Bachchan family નો કોણ છે સૌથી મોટો દુશ્મન? નામ જાણીને તમે પણ ચોંકી જશો
- બચ્ચન પરિવાર (Bachchan family)અને સની દેઓલનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં
- 30 વર્ષ જૂનો વિવાદની ચર્ચા થતા ફરી તર્ક વિતર્ક
- ઈન્સાનિયત ફિલ્મ દરમિયાન સબંધ બગડ્યો હતો
- અમિતાભ બચ્ચન સનીદેઓલની ખ્યાતીથી ડરી ગયા હતા
Bachchan family : બોલિવૂડમાં બચ્ચન પરિવાર (Bachchan family)અને સની દેઓલ વચ્ચેનો 30 વર્ષ જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક સમયે બચ્ચન પરિવારે સની દેઓલથી અંતર બનાવી લીધું હતું, અને હવે એવું લાગે છે કે આ વિવાદના મૂળ ખૂબ ઊંડા છે. આ કિસ્સામાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ સામેલ છે.
Bachchan family અને સની દેઓલ વચ્ચે વિવાદ
વર્ષ 1994માં, અમિતાભ બચ્ચન અને સની દેઓલ ફિલ્મ 'ઇન્સાનિયત'માં સાથે કામ કરી રહ્યા હતા. એ સમયે, સની દેઓલની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. એવું કહેવાય છે કે સનીની વધતી સફળતાથી અમિતાભ બચ્ચન ચિંતિત થયા હતા. પરિણામે, અમિતાભે ફિલ્મમાં પોતાનો રોલ વધાર્યો અને સની દેઓલને સાઈડલાઈન કરી દીધા. આ ઘટનાથી બંને વચ્ચે ગેરસમજણ ઊભી થઈ, અને સની દેઓલે કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના બચ્ચન પરિવારથી અંતર જાળવવાનું શરૂ કર્યું. આ ફિલ્મ બંનેની સાથેની પહેલી અને છેલ્લી ફિલ્મ સાબિત થઈ.
View this post on Instagram
ઐશ્વર્યા રાયે સની દેઓલ સાથે કામ કરવાની ના પાડી
આ કિસ્સો અહીં જ અટક્યો નહીં. આ ઘટનાના ત્રણ વર્ષ બાદ, સની દેઓલ અને ઐશ્વર્યા રાયે એક ફિલ્મ, 'ઇન્ડિયન', સાઈન કરી હતી. ફિલ્મના ગીતોનું શૂટિંગ પણ થઈ ગયું હતું, પરંતુ અચાનક ઐશ્વર્યા રાયે સની દેઓલ સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો. આ કારણોસર, આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ શકી નહીં. ઐશ્વર્યાના આ નિર્ણયથી સની દેઓલ ખૂબ નારાજ થયા હતા અને તેમણે ઐશ્વર્યાને ઘણું સંભળાવ્યું હતું, જેના કારણે બંને વચ્ચેના સંબંધો પણ કાયમ માટે બગડી ગયા.
30 વર્ષથી બંને વચ્ચે કોઈ સબંધ નથી
આ વિવાદો દર્શાવે છે કે સની દેઓલ અને બચ્ચન પરિવાર વચ્ચે 30 વર્ષથી વધુ સમયથી કેમ કોઈ સંબંધ નથી. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપ બાદ હવે એક નવી વાત સામે આવી છે, જે દર્શાવે છે કે અર્જુન કપૂર કદાચ ફરીથી પ્રેમની શોધમાં છે. આ ઘટના પર સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.
આ પણ વાંચો: TVની સંસ્કારી વહુ અનુપમા પર લાગ્યો માંસાહારનો આરોપ,Rupali Gangulyનો જડબાતોડ જવાબ


