ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જેલમાંથી છૂટ્યા બાદ Allu Arjun નું પહેલું નિવેદન, પરિવારને મળ્યો, Video Viral

જેલમાંથી છૂટ્યા બાદ Allu Arjun નું પહેલું નિવેદન 'ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું! - Allu Arjun પત્ની અને બાળકોને મળ્યા બાદ અલ્લુ અર્જુન ભાવુક થયો સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ને 14 ડિસેમ્બર 2024 ના રોજ...
11:45 AM Dec 14, 2024 IST | Dhruv Parmar
જેલમાંથી છૂટ્યા બાદ Allu Arjun નું પહેલું નિવેદન 'ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું! - Allu Arjun પત્ની અને બાળકોને મળ્યા બાદ અલ્લુ અર્જુન ભાવુક થયો સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ને 14 ડિસેમ્બર 2024 ના રોજ...
  1. જેલમાંથી છૂટ્યા બાદ Allu Arjun નું પહેલું નિવેદન
  2. 'ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું! - Allu Arjun
  3. પત્ની અને બાળકોને મળ્યા બાદ અલ્લુ અર્જુન ભાવુક થયો

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ને 14 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 7 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેની પ્રથમ ઝલક સામે આવી છે. 'પુષ્પા 2' એક્ટર જેલની બહાર આવતાની સાથે જ પહેલા તેની પત્ની અને બાળકોને મળ્યો અને પછી મહિલાના મૃત્યુ અંગે મૌન તોડ્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુન (Allu Arjun)નું પહેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જેમાં તેને કાયદાના સન્માન અને સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં વાત કરતા સાંભળી શકાય છે. આટલું જ નહીં શનિવારે જેલમાંથી છૂટ્યા બાદ અભિનેતા અલ્લુએ પણ પોલીસ અધિકારીઓને અને કાયદાકીય કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપ્યું હતું.

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુનનું પહેલું નિવેદન...

હૈદરાબાદ જેલમાંથી બહાર આવ્યા પછી તરત જ, અલ્લુ અર્જુન (Allu Arjun) તેના જ્યુબિલી હિલ્સના ઘરની બહાર મીડિયા અને તેના ચાહકોને મળ્યો. અભિનેતાએ કહ્યું, 'ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું! હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને આ મામલે તેમને સંપૂર્ણ સહકાર આપીશ. આ મુશ્કેલ સમયમાં તેમના પ્રશંસકોના અતૂટ સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા, 41K અભિનેતાએ પણ નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો. તેણે તેને અજાણતા અકસ્માત ગણાવ્યો છે. અલ્લુ અર્જુને (Allu Arjun) કહ્યું, 'છેલ્લા 20 વર્ષથી, હું ફિલ્મો જોવા માટે થિયેટરોમાં જતો રહ્યો છું, જે મારા માટે હંમેશા આનંદદાયક અનુભવ રહ્યો છે, પરંતુ આ વખતે બધું ઊલટું થઈ ગયું છે.' તેણે આગળ કહ્યું, 'હું ફરી એકવાર તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તે એક કમનસીબ ઘટના હતી. જે થયું તેના માટે અમે દિલગીર છીએ.

આ પણ વાંચો : Allu Arjun જેલમાંથી છૂટ્યો, મહિલા મૃત્યુ કેસમાં કોર્ટમાંથી મળી રાહત

પત્ની અને બાળકોને મળ્યા બાદ અલ્લુ અર્જુન ભાવુક થયો...

અલ્લુ અર્જુન (Allu Arjun) તેના પરિવારના સભ્યને મળતો જોવા મળ્યો હતો. પીટીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, તેની પત્ની સ્નેહા રેડ્ડી તેને ગળે લગાવતી વખતે ભાવુક થતી જોવા મળે છે. અભિનેતા તેના પુત્ર અયાન અને પુત્રી અરહાને તેના ખોળામાં ગળે લગાવતો જોવા મળ્યો હતો. 'પુષ્પા' અભિનેતા તેની માતા અને પરિવારના અન્ય સભ્યોને મળ્યો હતો. વીડિયોમાં તે ઘરમાં પ્રવેશતા પહેલા એક વૃદ્ધ મહિલાના પગને સ્પર્શ કરતો પણ જોવા મળે છે.

આ પણ વાંચો : આંધપ્રદેશના ડેપ્યુટી સીએમના ભત્રીજા પુષ્પાનો રાતવાસો જેલમાં થશે!

Tags :
Allu ArjunAllu Arjun after bail Hugs Wife SnehaAllu Arjun Emotional video viralallu arjun expresses gratitude after bailAllu Arjun first statement after bailAllu Arjun meets Family Members After Spending Night In JailAllu Arjun released from jailAllu Arjun stampede caseDhruv ParmarentertainmentGujarat FirstGujarati NewsRevanth reddy on allu arjun
Next Article