Malaika Arora સાથે બ્રેકઅપ બાદ શું Arjun Kapoor નવા પ્રેમની તલાશમાં? ઈન્સ્ટા પોસ્ટે ખેંચ્યુ ધ્યાન
Arjun Kapoor : બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની રહસ્યમય પોસ્ટ્સને કારણે ચર્ચામાં હતા. તેમના આ પોસ્ટ્સ જોઈને ચાહકોને લાગ્યું કે તેઓ મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ બાદ તકલીફમાં છે અને તેમાંથી બહાર નથી આવી શકતા. જોકે, હવે એક નવી વાત સામે આવી છે, જે દર્શાવે છે કે અર્જુન કપૂર કદાચ ફરીથી પ્રેમની શોધમાં છે.
Arjun Kapoor ની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
અર્જુન કપૂરની નવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી આ વાતનો સ્પષ્ટ સંકેત આપી રહી છે. અત્યાર સુધી રહસ્યમય પોસ્ટ્સ શેર કરી રહેલા અર્જુને હવે પ્રેમ સાથે જોડાયેલી એક પોસ્ટ મૂકી છે. તેણે એક દીવાલની તસવીર શેર કરી છે, જેના પર એક હૃદય (Heart) બનેલું છે. આ હૃદયની અંદર લખેલું છે: “Love is what you want.” એટલે કે, "પ્રેમ એ છે જે તમે ઇચ્છો છો."
અર્જુન કપૂરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
Arjun Kapoor ના ચાહકો ઉત્સાહમાં
અર્જુનની આ પોસ્ટ પરથી અનુમાન લગાવી શકાય છે કે તેઓ ચાહકોને કહી રહ્યા છે કે તેમને પણ પ્રેમ જોઈએ છે અને તેઓ હવે ફરી એકવાર જીવનમાં આગળ વધવા તૈયાર છે. આ પોસ્ટ જોયા બાદ તેમના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને લાગે છે કે અર્જુન જલ્દી જ પોતાની લવ લાઇફની નવી શરૂઆત કરશે.
લગ્ન પહેલા જ બ્રેકઅપ
40 વર્ષની ઉંમરે અર્જુન કપૂરનું લગ્ન પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું છે. એક સમય એવો હતો જ્યારે અર્જુન અને મલાઈકા તેમના સંબંધોને લઈને ખૂબ ગંભીર લાગતા હતા અને ચાહકોને તેમની વચ્ચે લગ્ન થશે તેવી આશા હતી. જોકે, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. હવે આ પોસ્ટ જોઈને લાગે છે કે અર્જુન કપૂર જલદી જ તેમના જીવનમાં નવા પ્રેમનું સ્વાગત કરશે.


