Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તાન્યા મિત્તલના કથિત પૂર્વ બોયફ્રેન્ડ બલરાજ સિંહની ધરપકડ, જાણો શું છે કારણ?

યુટ્યુબર બલરાજ સિંહની ધરપકડ બાદ મનોરંજન જગતમાં ચર્ચાનો વિષય બન્યો. જુઓ શું છે મામલો અને અભિનેત્રી ઝોયા ખાને કેમ કરી ફરિયાદ.
તાન્યા મિત્તલના કથિત પૂર્વ બોયફ્રેન્ડ બલરાજ સિંહની ધરપકડ  જાણો શું છે કારણ
Advertisement
  • તાન્યા મિત્તલના પૂર્વ બોયફ્રેન્ડ બલરાજસિંહની ધરપકડ (Balraj Singh Tanya Mittal)
  • મુંબઈ એરપોર્ટ પરથી કરવામાં આવી બલરાજસિંહની ધરપકડ
  • ધર્મ પર વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપસર ધરપકડ
  • અભિનેત્રી ઝોયાખાને ઓડિયો ક્લિપ જાહેર કરી લગાવ્યા આરોપ
 Balraj Singh Tanya Mittal : મનોરંજન જગત અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી દુનિયામાં ખળભળાટ મચાવે તેવી ઘટના સામે આવી છે. બિગ બોસ ફેમ તાન્યા મિત્તલના કથિત પૂર્વ બોયફ્રેન્ડ અને લોકપ્રિય યુટ્યુબર બલરાજ સિંહની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ગોરેગાંવ પોલીસ દ્વારા તેની ધરપકડ એક ધર્મ પર વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપસર કરવામાં આવી છે. આ ધરપકડ ત્યારે થઈ જ્યારે અભિનેત્રી ઝોયા ખાને એક ઓડિયો ક્લિપ જાહેર કરીને બલરાજ પર ગંભીર આરોપો લગાવ્યા.

ઝોયા ખાનના ગંભીર આરોપો ( Balraj Singh Tanya Mittal)

ઝોયા ખાને દાવો કર્યો હતો કે તે ભૂતકાળમાં બલરાજ સાથે સંબંધમાં હતી. તેણે જાહેર કરેલી ઓડિયો ક્લિપમાં બલરાજ અને તેની વચ્ચે ધર્મ સંબંધિત વાંધાજનક ટિપ્પણીઓ અંગે ચર્ચા સંભળાઈ રહી છે. એક નિવેદનમાં ઝોયા ખાને જણાવ્યું કે, "અમારા સંબંધ દરમિયાન બલરાજે મને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ પરેશાન કરી હતી." આટલું જ નહીં, બલરાજે તેને મોતની ધમકીઓ આપી હતી અને તેના ખાનગી ફોટાનો ઉપયોગ કરીને બ્લેકમેલ પણ કર્યો હતો. તેણે લગ્નનું વચન આપ્યું હતું અને ધર્મ પરિવર્તન કરાવવાની વાત પણ કરી હતી, પરંતુ ઝોયાના મતે આ બધું તેણે ફક્ત પોતાના ફાયદા માટે કર્યું હતું. આ તમામ ગંભીર આરોપો બાદ ઝોયાએ બલરાજ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોણ છે બલરાજ સિંહ?

બલરાજ સિંહ એક જાણીતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જે પોતાનો પોડકાસ્ટ પણ ચલાવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 26 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેની યુટ્યુબ ચેનલ 'બલરાજ સિંહ એન્ટરટેઈનમેન્ટ'ના 82 હજારથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તાન્યા મિત્તલ બિગ બોસ 19માં ગઈ.

તાન્યા મિત્તલ સાથેનો સંબંધ

તાન્યાના બિગ બોસમાં ગયા બાદ બલરાજ ઘણા પોડકાસ્ટમાં મહેમાન બન્યો હતો, જ્યાં તેણે પોતાને તાન્યાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ગણાવ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે તાન્યા 'ફર્જી' એટલે કે બનાવટી છે અને તેને આવા લોકો પસંદ નથી, તેથી જ તેમનો સંબંધ લાંબો સમય ટક્યો નહીં. જોકે, તાન્યા કે તેની ટીમ તરફથી બલરાજના આ દાવાઓ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલમાં તાન્યા બિગ બોસ 19માં પોતાનો સારો રમત રમી રહી છે અને આ ઘટનાએ તેના ચાહકોમાં પણ કુતૂહલ ઊભું કર્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×