Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dhurandhar જોઈને અનુપમ ખેરનું રિએક્શન, કહ્યું, માતા આવી ગઈ કે શું?

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ધુરંધર અત્યારે થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. સાડા ત્રણ કલાકની આ ફિલ્મે સેલિબ્રિટીઓને પણ મંત્રમુગ્ધ કરી દીધા છે. તેવામાં અભિનેતા અનુપમ ખેરનું રિએક્શન સામે આવ્યું છે. તેમણે કહ્યું, માતા આવી ગઈ કે શું?
dhurandhar જોઈને અનુપમ ખેરનું રિએક્શન  કહ્યું  માતા આવી ગઈ કે શું
Advertisement
  • Dhurandhar જોઈને અનુપમ ખેરનું ધારદાર રિએક્શન
  • અનુપમ ખેરે કહ્યું, માતા આવી ગઈ કે શું?
  • સેલિબ્રિટીઝમાં પણ છવાઈ ફિલ્મ ધુરંધર
  • અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં રિએક્શન શેર કર્યું

Dhurandhar ફિલ્મ હાલ બોક્સ ઓફિસ (બોક્સ ઓફિસ) માં ધુમ મચાવી રહી છે. રણવીરસિંહ અને અક્ષય ખન્ના અભિનીત, ધુરંધરને દર્શકો, વિવેચકો અને બોલિવૂડ સેલિબ્રિટીઓ તરફથી ખૂબ જ પ્રશંસા મળી રહી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની વાર્તાને મોટા પડદા પર તેના ચિત્રણ માટે પ્રશંસા મળી છે. 5 ડિસેમ્બરે (December) સિનેમાઘરોમાં રિલીઝ (Release) થયેલી ધુરંધરે માત્ર દર્શકોના દિલોમાં જ નહીં પરંતુ બોક્સ ઓફિસમાં પણ સારી કમાણી કરી રહી છે.. ફિલ્મ જોયા પછી સેલિબ્રિટીઓ પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા (પ્રતિક્રિયા) ઓ આપી રહ્યા છે. ત્યારે અનુપમ ખેરે ફિલ્મ જોઈ અને સોશિયલ મીડિયા પર પોતાનો રિવ્યૂ શેર કર્યો.

આ પણ વાંચો- Film Dhurandhar : ટીકાકારોની આગ અને દર્શકોનો પ્રેમ -આખરે સત્ય શું છે?

Advertisement

Dhurandhar ANUPAM KHER 01_GUJARAT_FIRST

Advertisement

Dhurandhar જોયા પછી અનુપમ ખેરે શું કહ્યું?

પોતાના X હેન્ડલ પર શેર કરેલા એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે, અનુપમ ખેર ફિલ્મની ભરપૂર પ્રશંસા કરે છે. અનુપમે કહ્યું, ધુરંધરને જોતાની સાથે જ રણવીરસિંહ (Ranveer Singh), અક્ષય ખન્ના અને આદિત્ય ધર (Aditya Dhar) ને ફોન કર્યો. તેણે સંવાદો અને રણવીરના અભિનય પર પોતાનો અભિપ્રાય આપ્યા. અનુપમ ખેરે કહ્યું, શક્તિશાળી સંવાદોથી હું ઘાયલ થઈ ગયો છું. ફિલ્મના સંવાદો કાતિલ છું. રણવીરનો અભિનય શાનદાર છે. આર. માધવન (R. Madhavan), સંજય દત્ત (Sanjay Dutt), બધાજ... અક્ષય ખન્ના (Akshaye Khanna) ની એક્ટિંગ અજોડ છે. થિયેટર (Theater) માંથી બહાર નીકળતાની સાથે જ મેં તરત જ અક્ષય અને રણવીરને ફોન કર્યો.

અનુપમ ખેરે આદિત્ય ધરને કોલ (Call) પર આપ્યું ધારદાર રિએક્શન

આદિત્ય ધર વિશે વાત કરતા અનુપમ ખેરે કહ્યું, "મેં આદિત્યને ફોન કર્યો અને કહ્યું, 'રોકો, હું કાલે બારામુલ્લા જોઈશ.' ભારતના દ્રષ્ટિકોણથી, ધુરંધર એક ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મ છે. ભારતમાં બનેલી ઘટનાઓ અને તેમાં પડોશી દેશની ભૂમિકા, બધું જ સુંદર રીતે ગૂંથાયેલું છે. મને ખબર નથી કે મારે આ કહેવું જોઈએ, અને શું ના કહેવું જોઈએ. મેં આદિત્યને ફોન પર કહ્યું, 'શું તમને માતા આવી ગઈ કે શું? તમે ખૂબ જ સારી ફિલ્મ બનાવી છે.'

અનુપમ ખેરે ધુરંધરને આ ખિતાબ આપ્યો હતો

અનુપમ ખેરે રણવીરસિંહની પ્રશંસા કરી. અનુપમે આગળ કહ્યું, "આમાં દેશભક્તિનો કોઈ ઢોંગ નથી. તેઓ શાંતિથી બતાવે છે કે કેવી રીતે આપણા IB અને RAW વિભાગો, તે ગુમ થયેલા લોકો, આપણા દેશને એક રાખવામાં મદદ કરે છે. તે શાનદાર છે. આ એક એવી ફિલ્મ છે, જે તમને ભારતીય હોવાનો ગર્વ (Pride) કરાવશે. તો આદિત્ય અને ધુરંધરની આખી ટીમને અભિનંદન! એક રસપ્રદ વાત એ છે કે ધુરંધર એક એવું શીર્ષક હતું જે મૂળ સતીશ કૌશિક (Satish Kaushik) નું હતું. અને શરૂઆતમાં સતીશને શ્રેય આપવામાં આવ્યો તે જોઈને મને ખૂબ આનંદ થયો."

આ પણ વાંચો- બોલીવુડના 'ભાઇજાન' સલમાન ખાને દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા, જાણો કારણ

Tags :
Advertisement

.

×