Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Attack on Saif Ali Khan: હુમલાખોર વ્યક્તિની ઓળખ થઇ, ટુંક જ સમયમાં થશે ધરપકડ

Attack on Saif ali khan : બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો મામલે મુંબઇ પોલીસે એક મોટું અપડેટ આપ્યું છે. પોલીસના અનુસાર અત્યાર સુધી થયેલી તપાસમાં આરોપીની ઓળખ થઇ ચુકી છે.
attack on saif ali khan  હુમલાખોર વ્યક્તિની ઓળખ થઇ  ટુંક જ સમયમાં થશે ધરપકડ
Advertisement
  • સૈફ પર હુમલાના આરોપીની ઓળખ ક્રાઇમબ્રાંચે કરી
  • સૈફના ઘરમાં પાઇપના માર્ગે ચોર ચડ્યો હોવાનું સામે આવ્યું
  • હુમલો કર્યા બાદ સીડી પરથી ભાગી ગયો હોવાનું સામે આવ્યું

Attack on Saif ali khan : બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો મામલે મુંબઇ પોલીસે એક મોટું અપડેટ આપ્યું છે. પોલીસના અનુસાર અત્યાર સુધી થયેલી તપાસમાં આરોપીની ઓળખ થઇ ચુકી છે.

પોલીસે હુમલાખોર વ્યક્તિની ઓળખ કરી

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના મામલે મુંબઇ પોલીસે મોટુ અપડેટ આપ્યું છે. પોલીસના અનુસાર અત્યાર સુધી થયેલી તપાસ બાદ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. સૈફ હાલ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તેને આઇસીયુમાં નવોર્ડમાં રાખવામાં આવ્યો છે. ગત્ત રાત્રે 2 વાગ્યા આસપાસ તેના પર હુમલો થયો હતો. ચાકુ વડે થયેલા આ હુમલો એટલો ઘાતક હતો કે સૈફના મણકામાં જ ચાકુ તુટી ગયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના તેના બાળકોનાં જ રુમમાં થઇ હતી.

Advertisement

આ પણ વાંચો : Attack On Saif ali Khan: સૈફની કરોડરજ્જુમાંથી તુટી ગયેલો ચાકુનો ટુકડો કઢાયો, ICU માં દાખલ

Advertisement

સૈફના 7 મા માળે આવેલા મકાનમાં થયો હતો હુમલો

સૈફ અલી ખાન મુંબઇના બાંદ્રામાં પોતાના પરિવાર સાથે રહે છે. તેનો એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 7 મા માળ પર આવેલો છે. તેવામાં સવાલ ઉઠે છે કે, આખરે સૈફના ઘરે હુમલાાખોર ઘુસ્યો કઇ રીતે. પરંતુ પોલીસના અનુસાર હુમલાખોર વ્યક્તિ પાઇપ દ્વારા ઉપર આવ્યો હોય તેવી શક્યતામ મહત્તમ છે. પોલીસ દ્વારા ઘાયલ થયેલી મેડ અને અન્ય નોકર ચાકરની પણ પુછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલા અંગે કરીના કપુરે કર્યો મોટો ખુલાસો, આ હુમલો નહીં પણ...

Tags :
Advertisement

.

×