Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફિલ્મ 'રામાયણ'ને લઈને એક અગત્યનું અપડેટ,જાણો ક્યારથી શરૂ થશે ફિલ્મનું શૂટિંગ

ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ને લઈને એક અગત્યનું અપડેટ સામે આવી રહ્યું છે.એવું કહેવામાં આવે છે કે નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત 'રામાયણ' ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં સૂત્રોના જણાવ્યા અનુસાર બોલીવુડ એક્ટર રણબીર કપૂર આ ફિલ્મમાં...
ફિલ્મ  રામાયણ ને લઈને એક અગત્યનું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Advertisement

ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ને લઈને એક અગત્યનું અપડેટ સામે આવી રહ્યું છે.એવું કહેવામાં આવે છે કે નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત 'રામાયણ' ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં સૂત્રોના જણાવ્યા અનુસાર બોલીવુડ એક્ટર રણબીર કપૂર આ ફિલ્મમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવતા જોવા મલઈ શકે છે.સાથે જ સીતામાતાનું પાત્ર સાઉથની એક્ટ્રેસ સાઈ પલ્લવી ભજવતી જોવા મળી શકે છે.ઉપરાંત સાઉથનો સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનું પત્ર ભજવતા જોવા મળી શકે છે.

ફિલ્મમાં VFX પર ધ્યાન ઓછું આપશે

Advertisement

મળતી માહિતી અનુસાર ફિલ્મ નિર્માતા નિતેશ તિવારી અને તેમની ટીમ દ્વારા ફિલ્મ 'રામાયણ' પર પૂરા જોશ સાથે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાથે જ જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં VFX માટે નિર્માતાઓ દ્વારા ઓસ્કર વિજેતા કંપની DNEGની સાથે વાત કરવામાં આવી છે.સાથે જ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નિતેશ તિવારી તેમની ફિલ્મમાં VFX પર ધ્યાન ઓછું આપશે તેવું પણ જાણવા મળી આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આદિપુરુષ ફિલ્મમાં રામયણની સાચી વાર્તા સાથે છેડછાડ કરીને વધુ પડતું ધ્યાન ફિલ્મના VFX પર આપવામાં આવ્યું હતું જેના કારણે દર્શકો દ્વારા ફિલ્મની ભારે આલોચના કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે 600 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ જેમાં પ્રભાસ અને કૃતિ જેવા નામચીન કલાકારો હોવા છતાં પણ ફિલ્મ નિષ્ફળ રહી હતી. જે બાદ આદિપુરુષ ફિલ્મની ભુલનું પુનરાવર્તનના થાય તે હેતુસર નિટેશ તિવારી VFX કરતાં ફિલ્મની આત્મા સમાન રામાયણની મૂળભૂત વાર્તા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

Advertisement

2024માં રામાયણનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

રણબીર કપૂર તેની અપકમિંગ ફિલ્મ એનિમલના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હોવાના કારણે તેની ફિલ્મ એનિમલ ડિસેમ્બર 2023માં રિલિઝ થયા બાદ 2024 માં રામાયણનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.શૂટિંગના પહેલા ભાગમાં રામ અને સીતાની વાર્તા બતાવવામાં આવશે.એવું નથી કે પહેલા ભાગમાં રાવનના સીન બતાવવામાં નહીં આવે તે પણ પહેલા ભાગમાં બતાવવામાં આવશે,પરંતુ તેના પ્રમાણમાં બીજા સીન વધારે જોવા મળશે. 'રામાયણ' પરત 1 નું શૂટિંગ પૂરું થયા બાદ યશને શૂટિંગ માટે બોલાવવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર રાવણના મોટાભાગના ભાગોનું શૂટિંગ જુલાઈની આસપાસ પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો -   ફિલ્મ ‘લાહોર 1947’માટે અભિનેતા આમિર ખાન અને સની દેઓલ સ્ક્રીન શેર કરશે!

Tags :
Advertisement

.

×