Raksha Bandhan 2025: છોકરામાંથી છોકરી બનેલ Anaya Bangarએ પણ ઉજવી રક્ષાબંધન, નાના ભાઈને બાંધી રાખડી
- છોકરામાંથી છોકરી બનેલી અનાયા (Anaya Bangar)બાંગરે ઉજવી રક્ષાબંધન
- ભાઈ આર્થવને રાખડી બાંધી તસ્વીરો કરી શેર
- તસ્વીરોમાં ભાઈનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે
Anaya Bangar: આ રક્ષાબંધનનો તહેવાર પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પરિવાર માટે ખૂબ જ યાદગાર અને ભાવનાત્મક રહ્યો. તેમની પુત્રી અનાયા બાંગરે (Anaya Bangar), જેણે તાજેતરમાં જ પોતાની ઓળખ ટ્રાન્સજેન્ડર તરીકે જાહેર કરી છે, તેણે આ વર્ષે પહેલીવાર પોતાની નવી ઓળખ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. તેણે પોતાના નાના ભાઈ અથર્વ બાંગરને રાખડી બાંધી, અને આ લાગણીસભર પળોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા જ તે વાયરલ થઈ ગઈ. આ તસવીરોમાં બંને ભાઈ-બહેનો વચ્ચેનો નિર્દોષ પ્રેમ અને ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પહેલાં આર્યન બાંગર (Anaya Bangar) તરીકે ઓળખાતી અનાયાએ લિંગ પરિવર્તન પછી છોકરી તરીકે પોતાની નવી સફર શરૂ કરી છે. 24 વર્ષની અનાયા માટે આ ક્ષણ એટલા માટે પણ ખાસ હતી કારણ કે આ પહેલા તે પોતે પણ ભાઈ હતી. આ ભાવનાત્મક પળોની ત્રણ તસવીરો શેર કરતા અનાયાએ એક હૃદયસ્પર્શી કૅપ્શન લખ્યું: “માત્ર રાખડી બાંધવી જ નહીં, પણ વર્ષોનો પ્રેમ, મજાક-મસ્તી અને ભાઈ-બહેનની અટકચાળી નોકઝોક.” આ શબ્દો તેમના સંબંધોની ઊંડાઈ અને મજબૂતી દર્શાવે છે.
View this post on Instagram
Anaya Bangarની પોસ્ટ પર વિવિધ પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર આ તસવીરો ઝડપથી ફેલાઈ રહી છે, અને લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના યુઝર્સ આ ભાઈ-બહેનના પ્રેમને બિરદાવી રહ્યા છે અને તેમને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ઘણા યુઝર્સ આ વાર્તાને "સૌથી વધુ હૃદયસ્પર્શી" ગણાવી રહ્યા છે. જોકે, કેટલાક લોકોએ તેના પરિવર્તન વિશે નકારાત્મક ટિપ્પણીઓ પણ કરી છે, પરંતુ સકારાત્મક અને પ્રશંસાભર્યા પ્રતિભાવોની સંખ્યા ઘણી વધારે છે.
Anaya Bangarનો સમાજે કર્યો સ્વિકાર
આ ઘટનાએ સમાજમાં બદલાતી માનસિકતાનો સંકેત આપ્યો છે, જ્યાં લોકો હવે પરંપરાગત ઓળખથી ઉપર ઉઠીને પ્રેમ અને સ્વીકારને વધુ મહત્વ આપી રહ્યા છે. અનાયાની આ ઉજવણીએ રક્ષાબંધનના તહેવારને માત્ર લોહીના સંબંધો નહીં, પણ લાગણીઓ અને પરસ્પર સન્માનનો તહેવાર હોવાનું ફરી એકવાર સાબિત કરી દીધું છે.
આ પણ વાંચો: Raksha Bandhan 2025: 25 વર્ષ પહેલા Aishwarya Raiનો ભાઈ બનાવાનો હતો Salman Khan, પછી થયો આવો કાંડ


