાને કોણે ન્યૂડ ફોટો મોકલવા કહ્યું  ચોંકાવનારો ખુલાસો
Advertisement
  • સાયબર અવેરનેસ મંથના કાર્યક્રમમાં અક્ષયકુમારે કર્યો ખુલાસો (Akshay Kumar Daughter )
  • 13 વર્ષીય દીકરી નિતારા સાથે ઓનલાઇન ગેમમાં બની ઘટના
  • ઓનલાઈન ગેમમાં અજાણ્યા વ્યક્તિએ નિતારા સાથે કરી માગ
  • "શું તમે મને તમારા ન્યૂડ ફોટો મોકલી શકો છો?"

Akshay Kumar Daughter  : ઑક્ટોબર 2025માં આયોજિત 'સાયબર અવેરનેસ મંથ'ના એક કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો, જે તેમની 13 વર્ષીય દીકરી નિતારા સાથે સંકળાયેલો છે. તેમણે જણાવ્યું કે નિતારા એક ઓનલાઈન મલ્ટિપ્લેયર ગેમ રમી રહી હતી, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેને આપત્તિજનક તસવીરો મોકલવા માટે કહ્યું. આ ઘટનાએ ઓનલાઈન વિશ્વમાં બાળકોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

નમ્ર વાતચીતથી શરૂઆત અને પછી અશ્લીલ માગણી (Akshay Kumar Daughter )

અક્ષય કુમારે વિગતો આપતા કહ્યું કે નિતારા ગેમ રમતી વખતે અજાણ્યા લોકો સાથે વાતચીત કરતી હતી. શરૂઆતમાં, તે વ્યક્તિએ ખૂબ જ નમ્રતાથી સંવાદ શરૂ કર્યો હતો, જેમ કે "ખૂબ સરસ", "શાનદાર", "તમે ક્યાંથી છો?" જેવા સામાન્ય પ્રશ્નો પૂછ્યા. જેના કારણે નિતારાને તેની નિયત પર કોઈ શંકા ન થઈ. વાતચીત દરમિયાન, જ્યારે તે વ્યક્તિએ પૂછ્યું, "તમે મેલ છો કે ફિમેલ?" અને નિતારાએ "ફિમેલ" જવાબ આપ્યો, ત્યારે થોડા જ સમય પછી તે વ્યક્તિએ અચાનક પૂછ્યું, "શું તમે મને તમારા ન્યૂડ ફોટો મોકલી શકો છો?"

Advertisement

Advertisement

 માતા-પિતા સાથેના સંવાદનું મહત્વ

અક્ષય કુમારે જણાવ્યું કે નિતારાએ તરત જ ગેમ બંધ કરી દીધી. આટલું જ નહીં, તેણે આ સમગ્ર ઘટનાની જાણ તેની માતા ટ્વિન્કલ ખન્નાને કરી. અક્ષયે ભારપૂર્વક કહ્યું કે, "મારી દીકરીએ એકદમ યોગ્ય કામ કર્યું. ડરવાને બદલે તે અમારી સાથે ખુલ્લીને વાત કરી શકી, અને આ જ સૌથી મહત્ત્વની વાત છે." તેમણે ચેતવણી આપી કે ઘણીવાર બાળકો ડરના માર્યા આવી ઘટનાઓ વિશે જણાવતા નથી અને આ રીતે શોષણનો શિકાર બની જાય છે. આ મામલો બ્લેકમેલિંગ સુધી પહોંચી શકે છે અને ઘણા કિસ્સાઓમાં આત્મહત્યા જેવી દુઃખદ ઘટનાઓ પણ સામે આવી છે.

સાયબર સુરક્ષાને શિક્ષણમાં સામેલ કરવાની અપીલ

આ ઘટનાના સંદર્ભમાં, અક્ષય કુમારે સરકાર અને શિક્ષણ પ્રણાલીને આગ્રહ કર્યો કે સાયબર સુરક્ષાને શાળાના અભ્યાસક્રમમાં ફરજિયાતપણે સામેલ કરવામાં આવે. તેમણે સૂચન કર્યું કે 7મા ધોરણથી 9મા ધોરણ સુધી સાયબર સુરક્ષાનો એક વિશેષ વર્ગ હોવો જોઈએ, જેથી બાળકો જાગૃત બને અને આવા ઓનલાઈન જોખમોથી પોતાને સુરક્ષિત રાખી શકે.

આ પણ વાંચો : રશ્મિકા-વિજય દેવરકોંડાએ ગુપ્ત રીતે સગાઈ કરી? 2026માં લગ્નની ચર્ચા શરૂ

Tags :
Advertisement

.

×