ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Akshay Kumar: અખબારમાં ભત્રીજીની તસવીર જોઈ ભાવુક થયો ખેલાડી કુમાર! જાણો સિમર ભાટિયા વિશે

સિમર શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઇક્કીસ' થી ડેબ્યૂ કરશે.
07:37 AM Jan 07, 2025 IST | Vipul Sen
સિમર શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઇક્કીસ' થી ડેબ્યૂ કરશે.
Akshay_Gujarat_first
  1. અક્ષય કુમાર અખબારમાં ભત્રીજીની તસવીર જોઈ ભાવુક થયો
  2. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખી ભાવુક નોટ
  3. એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી સિમર ભાટિયા

બોલિવૂડ ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) આજકાલ તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. ગઈકાલે તેની ફિલ્મ સ્કાય ફોર્સનું (Sky Force) ટ્રેલર રિલીઝ થયું હતું, જેને સલમાન ખાન (Salman Khan) સહિત ચાહકોએ ખૂબ વખાણ્યું છે. જો કે, કેટલાક લોકો આ ફિલ્મને ફાઇટરની કોપી પણ કહી રહ્યા છે. દરમિયાન, અભિનેતા તેની ભત્રીજી સિમર ભાટિયાની તસવીર જોઈને ભાવુક થઈ ગયો છે.

અક્ષય કુમારની ભત્રીજીનું નામ સિમર ભાટિયા (Simar Bhatia) છે અને તે હવે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સિમર શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઇક્કીસ' થી ડેબ્યૂ કરશે. આમાં તેની જોડી અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) પૌત્ર અગસ્ત્ય નંદા (Agastya Nanda) સાથે છે. ભત્રીજીની અભિનય કારકિર્દીની શરૂઆત પહેલા, તેના મામા અને અભિનેતા અક્ષય કુમાર ભાવુક થયો છે.

અખબારમાં ભત્રીજીની તસવીર જોઈને ખુશ થયો અભિનેતા

બોમ્બે ટાઈમ્સે વર્ષ 2025 માં ડેબ્યૂ કરી રહેલા સ્ટાર્સ પર એક લેખ પ્રકાશિત કર્યો હતો. અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયાનું (Simar Bhatia) નામ અને તેની સુંદર તસવીર પણ તેમાં છપાયેલી છે. અભિનેતાએ આ તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ સાથે તેણે એક હ્રદયસ્પર્શી નોંધ પણ લખી છે. અભિનેતાની ટિપ્પણીને જોતા, એવું માની શકાય છે કે તે અખબારમાં ભત્રીજીની તસવીર જોઈને તે ખૂબ ખુશ છે.

આ પણ વાંચો - Pushpa 2 એ રચ્યો ઈતિહાસ,1200 કરોડ પાર કરનારી પ્રથમ ફિલ્મ બની

ભત્રીજી માટે ભાવનાત્મક નોંધ લખી

અક્ષય કુમારે (Akshay Kumar) લખ્યું, 'જ્યારે મેં પહેલીવાર અખબારનાં કવર પેજ પર મારી તસવીર જોઈ ત્યારે મને લાગ્યું કે આ સૌથી મોટી ખુશી છે. પરંતુ, આજે મને સમજાયું કે તમારા બાળકની તસવીર જોઈને તેનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે. જો આજે મારી માતા હોત તો તેણે કહ્યું હોત, 'સિમર પત્તર, તું તો કમાલ હૈ'. સિમરને અભિનંદન આપતા અભિનેતાએ લખ્યું કે, 'બેટા તને મારો આશીર્વાદ છે. ઊંચાઈને સ્પર્શવા માટે આખું આકાશ તમારું છે. સિમર ભાટિયાએ પણ ઈન્સ્ટા સ્ટોરી પર અક્ષય કુમારની પોસ્ટ શેર કરી છે.

આ પણ વાંચો - 'Gadar 3' ને લઈ અભિનેત્રી અમીષા પટેલે આપ્યું મોટું અપડેટ! કહી આ વાત

કોણ છે અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા?

સિમર (Simar Bhatia) વિશે તમને જણાવી દઈએ કે તે અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે. અલકાની પુત્રી સિમરનો જન્મ તેના પહેલા લગ્નથી થયો હતો, પરંતુ બાદમાં બંનેએ છૂટાછેડા લીધા હતા. આ પછી અક્ષય કુમારની બહેને વર્ષ 2012 માં બિઝનેસમેન સુરેન્દ્ર હિરાનંદાની સાથે લગ્ન કર્યા હતા. હવે, સિમર તેના મામા અક્ષયની જેમ ફિલ્મો દ્વારા ચાહકોનાં દિલ પર રાજ કરવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો - Actress Sandhya Naidu એ કાસ્ટિંગ કાઉસનો ચોંકાવનારો ખુલાસો કર્યો

Tags :
Agastya Nandaakshay kumarAlka BhatiaAmitabh BachchanBollywood kidsBreaking News In GujaratiEntertainment NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In Gujaratisalman khanSimar BhatiaSky Force
Next Article