Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Phule film controversy : અનુરાગ કશ્યપે નમતું જોખ્યું, બ્રાહ્મણોની માંગી માફી

Anurag Kashyap એ ફૂલે ફિલ્મ વિવાદમાં બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. જેના પડઘા આખા દેશમાં પડ્યા હતા. વિવાદ વકરતા Anurag Kashyap એ બ્રાહ્મણ સમુદાયની માફી માંગી છે. તેમણે ભવિષ્યમાં ક્યારેય આવું ન કરવાની બાંહેધરી પણ આપી છે. વાંચો વિગતવાર.
phule film controversy   અનુરાગ કશ્યપે નમતું જોખ્યું  બ્રાહ્મણોની માંગી માફી
Advertisement
  • ફૂલે ફિલ્મ વિવાદ વકરતા Anurag Kashyap એ માફી માંગી
  • અનુરાગે બ્રાહ્મણ સમુદાય પર કરી હતી ટીપ્પણી
  • હવે ભવિષ્યમાં ક્યારેય આવું ન કરવાની આપી બાંહેધરી

Mumbai: Phule film controversy માં અનુરાગ કશ્યપ (Anurag Kashyap) કુદી પડ્યા હતા. અનુરાગે ફૂલે ફિલ્મનો વિરોધ કરતા બ્રાહ્મણ સમુદાય પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ફૂલે ફિલ્મનો વિરોધ કરતા બ્રાહ્મણ સમુદાયો વિશે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, હવે આ બ્રાહ્મણ લોકો શરમ અનુભવી રહ્યા છે. કોઈ કૃપા કરીને સમજાવો - અહીં સાચું મૂર્ખ કોણ છે? અનુરાગ કશ્યપે એ વાત પર પણ દુઃખ વ્યક્ત કર્યુ હતું કે 'પંજાબ 95', 'તીસ', 'ધડક 2' જેવી ઘણી ફિલ્મો સેન્સરશીપનો સામનો કરે છે અને રિલીઝ થતી નથી.

Anurag Kashyap ના નિવેદનથી વિવાદ વકર્યો

બ્રાહ્મણ સમુદાય દ્વારા તેમની ફિલ્મ 'ફૂલે'ની ટીકા થયા બાદ Anurag Kashyap વિવાદમાં ફસાઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ પર એક વાંધાજનક ટિપ્પણીના જવાબમાં તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો, જેનાથી બ્રાહ્મણ સમુદાયમાં રોષ ફેલાયો. પરિસ્થિતિની ગંભીરતા પારખ્યા બાદ અનુરાગ કશ્યપે જાહેરમાં માફી માંગી છે. જ્યારે Anurag Kashyap એ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાનો અભિપ્રાય આપ્યો ત્યારે મામલો વધુ વકર્યો. તેમને ચારે બાજુથી ટીકા થવા લાગી. હવે અનુરાગે પોતાના નિવેદન બદલ માફી માંગી છે.

Advertisement

આ પણ વાંચોઃ  સુપરસ્ટાર મહેશ બાબુને EDનું તેડું! મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ

Advertisement

Anurag Kashyap એ માંગી માફી

Phule film controversy વકરતા Anurag Kashyap એ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને માફી માંગી છે. તેમણે કહ્યું કે, ગુસ્સામાં કોઈને જવાબ આપવામાં હું મારી મર્યાદા ભૂલી ગયો હતો. તેમણે સમગ્ર બ્રાહ્મણ સમુદાય વિશે કહ્યું કે, તે સમાજના અનેક લોકોનું મારા જીવનમાં અનેરુ સ્થાન છે. તેમણે મારા જીવનમાં ઘણું યોગદાન આપ્યું છે. આજે તે બધા મારાથી દુઃખી છે. મારા પરિવારને મારાથી દુઃખ થયું છે. ઘણા બૌદ્ધિકો, જેમનો હું આદર કરું છું, તેઓને મારી વાત કરવાની રીતથી દુઃખ થયું, જે હું કહેવા માંગતો ન હતો પણ ગુસ્સામાં મેં કોઈની કોમેન્ટના જવાબમાં મારાથી આવી વાત લખાઈ ગઈ.

માફીની આશા વ્યક્ત કરી

અનુરાગ કશ્યપે બીજી વાર માફી માંગી અને લખ્યું કે, હું મારા બધા સાથીદારો, મિત્રો, મારા પરિવાર અને આપણા સમાજની મારી બોલવાની રીત અને અપશબ્દો માટે માફી માંગુ છું. હું આવું ફરી ન થાય તેનું ધ્યાન રાખીશ. હું મારા ગુસ્સાને કાબુમાં લેવા પ્રયત્ન કરીશ. જો મારે આ મુદ્દા વિશે વાત કરવી પડશે, તો હું યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીશ. મને આશા છે કે તમે મને માફ કરશો.

આ પણ વાંચોઃ  𝐌𝐚𝐥𝐠𝐮𝐝𝐢 𝐃𝐚𝐲𝐬 : લેખક આર.કે. નારાયણની દૂરદર્શનના સુવર્ણ યુગની એક ઉત્તમ સિરિયલ

Tags :
Advertisement

.

×