Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આલિયા-રણબીર દિવાળી પર કરશે નવા ઘરમાં ગૃહ પ્રવેશ, 250 કરોડના બંગ્લામાં શું છે ખાસ?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવાળીએ મુંબઈના પાલી હિલ સ્થિત તેમના ₹250 કરોડના 6 માળના નવા બંગલામાં ગૃહપ્રવેશ કરશે. આ ઘરની પ્રોપર્ટી પુત્રી રાહાના નામે નોંધાયેલી છે. આલિયા-રણબીરનું આ આલીશાન ઘર ખાસ છે કારણ કે તેમાં રણબીરના દિવંગત પિતા ઋષિ કપૂરને સમર્પિત એક ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે.
આલિયા રણબીર દિવાળી પર કરશે નવા ઘરમાં ગૃહ પ્રવેશ  250 કરોડના બંગ્લામાં શું છે ખાસ
Advertisement
  • દિવાળી પર નવા ઘરમાં પ્રવેશ કરશે રણબીર અને આલિયા ( Ranbir Alia Griha Pravesh)
  • મુંબઈના પાલી હિલ વિસ્તારમાં બનાવ્યો છે આલિશાન બંગ્લો
  •  બોલીવુડના સૌથી મોંઘા ઘરોમાંનો છે બંગ્લો

Alia Ranbir Kapoor House : બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને તેમના પતિ રણબીર કપૂર આ વર્ષની દિવાળી (Diwali) પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ (Griha Pravesh) સાથે ઉજવશે. મુંબઈના પાલી હિલ (Pali Hill) વિસ્તારમાં આવેલો આ આલીશાન બંગલો (Bungalow) ઘણા સમયથી નિર્માણાધીન હતો, અને હવે આ દંપતીના જીવનની એક નવી શરૂઆત થશે. પોતાના સપનાના આ ઘરના નિર્માણ માટે બંને ઉત્સાહિત હતા અને નિયમિતપણે તેની મુલાકાત લેતા હતા. આ ઘર બોલિવૂડની સેલિબ્રિટીઝના સૌથી મોંઘા ઘરો (Most Expensive Houses) માંનું એક ગણાશે.

આલિયા અને રણબીર કપૂરે પોતે તેમના ચાહકોને ગૃહપ્રવેશની સત્તાવાર માહિતી આપી હતી, પરંતુ સાથે જ આ ખાસ અવસર પર ગોપનીયતા (Privacy) જાળવવા માટે પણ અપીલ કરી હતી. એક નિવેદનમાં દંપતીએ લખ્યું:

Advertisement

"દિવાળી સંપૂર્ણપણે કૃતજ્ઞતા અને નવી શરૂઆત વિશે છે. અમે અમારા નવા ઘરમાં પગ મૂકી રહ્યા છીએ, ત્યારે અમે તમારા પ્રેમ અને સમર્થન માટે આભારી છીએ."

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

રૂ.250 કરોડનો આ બંગલો કેમ છે ખાસ? ( Ranbir Alia Griha Pravesh)

મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં બનેલો આ 6 માળનો બંગલો (6-storey Bungalow) કપૂર પરિવારના જૂના ઘર 'કૃષ્ણા રાજ' બંગલાની જગ્યાએ જ બનાવવામાં આવ્યો છે.

કિંમત અને રહેવાસી:

  • આ વૈભવી બંગલાની કિંમત લગભગ રૂ.250 કરોડ છે. અહીં રણબીર, આલિયા, તેમની પુત્રી રાહા (Raha) અને માતા નીતુ કપૂર (Neetu Kapoor) સાથે રહેશે.

ખાસિયતો:

  1. ઘરમાં ટેરેસ ગાર્ડન (Terrace Garden), આલીશાન ઇન્ટિરિયર અને આધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઋષિ કપૂરને સમર્પિત રૂમ:

  • આ ઘરમાં રણબીરના દિવંગત પિતા ઋષિ કપૂર (Rishi Kapoor) ના નામ પર એક ખાસ રૂમ સમર્પિત (Dedicated Room) કરવામાં આવ્યો છે. અહીં ઋષિ કપૂરનાં પુસ્તકો, તેમની પ્રિય ખુરશી અને કબાટ જેવી વસ્તુઓ મૂકવામાં આવી છે, જે તેમની યાદોને જીવંત રાખે છે.

રાહાના નામે પ્રોપર્ટી:

  • આ સમગ્ર પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન દંપતીની પુત્રી રાહાના નામ (Registered in Raha's Name) પર કરવામાં આવ્યું છે.

ડિઝાઇન:

  • આખા ઘરમાં હાઇ-એન્ડ ફ્લોરિંગ છે અને લાકડાના ટેક્સચર સાથેની બારીઓ એવી રીતે બનાવવામાં આવી છે કે પૂરતો તડકો આવે. ગ્રે અને ઓફ-વ્હાઇટ ટોનનો ઉપયોગ કરીને ઘરને વિન્ટેજ લુક (Vintage Look) આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભયાનક ઘટના! કપિલ શર્માના કેનેડિયન કેફે પર ત્રીજી વાર ગોળીબાર, આ ગેંગે લીધી જવાબદારી

Tags :
Advertisement

.

×