Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંગ્રેજ કે જમાને કે જેલર : દિગ્ગજ કૉમેડિયન અસરાનીનું 84 વર્ષની વયે નિધન, સિનેમા જગત શોકમાં

દિગ્ગજ કૉમેડિયન ગોવર્ધન અસરાનીનું 84 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. 'શોલે'ના જેલર તરીકે જાણીતા અસરનીએ 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. રાજેશ ખન્ના સાથે તેમની 25 ફિલ્મોની જોડી યાદગાર હતી. બે ફિલ્મફેર એવોર્ડ વિજેતા આ કલાકારે ગુજરાતી સિનેમામાં પણ હીરો તરીકે કામ કર્યું હતું.
અંગ્રેજ કે જમાને કે જેલર   દિગ્ગજ કૉમેડિયન અસરાનીનું 84 વર્ષની વયે નિધન  સિનેમા જગત શોકમાં
Advertisement
  • શોલે' ફેમ દિગ્ગજ કોમેડિયન ગોવર્ધન અસરાનીનું 84 વર્ષની વયે નિધન (Asrani Death News)
  • લાંબી બીમારી બાદ મુંબઈમાં 84 વર્ષની વયે અસરાનીનું નિધન થયું.
  • અસરાનીએ રાજેશ ખન્ના સાથે 25 ફિલ્મોમાં કામ કર્યું હતું
  • 350થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો, બે ફિલ્મફેર એવોર્ડ જીત્યા.
  • પીએમ મોદી સહિત બોલીવુડની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો

Asrani Death News : હિન્દી સિનેમાના એવા ગણતરીના કલાકારોમાંના એક, જેમણે પોતાની અજોડ કોમેડી ટાઇમિંગ અને બહુમુખી અભિનયથી દર્શકોના દિલ પર રાજ કર્યું, તેવા ગોવર્ધન અસરાની (Asrani) નું આજે, 20 ઓક્ટોબર 2025ના રોજ લાંબી બીમારી બાદ નિધન થયું. મુંબઈની એક ખાનગી હૉસ્પિટલમાં સાંજે લગભગ 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 84 વર્ષના હતા. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ જયપુરના એક સામાન્ય સિંધી હિંદુ પરિવારમાં થયો હતો, પરંતુ તેમની કલાએ તેમને અમર બનાવી દીધા. બૉલીવુડે એક એવો સિતારો ગુમાવ્યો છે, જેમનું હાસ્ય આજે પણ ગુંજી રહ્યું છે.

'શોલે'નો જેલર અને રાજેશ ખન્ના સાથેની જોડી  (Sholay Jailor Dialogues)

અસરાનીની ફિલ્મી સફર 1960ના દાયકામાં શરૂ થઈ. પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) માંથી 1966માં ગ્રેજ્યુએટ થયા બાદ, તેમણે 1967માં ગુજરાતી ફિલ્મ 'અમરનાથ' માં હીરો તરીકે ડેબ્યુ કર્યું. હિન્દી સિનેમામાં તેમને પહેલો બ્રેક 'હરે કાંચ કી ચૂડિયાન'માં મળ્યો, પરંતુ 1970નો દાયકો તેમના માટે સુવર્ણકાળ સાબિત થયો. આ સમયગાળામાં તેમણે 101 ફિલ્મોમાં કામ કર્યું. તેમના સૌથી યાદગાર પાત્રોમાં 1975ની ફિલ્મ 'શોલે'નો જેલર (Sholay Jailor) ગણાય છે. તેમનો ડાયલોગ "અરે ઓ સાંબા, કિધર જા રહા હૈ?" આજે પણ ઘેર ઘેર ગુંજે છે. રાજેશ ખન્ના (Rajesh Khanna) સાથે તેમની જોડી ખાસ હતી, તેઓ 1972 થી 1991 સુધી 25 ફિલ્મોમાં સાથે જોવા મળ્યા, જેમાં 'બાવરચી' અને 'નમક હરામ' જેવી હિટ ફિલ્મો સામેલ છે.

Advertisement

Advertisement

બહુમુખી પ્રતિભા અને એવોર્ડ્સ – Asrani Filmography Comedy

અસરાની માત્ર કોમેડિયન જ નહીં, પણ બહુમુખી પ્રતિભાના કલાકાર હતા. તેમણે 350 થી વધુ હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી સિનેમામાં પણ મુખ્ય હીરો તરીકે કામ કર્યું હતું. તેમને 'મેરે અપને' અને 'છોટી સી બાત' (Chhoti Si Baat) માટે બે ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન એવોર્ડ પણ મળ્યા હતા. તેમણે નિર્દેશન ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો— 'ચલા મુરારી હીરો બનને' (1977) તેમણે લખી, ડાયરેક્ટ કરી અને તેમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી. 2000ના દાયકામાં 'હેરા ફેરી' અને 'ભાગમ ભાગ' જેવી આધુનિક કોમેડીઝમાં પણ તેઓ ચમક્યા.

બૉલીવુડ અને PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી – Asrani Filmfare Awards

વ્યક્તિગત જીવનમાં, તેમણે 1980માં અભિનેત્રી કરુણા સાથે લગ્ન કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બૉલીવુડની હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમનો અંતિમ સંસ્કાર આવતીકાલે મુંબઈમાં કરવામાં આવશે. ઓમ શાંતિ.

આ પણ વાંચો : KBC 17: દિવાળી સ્પેશિયલ એપિસોડમાં ધમાલ; કૃષ્ણા અભિષેકે અમિતાભ બચ્ચનને પૂછી તેમની ફીસ!

Tags :
Advertisement

.

×