Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઐશ્વર્યા રાયના નામમાંથી 'બચ્ચન' અટક ગાયબ! છૂટાછેડાની અફવાઓને મળ્યો વેગ

ઐશ્વર્યા રાય બચ્ચન, ગ્લોબલ વુમન્સ ફોરમ દરમિયાન, ફક્ત 'ઐશ્વર્યા રાય' તરીકે નામ દર્શાવવામાં આવ્યું, જેનાથી બચ્ચન પરિવારના સંબંધોને લઈને છૂટાછેડાની અફવાઓ ફેલાઈ. અભિષેક બચ્ચનની ગેરહાજરી અને બચ્ચન નામની ગેરહાજરીએ આ અફવાઓને વધુ બળ આપ્યું. અમિતાભ બચ્ચન દ્વારા બિનઆધારિત અફવાઓ ફેલાવવાની નિંદા કરવા છતાં, બચ્ચન પરિવારની અંગત જીવન અંગે લોકોમાં ઉત્સુકતા રહી.
ઐશ્વર્યા રાયના નામમાંથી  બચ્ચન  અટક ગાયબ  છૂટાછેડાની અફવાઓને મળ્યો વેગ
Advertisement
  • ઐશ્વર્યા રાયના નામમાંથી 'બચ્ચન' અટક ગાયબ
  • છૂટાછેડાની અફવાઓ વચ્ચે ઐશ્વર્યાનો વાયરલ વીડિયો
  • દૂબઈ ઇવેન્ટમાં 'બચ્ચન' અટકનો ઉલ્લેખ કેમ નથી?
  • ઐશ્વર્યા-અભિષેકના સંબંધોની ચર્ચા ફરી તેજ
  • બચ્ચન પરિવાર પર સોશિયલ મીડિયામાં ઉઠ્યા સવાલો
  • ઐશ્વર્યા રાયના વાયરલ વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયા
  • ગ્લોબલ વુમન્સ ફોરમમાં 'બચ્ચન' નામ ગાયબ
  • અમિતાભ બચ્ચનનો અફવાઓ પર કડક જવાબ

Aishwarya Rai Bachchan missing surname : બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની ગ્લેમરસ વ્યક્તિગત છબી અને સુંદરતા માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં, તેના અને પતિ અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને છૂટાછેડાની અફવાઓએ સોશિયલ મીડિયામાં લોકોને ચોંકાવી દીધા છે. આ ચર્ચા ત્યારે વધુ શરૂ થઇ જ્યારે દૂબઈમાં આયોજિત ગ્લોબલ વુમન્સ ફોરમ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેનાથી સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા લાગ્યા.

'બચ્ચન' અટકના ગાયબ થવાથી ઊભા સવાલો

ગ્લોબલ વુમન્સ ફોરમમાં ભાગ લેવા માટે ઐશ્વર્યા રાય (Aishwarya Rai) ઉપસ્થિત રહી હતી, પણ આ ઇવેન્ટમાં એક અનોખો ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો. ઇવેન્ટ દરમિયાન સ્ક્રીન પર નામ દર્શાવવામાં આવ્યું ત્યારે તેમાં 'બચ્ચન' અટકનો ઉલ્લેખ ન હતો. તેના નામ સાથે ફક્ત '(Aishwarya Rai)' લખવામાં આવ્યું હતું, જેનાથી લોકોના મનમાં અનેક સવાલો ઉભા થવા લાગ્યા. ઘણા લોકોએ આ મુદ્દાને હળવાશથી લીધો, જ્યારે કેટલાક લોકોએ તેનાથી સંબંધિત ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. એક યુઝરે તો લખ્યું પણ હતું કે, “આખરે તેમના નામમાંથી 'B' ગાયબ થઈ ગયો.”

Advertisement

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ ઘટનાઓ સાથે જ સોશિયલ મીડિયા પર બચ્ચન પરિવાર સાથે સંબંધિત ઘણા પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. આ અંગે અભિનેત્રી કે તેના પરિવાર તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. છતાં, ટ્વિટર, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મામલાને લઈને ચર્ચા થતી રહી છે. ઇવેન્ટ દરમિયાન ઐશ્વર્યા રાયના નામના વિવાદ સાથે, તેમના અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાના સમાચાર વધુ ચર્ચાનો વિષય બન્યા છે.

Advertisement

અભિષેકની ગેરહાજરી ચર્ચાનો મુદ્દો

હાલમાં ઐશ્વર્યા રાય (Aishwarya Rai) ઘણી મોટી ઇવેન્ટ્સમાં જોવા મળ્યા છે, પરંતુ તે ઇવેન્ટ્સમાં અભિષેક બચ્ચનની ગેરહાજરી નોંધપાત્ર રહી છે. દુબઈમાં થયેલા ઇવેન્ટ પછીના સમયમાં, આ ચર્ચા વધુ ગરમાઈ ગઈ છે કે 'બચ્ચન' નામના ગાયબ થવા પાછળ શું કારણ છે. કેટલાક પ્રશંસકો આ નિર્ણયને વ્યક્તિગત માને છે, જ્યારે અન્ય લોકો તેને પરિવારના સંઘર્ષ સાથે જોડે છે.

અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયા

આ દરમિયાન અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આમ બિનઆધારિત અફવાઓ ફેલાવવા અંગે નિંદા કરી હતી અને લોકોને સત્યતા તપાસ્યા વિના કોઇ નિવેદન પર વિશ્વાસ ન કરવા સલાહ આપી હતી. તેમ છતાં, બચ્ચન પરિવારના અંગત જીવન અને આવનારા સમયના નિર્ણયો અંગે લોકોમાં ઉત્સુકતા યથાવત છે. સોશિયલ મીડિયા પર પ્રસરી રહેલી આ ચર્ચાઓની હકીકત શું છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. જો કે, ઐશ્વર્યાના અને બચ્ચન પરિવારના દરેક નિર્ણયો પર પ્રશંસકો નજર રાખી રહ્યાં છે. આ મુદ્દો જેવો આગળ વધશે, તેમા નવી વિગતો પ્રકાશમાં આવશે.

આ પણ વાંચો:  કરણ અર્જુન કે પુષ્પા! કોણ રહ્યું આગળ? જાણો બોક્સ ઓફિસ કલેક્શનનો અહેવાલ

Tags :
Advertisement

.

×