Alia Bhatt એ કર્યો કાંડ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
- Alia Bhatt ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
- Alia Bhattના નવા ઘરની તસવીરો વાયરલ
- આલિયા ભટ્ટે પાપારાઝી ને ફટકાર લગાવી
બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ કપૂરે પોતાની અંગત જિંદગી અને પરિવારની પ્રાઇવસીનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. પછી ભલે તે તેમના બાળકની વાત હોય કે ઘર-પરિવારની. આલિયા કોઈપણ ફોટો કે વીડિયો સરળતાથી વાયરલ થવા દેતી નથી. જોકે, તાજેતરમાં તેમના નવા ઘરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ જેમ ફેલાઈ રહ્યો છે. આલિયા અને રણબીર કપૂરે મળીને બનાવેલા આ નવા ઘરની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેનાથી આલિયા ભટ્ટ ગુસ્સે થઈ ગયા છે. આ ઘટનાને લઈને અભિનેત્રીએ તેમના ચાહકો અને પાપારાઝી માટે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેઓ પ્રાઇવસીમાં દખલ કરનારાઓને ફટકાર લગાવી છે.
View this post on Instagram
Alia Bhatt ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
આલિયાએ પોતાની પોસ્ટમાં વધુ લખ્યું, હું સમજું છું કે મુંબઈ જેવા શહેરમાં જગ્યાની કમી હોય છે, અને ક્યારેક તમારી બારીમાંથી કોઈના ઘરનો નજારો દેખાઈ જાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે કોઈને કોઈના ઘરનો વીડિયો રેકોર્ડ કરીને તેને ઓનલાઈન મૂકવાનો અધિકાર મળી જાય. અમારા નવા ઘરનો એક વીડિયો વાયરલ થયો, એ ઘર હજુ નિર્માણાધીન છે, અમારી જાણકારી કે સંમતિ વિના અનેક પ્રકાશનો દ્વારા રેકોર્ડ અને શેર કરવામાં આવ્યો છે. કોઈના સ્થળનો વીડિયો કે તસવીરો બનાવવા એ કન્ટેન્ટ નથી, એ ગેરકાયદેસર દખલગીરી છે. આને ક્યારેય સામાન્ય ગણવું જોઈએ નહીં.
Alia Bhatt ગુસ્સે ભરાઇ
આલિયાએ વધુમાં કહ્યું, જરા વિચારો, શું તમે તમારા ઘરની અંદરના વીડિયોને તમારી જાણ વિના જાહેરમાં શેર થતા જોઈ શકો? અમે કોઈ પણ આવું સહન નહીં કરીએ. તેથી, હું વિનંતી કરું છું કે જો તમને ઓનલાઈન આવી કોઈ સામગ્રી જોવા મળે, તો કૃપા કરીને તેને ફોરવર્ડ કે શેર ન કરો. અમારા મીડિયાના મિત્રો, જેમણે આ તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે, તેમને હું વિનંતી કરું છું કે તેઓ તેને તાત્કાલિક હટાવી લે.”
આલિયાની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી દીધી છે. તેમના ચાહકો તેમની સમર્થન કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો પાપારાઝી અને મીડિયાની આવી હરકતો પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ ઘટના એકવાર ફરીથી અધિકાર અને સેલિબ્રિટીઝની વ્યક્તિગત જિંદગીમાં દખલગીરીના મુદ્દાને ચર્ચામાં લાવી છે. આલિયા અને રણબીરનું નવું ઘર, જે બાંદ્રામાં નિર્માણાધીન છે, તે એક લક્ઝરીયસ બંગલો હોવાનું કહેવાય છે, પરંતુ આ વીડિયો લીક થવાથી બંને સ્ટાર્સની ચિંતામાં વધારો થયો છે. આલિયાની આ કડક ચેતવણી બાદ મીડિયા અને ચાહકોમાં આ મુદ્દે સંવેદનશીલતા વધે તેવી આશા છે.
આ પણ વાંચો: રસોઇયા દિલીપના ડાન્સને લઇને Farah Khan અને કિંગ શાહરૂખ વચ્ચે થઇ નોંકઝોંક!જુઓ વીડિયો


