અક્ષય કુમારે યાદ કરી Govardhan Asrani સાથેની અંતિમ મુલાકાત! કહ્યું - બોલિવૂડને મોટું નુકસાન...
- અભિનેતા Govardhan Asrani ને યાદ કરીને અક્ષય કુમારે શેર કરી ઇમોશનલ પોસ્ટ
- બોલિવૂડ માટે દુઃખદ સમાચાર : ગોવર્ધન અસરાનીનું નિધન
- હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાનીના અવસાનથી શોકમગ્ન બોલિવૂડ
- અક્ષય કુમારે યાદ કરી Asrani સાથેની અંતિમ મુલાકાત
Akshay Kumar emotional post : હિન્દી સિનેમાએ દિવાળીના પાવન અવસરે એક દિગ્ગજ અભિનેતા (Govardhan Asrani) ને ગુમાવ્યા છે. બોલિવૂડના પીઢ અભિનેતા અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાની (Govardhan Asrani) નું નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી માત્ર તેમના ચાહકો જ નહીં, પણ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. આ આઘાતથી અભિનેતા અક્ષય કુમાર પણ મુક્ત રહી શક્યા નથી. અક્ષય માટે આ સમાચાર એટલા અવિશ્વસનીય હતા કે તેમને વિશ્વાસ જ નહોતો થતો કે હસાવનારો આ કલાકાર હવે આપણી વચ્ચે નથી.
અક્ષય કુમારને લાગ્યો ઊંડો આઘાત
અસરાનીજીના નિધન બાદ, અક્ષય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને પોતાના દુઃખને વ્યક્ત કર્યું હતું. અક્ષય અને અસરાની (Akshay and Asrani) નો સંબંધ માત્ર સહ-કલાકારો પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તેમની વચ્ચે ફિલ્મી પડદે અને બહાર પણ એક મજબૂત બોન્ડિંગ હતું. અક્ષયે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તેઓ હાસ્ય કલાકારના નિધનથી "અવાચક" છે, જે દર્શાવે છે કે આ સમાચાર તેમના માટે કેટલા આઘાતજનક છે.
'હૈવાન'ના સેટ પર Govardhan Asrani ની સાથે છેલ્લી મુલાકાત
અક્ષય કુમારે અસરાની સાથેનો પોતાનો એક ફોટો શેર કરીને એક સપ્તાહ પહેલા થયેલી તેમની છેલ્લી મુલાકાત યાદ કરી હતી. અક્ષયે લખ્યું કે એક અઠવાડિયા પહેલા જ, તેમની આગામી ફિલ્મ હૈવાનના શૂટિંગ દરમિયાન તેઓ બંને એકબીજાને ગળે મળ્યા હતા. આ છેલ્લી મુલાકાતનું સ્મરણ અક્ષય માટે ભાવનાત્મક ક્ષણ બની ગયું. અક્ષય કુમારે અસરાનીજીના વ્યક્તિત્વ અને કલાની પ્રશંસા કરતા લખ્યું કે તેમનો "કોમિક ટાઇમિંગ અદ્ભુત" હતો. અક્ષયે યાદ કર્યું કે તેમણે પોતાની અનેક લોકપ્રિય ફિલ્મોમાં અસરાની સાથે કામ કર્યું હતું.
Speechless with grief at the passing of Asrani ji. We had just shared the warmest of hugs just a week back at the shoot of Haiwaan. Bahot pyare insaan the…he had the most legendary comic timing. From all my cult films Hera Pheri to Bhagam Bhag to De Dana Dan, Welcome and now our… pic.twitter.com/yo7wXnGO1Z
— Akshay Kumar (@akshaykumar) October 20, 2025
તેમની ફિલ્મોની યાદીમાં 'હેરા ફેરી', 'ભાગમ ભાગ', 'દે દાના દાન', અને 'વેલકમ' જેવી સુપરહિટ કોમેડી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અસરાની તેમની આવનારી ફિલ્મો ભૂત બાંગ્લા અને હૈવાનમાં પણ અક્ષય સાથે જોવા મળવાના હતા, જેના કારણે આ નુકસાન અક્ષય માટે અંગત અને વ્યાવસાયિક બંને રીતે મોટું છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક મોટું નુકસાન
અંતમાં, અક્ષય કુમારે શોક વ્યક્ત કરતા કહ્યું કે અસરાનીજીનું જવું ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે "એક મોટું નુકસાન" છે. અક્ષયે લખ્યું, "ભગવાન તમને આશીર્વાદ આપે અસરાની સર. અમને હસવાના લાખ કારણો આપવા બદલ. ઓમ શાંતિ."
આ પણ વાંચો : શોલેના જેલર: અસરાનીના આઇકોનિક 'હમ અંગ્રેજો કે જમાને કે...' રોલ પાછળ છે હિટલરનું રહસ્ય!


