Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આશા પારેખને મહારાષ્ટ્ર સરકારે કર્યા રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત

આશા પારેખને રાજ કપૂર એવોર્ડથી કરાયા સન્માનિત ફિલ્મ જગતના દિગ્ગજો સન્માનિત અનુરાધા પૌડવાલને લતા મંગેશકર એવોર્ડ Raj Kapoor Lifetime Achievement Award : આજે જમાનો ઘણો બદલાઈ ગયો છે પરંતુ જ્યારે ટીવીમાં રંગ નહોતો ત્યારે આશા પારેખે (Asha Parekh) લોકોના...
આશા પારેખને મહારાષ્ટ્ર સરકારે કર્યા રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત
Advertisement
  • આશા પારેખને રાજ કપૂર એવોર્ડથી કરાયા સન્માનિત
  • ફિલ્મ જગતના દિગ્ગજો સન્માનિત
  • અનુરાધા પૌડવાલને લતા મંગેશકર એવોર્ડ

Raj Kapoor Lifetime Achievement Award : આજે જમાનો ઘણો બદલાઈ ગયો છે પરંતુ જ્યારે ટીવીમાં રંગ નહોતો ત્યારે આશા પારેખે (Asha Parekh) લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. તે પોતાની સાદગી અને સુંદર કલાત્મકતાથી આજ સુધી લોકોના દિલમાં છવાયેલી છે. ત્યારે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને બુધવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આશા પારેખ તેમના સમયની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી હતી. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આશા પારેખને મળ્યો સન્માન

મુંબઈના વર્લીમાં NSCI ડોમ ખાતે યોજાયેલા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રોહિણી હટ્ટંગડી, અનંત મહાદેવન, સિદ્ધાર્થ જાધવ, સુદેશ ભોસલે અને સોનાલી કુલકર્ણી સહિતની હસ્તીઓએ હાજરી આપી હતી. એવોર્ડ મળ્યા બાદ આશા પારેખના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. આ સન્માન મેળવ્યા બાદ તેમણે 'જય મહારાષ્ટ્ર' કહીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 'કટી પતંગ' અને 'તીસરી મંઝિલ' જેવી સફળ હિન્દી ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી આશા પારેખને બુધવારે મહારાષ્ટ્ર સરકારના રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. મુંબઈના વર્લીમાં NSCI ડોમ ખાતે આયોજિત સમારોહમાં એવોર્ડ મેળવ્યા બાદ પારેખે કહ્યું, જય મહારાષ્ટ્ર!

Advertisement

અનુરાધા પૌડવાલને કરાયા લતા મંગેશકર એવોર્ડથી સન્માનિત

પ્રખ્યાત પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલને ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવારે પુરસ્કારોનું વિતરણ કર્યું હતું. અનુરાધા પૌડવાલે કહ્યું કે, હું કહી શકતી નથી કે લતા મંગેશકરના નામ પર આ એવોર્ડ મેળવવો મારા માટે કેટલો મહત્વપૂર્ણ છે. હું તેમને મારા ગુરુ માનું છું. ટીવી સીરીયલ CIDમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા માટે પ્રખ્યાત અભિનેતા શિવાજી સાટમને ચિત્રપતિ વી શાંતારામ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઝાબ અને અંકુશ જેવી ફિલ્મો માટે જાણીતા દિગ્દર્શક એન ચંદ્રાને રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને લેખક-દિગ્દર્શક દિગપાલ લાંજેકરને ચિત્રપતિ વી શાંતારામ સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ મળ્યો હતો.

Advertisement

આ પણ વાંચો:  MEGASTAR ચિરંજીવીનો આજે 69 મો જન્મ દિવસ, આ ફિલ્મોએ બનાવ્યા તેમને સુપરસ્ટાર

Tags :
Advertisement

.

×