Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અક્ષય કુમાર આંખમાં થઈ ગંભીર ઇજા, ઘટના સ્થળે જ ડોક્ટર્સને બોલાવાયા

Actor Akshay Kumar Injured : લોકપ્રિય બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર HOUSE FULL 5 ના સેટ પર ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.
અક્ષય કુમાર આંખમાં થઈ ગંભીર ઇજા  ઘટના સ્થળે જ ડોક્ટર્સને બોલાવાયા
Advertisement
  • Akshay kumar થયો Housefull 5 ના સેટ પર ઇજાગ્રસ્ત
  • આંખમા ગંભીર ઇજા થવાના કારણે સેટ પર જ ડોક્ટરને બોલાવાયા
  • જો કે કલાક આરામ કર્યા બાદ એક્ટર ફરી એકવાર શૂટિંગ પર પરત ફર્યો

Actor Akshay Kumar Injured : લોકપ્રિય બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર HOUSE FULL 5 ના સેટ પર ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. હાઉસફુલ -5 નું શુટિંગ ચાલી રહ્યું છે. આ શુટિંગ દરમિયાન સ્ટંટ કરવા જતા અભિનેતા ઇજાગ્રસ્ત થયો હતો. અક્ષય કુમારની આંખમાં ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર પોતાના સ્ટંટ પોતે જ કરવાનો આગ્રહ રાખે છે. આ સ્ટંટના શુટ દરમિયાન જ અક્ષય કુમાર સાથે દુર્ઘટના ઘટી હતી.

સ્ટંટ કરવા દરમિયાન આંખ સાથે અથડાઇ કોઇ વસ્તું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટંટ કરતા સમયે અક્ષયની આંખ સાથે કોઇ વસ્તુ અથડાઇ હતી. જેના કારણે તેને તુરંત જ સારવાર આપવામાં આવી હતી. સેટ પર જ આંખના નિષ્ણાંત ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. અક્ષયે આંખ પર પટ્ટી બાંધીને થોડા સમય માટે આરામ કરવા માટે મોકલી દેવાયો હતો. જ્યારે અન્ય અભિનેતાઓએ શૂટિંગ ફરી એકવાર શરુ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર પોતાની ડિસિપ્લિન અને એનર્જીના કારણે જાણીતો છે.

Advertisement

આ પણ વાંચો : JNU માં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન પથ્થરમારો, તંગ સ્થિતિ સર્જાઈ

Advertisement

ઇજાના કલાકો બાદ જ એક્ટર પરત ફર્યો

જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, અક્ષય કુમારને આરામમાં મોકલાયાના કલાકોમાં જ તે શુટિંગ પર પરત ફર્યો હતો. હાઉસફુલ-5 નું શુટિંગ અંતિમ તબક્કામાં છે. અક્ષય કુમાર હાલ હાઉસફુલ-5 નું શુટિંગ કરી રહ્યો છે. આ શુટિંગ અંતિમ તબક્કામાં છે. તે સેટ પર પોતાની એનર્જી અને ઝડપી કામ કરવાની આદતના કારણે પ્રખ્યાત છે. સેટ પરના લોકો આજના દિવસે શૂટિંગ બંધ રહે તેવો અંદાજ લગાવી રહ્યા હતા. જો કે કલાકમાં જ એક્ટર પરત ફર્યો હતો. શૂટિંગને ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેણે પોતાના સીન શુટ પણ તેટલી જ પ્રતિબદ્ધતા સાથે કર્યા હતા.

સેટ પર કલાકારો સાથે બનતી રહે છે દુર્ઘટના

સેટ પર કલાકારો સાથે અનેકવાર દુર્ઘટના બનતી હોય છે. અગાઉ દીપિકા પાદુકોણ સેટ પર બિમાર પડી ગઇ હતી. આ ઉપરાંત અભિનેતા શ્રેયસ તલપડેને શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. શ્રેયસ વેલકમ ટુ ધ જંગલનું શુટિંગ કરી રહ્યો હતો. અચાનક ઢળી પડ્યો હતો. ત્યાર બાદ લાંબા સમય સુધી તેની સારવાર ચાલી હતી. તેણે પોતાનો પુનર્જન્મ થયો હોવાની વાત કરી હતી.

આ પણ વાંચો : Banaskantha: ભારતમાલા પ્રોજેક્ટને લઈને બનાસકાંઠાના ખેડૂતો લડી લેવાના મૂડમાં, જાણો વિરોધનું કારણ

જુલાઇ મહિનામાં રિલિઝ થઇ રહી છે ફિલ્મ

ભૂલ ભુલૈયા 3 ના શૂટિંગ દરમિયાન માધુરી સાથે ડાન્સ કરતા દરમિયાન વિદ્યા બાલન પણ પડી ગઇ હતી. જો કે તેને પગમાં સામાન્ય મચકોડ હોવાના કારણે ફરી વાર શુટિંગ શરૂ કરી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઉસફુલ -5 માં અક્ષય કુમાર ઉપરાંત રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, શ્રેયસ તલપડે, ચંકી પાંડે, જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી, ફરદીન ખાન સહિતના અનેક કલાકારો છે. તરુણા મનસુખાની ફિલ્મના નિર્દેશક છે અને 2025 માં જૂનના પ્રથમ અઠવાડીયે તે રિલિઝ થાય તેવી શક્યતા છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodNow (@bollywoodnow)

આ પણ વાંચો : આ દેશમાં પુરુષો સૌથી વધુ હિંસા અને અત્યાચારનો શિકાર બને છે

Tags :
Advertisement

.

×