Bigg Boss 19: અવેઝ દરબારના એલિમિનેશન પર એલ્વિશ યાદવ ભડક્યા, કહ્યું 'અનફેર'
- વીક એન્ડ કા વારમાં યુટ્યૂબર અવેઝ દરબારને બહાર કાઢી દેવાયો (Awez Darbar Eviction)
- અવેઝના એલિમિનેશનથી સ્પર્ધકો અને ચાહકોને પણ આંચકો
- જાણીતા યુટ્યૂબર એલ્વિશ યાદવે પણ અનફેર ગણાવ્યુ
Awez Darbar Eviction : સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 19' દરરોજ નવા ડ્રામા સાથે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જોકે, તાજેતરના 'વીકએન્ડ કા વાર'માં યુટ્યુબર અને કન્ટેન્ટ ક્રિએટર અવેઝ દરબારને ઘરની બહાર કરી દેવામાં આવ્યા છે. અવેઝના આ એલિમિનેશનથી ઘરમાં રહેલા સ્પર્ધકોની સાથે બહાર બેઠેલા તેના ચાહકોને પણ મોટો આંચકો લાગ્યો છે.
આ બધાની વચ્ચે, 'બિગ બોસ OTT 2'ના વિનર અને જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવે પણ અવેઝ દરબારના આ એલિમિનેશનને 'અનફેર' ગણાવ્યું છે. એલ્વિશનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એલ્વિશ યાદવે વીડિયોમાં શું કહ્યું? (Awez Darbar Eviction)
અવેઝના એલિમિનેશન બાદ એલ્વિશ યાદવે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એલ્વિશ કહી રહ્યા છે, "અત્યારે જ એક ઇવેન્ટ પૂરી થઈ અને મને જાણ થઈ કે બિગ બોસમાંથી અવેઝ ભાઈ બહાર થઈ ગયા છે." એલ્વિશે પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું, "અવેઝને સમજાવવા માટે ગૌહર ખાન પણ આવી હતી કે તેણે કેવી રીતે શોમાં વધુ દેખાવું.
ગૌહરે તેને એ પણ જણાવ્યું કે તે શું સાચું
Elvish Yadav ne apni insta story mein Awez ke eviction ko “unfair” bataya 😮
Kya aap agree karte ho usse? 🔥#BiggBoss19 #ElvishYadav #AwezDarbar pic.twitter.com/OQUDfvfnEA— Reality scoop (@reality_scoop_) September 29, 2025
કરી રહ્યો છે અને શું ખોટું કરી રહ્યો છે. પણ તે જ દિવસે અવેઝને બહાર કરી દેવો, મને બિલકુલ અનફેર લાગ્યું." એલ્વિશનું માનવું હતું કે ગૌહર અવેઝને માર્ગદર્શન આપવા માટે આવી હતી, તેને બહાર લઈ જવા નહીં. તેમણે ઉમેર્યું કે, "તે સારી રીતે રમી રહ્યો હતો, તેથી તેને આગળ સુધી રહેવું જોઈતું હતું. આ નિર્ણય મને યોગ્ય નથી લાગ્યો."
ચાહકોને નથી સમજાતું કેમ થયો એલિમિનેશન
એલ્વિશનો આ વીડિયો અવેઝના ચાહકો દ્વારા ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. અવેઝ દરબારની સોશિયલ મીડિયા પર 30 મિલિયન જેટલી મોટી ફેન ફોલોઇંગ છે. આટલી જબરદસ્ત ફેન ફોલોઇંગ હોવા છતાં તેનું ઘરની બહાર થવું દર્શકોને સમજાઈ રહ્યું નથી અને તેઓ પણ આ નિર્ણયને અન્યાયી ગણાવી રહ્યા છે. અવેઝ દરબાર પહેલાં નગમા મિરાજકર અને નતાલિયા જાનોસ્ઝેક પણ બિગ બોસ 19 માંથી એલિમિનેટ થઈ ચૂક્યા છે.
ઘરમાં હવે 14 સ્પર્ધકો બાકી (Awez Darbar Eviction)
અવેઝના જવાથી હવે બિગ બોસના ઘરમાં કુલ 14 સ્પર્ધકો બાકી છે, જેમાં અભિષેક બજાજ, ફરહાના ભટ્ટ, ગૌરવ ખન્ના, નેહલ ચુડાસમા, ઝીશાન કુરેશી, અમાલ મલિક, અશનૂર કૌર, બસીર અલી, પ્રણીત મોરે, તાન્યા મિત્તલ, નીલમ ગિરી, કુનિકા સદાનંદ, શહબાઝ બદેશા અને મૃદુલ તિવારીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : રડતી ફેનને ગળે લગાવી: એશ્વર્યા રાયનો પેરિસનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું 'દયાળુ આત્મા'


