Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Allu Arjun પોતાના નામમાં કરશે નાનકડો ફેરફાર....જાણો આ પાછળનું ખાસ કારણ

સાઉથ સુપરસ્ટાર Allu Arjun પોતાનો લુક બદલશે તેવા સમાચાર આવ્યા હતા. આ સમાચાર બાદ હવે અભિનેતા પોતાના નામમાં બે અક્ષરો ઉમેરવાની યોજના બનાવી રહ્યો છે. આમ કરવા પાછળ ખાસ કારણ છે...
allu arjun પોતાના નામમાં કરશે નાનકડો ફેરફાર    જાણો આ પાછળનું ખાસ કારણ
Advertisement
  • તાજેતરમાં Allu Arjun પોતાનો લુક બદલશે તેવા સમાચાર આવ્યા હતા
  • નામ બદલવા માટે Allu Arjun દ્વારા અંકશાસ્ત્રીની સલાહ લેવાઈ
  • Allu Arjun નામમાં 2 યુ અને 2 એન ઉમેરવાની વિચારણા ચાલી રહી છે

Allu Arjun: દક્ષિણના સુપરસ્ટાર જે હવે પેન ઈન્ડિયા સ્ટાર છે તે અલ્લુ અર્જુન પોતાના નામમાં થોડો ફેરફાર કરવા જઈ રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 'PUSHPA-2' એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. તેમજ અલ્લુની કેરિયરને પણ નવું બૂસ્ટ આપ્યું હતું. આ સક્સેસ બાદ આ મેગા સ્ટાર હવે પોતાની ઈમેજમાં થોડું પરિવર્તન લાવવા જઈ રહ્યો છે. તેના લુક ચેન્જિંગના સમાચાર તાજેતરમાં જ આવ્યા હતા. હવે અલ્લુ અર્જુન પોતાનું નામ પણ બદલી રહ્યો છે.

આ પણ વાંચોઃ  Eid પર Salman Khanના દીદાર માટે ફેન્સ ઉમટી પડ્યા...કલાસિક વ્હાઈટ પઠાણીમાં સિકંદરનો સોબર લુક

Advertisement

અંકશાસ્ત્રીની સલાહ કારણભૂત

એક અગ્રણી મીડિયા હાઉસના અહેવાલ અનુસાર અલ્લુ અર્જુન નામ બદલવાનું વિચારી રહ્યો છે. જો કે તેણે આ માટે અંક શાસ્ત્રીની સલાહ લીધી છે. તેના નામમાં 2 યુ અને 2 એન ઉમેરવાની વિચારણા ચાલી રહી છે. જો કે ફિલ્મ એક્સપર્ટ આને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે હવે અલ્લુ અર્જુનના આગામી પ્રોજેક્ટની જાહેરાત થવાની છે.

Advertisement

8મી એપ્રિલે એટલી સાથે નવા પ્રોજેક્ટની જાહેરાત

અલ્લુ અર્જુન તેના આગામી પ્રોજેક્ટ્સને કારણે ચર્ચામાં છે. એટલી સાથે તે પેન ઈન્ડિયા પ્રોજેક્ટ શરુ કરવા જઈ રહ્યો છે. તેનું શીર્ષક હજુ નક્કી થયું નથી. હાલમાં તેનું નામ AA22 રાખવામાં આવ્યું છે. તેની જાહેરાત 8 એપ્રિલે અભિનેતાના જન્મદિવસે થવાની અપેક્ષા છે. આ ઉપરાંત અલ્લુ પાસે
દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસની એક પૌરાણિક ફિલ્મ પણ છે. એવી ચર્ચા છે કે અલ્લુ અર્જુન આ ફિલ્મમાં ભગવાન કાર્તિકેયની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નિર્માણ મોટા પાયે થઈ રહ્યું છે અને તે તેલુગુ સિનેમાનો સૌથી મોટો સિનેમેટિક એક્સપીયરન્સ બની રહેશે તેવો મેકર્સનો દાવો છે.

આ પણ વાંચોઃ 'મહાકુંભ'ની Monalisaને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની શા માટે કરાઈ ધરપરડ ??? જાણો વિગતવાર

Tags :
Advertisement

.

×