Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AKSHAY KUMAR ની ફિલ્મ SARFIRA ની ફક્ત 3 હજાર જ TICKETS વેચાઈ!

SARFIRA ADVANCE BOOKING : અક્ષય કુમારનો છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. તેની લાસ્ટ આવેલી ફિલ્મ BADE MIYAN CHOTE MIYAN બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ સાબિત થઈ હતી. એટલું જ નહીં પરંતુ તેની આવનારી ફિલ્મો વિશે પણ...
akshay kumar ની ફિલ્મ sarfira ની ફક્ત 3 હજાર જ tickets વેચાઈ
Advertisement

SARFIRA ADVANCE BOOKING : અક્ષય કુમારનો છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. તેની લાસ્ટ આવેલી ફિલ્મ BADE MIYAN CHOTE MIYAN બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ સાબિત થઈ હતી. એટલું જ નહીં પરંતુ તેની આવનારી ફિલ્મો વિશે પણ BUZZ લગભગ નહિવત પ્રમાણમાં દેખાઈ રહી છે. તેની આગામી ફિલ્મ SARFIRA આવતી કાલે સિનેમા ઘરોમાં આવવા માટે તૈયાર છે ત્યારે ફિલ્મને લઈને ખૂબ જ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રિલીઝ પહેલા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ કમાણી કરે તેવું લાગતું નથી.

ADVANCE BOOKING માં SARFIRA ની વેચાઈ આટલી જ TICKETS

Advertisement

અક્ષય કુમારની ગણતરી હાલ ભારતના મોટા કલાકારોમાં થાય છે. તેમની ફિલ્મ જ્યારે પણ આવે છે ત્યારે તેનાથી અપેક્ષા હોય છે કે તે સારી કમાણી કરશે, અક્ષય કુમારની SARFIRA ફિલ્મના ADVANCE BOOKING ના આંકડા જોઈને તેવું લાગી નથી રહ્યું કે, ફિલ્મ સારી કમાણી કરશે. આ ફિલ્મ ADVANVCE BOOKING ના આંકડા ખૂબ જ ખરાબ છે. મળતી માહિતી અનુસાર, SARFIRA ફિલ્મએ અત્યાર સુધીમાં 3,939 ટિકિટ વેચી છે અને કુલ 7.23 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ADVANVCE BOOKING ના મામલામાં અક્ષયની આ ફિલ્મ સેલ્ફી ફિલ્મ કરતા પણ પાછળ છે.

Advertisement

INDIAN 2 આ મામલે ઘણી આગળ

SARFIRA ની સાથે કમલ હાસનની ફિલ્મ INDIAN 2 પણ RELEASE થવા જઈ રહી છે. તે ફિલ્મના ADVANCE BOOKING ની વાત કરીએ તો, જ્યાં અક્ષય કુમારની ફિલ્મ મુશ્કેલથી 3 હજાર ટિકિટ જ વેંચી શક્યું છે ત્યાં સામે INDIAN 2 ની 1 લાખ 31 હજાર કરતાં વધુ ટિકેટ્સ વહેંચાઈ ગઈ છે. INDIAN 2 એ અત્યાર સુધીમાં લગભગ 2.24 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો : Amitabh Bachchan- 82 વરસે ય અભિનયમાં એ જ જુસ્સો,એ જ ઝનૂન

Tags :
Advertisement

.

×