Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharti Singh: કોમેડી ક્વીન ફરી બનશે માતા! ગોલાએ આ રીતે આપી Good News

કોમેડી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ સ્વિટ્ઝર્લેન્ડના પહાડો પર પરિવારને બીજી પ્રેગ્નેન્સીનું સરપ્રાઈઝ આપ્યું. લક્ષ્ય ઉર્ફે ગોલા મોટો ભાઈ બનશે! વિગતો જુઓ.
bharti singh  કોમેડી ક્વીન ફરી બનશે માતા  ગોલાએ આ રીતે આપી good news
Advertisement
  • ભારતીસિંહના ચાહકો માટે મોટા અને ખુશખબર (Bharti Singh Second Pregnancy)
  • ભારતીસિંહ અને હર્ષે બીજી પ્રેગ્નેન્સીની કરી જાહેરાત
  • યુટ્યુબ ચેનલ પર પ્રેગ્નેન્સીની જાહેરાતનો વીડિયો કર્યો શેર
  • બંને પોતાના પરિવારને સ્વિટ્ઝર્લેન્ડ લઈને ગયા છે

Bharti Singh Second Pregnancy : કોમેડીની દુનિયાની મહારાણી ભારતી સિંહના ચાહકો માટે એક મોટા અને ખુશખબર સામે આવ્યા છે. ભારતી સિંહ ફરીથી માતા બનવાની છે! કોમેડિયને પોતાના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ સંભળાવ્યા છે. ભારતી અને હર્ષે તેમની બીજી પ્રેગ્નેન્સીની આ ખાસ જાહેરાતનો એક વ્લોગ પણ યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સ્વિટ્ઝર્લેન્ડમાં પરિવારને આપ્યું સરપ્રાઈઝ (Bharti Singh Second Pregnancy)

વ્લોગમાં જોવા મળી રહ્યું છે કે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા હાલમાં પોતાના પરિવાર સાથે સ્વિટ્ઝર્લેન્ડ ટ્રીપ પર છે. આ ખાસ સમાચાર આપવા માટે, ભારતી અને હર્ષ તેમના આખા પરિવારને પહાડની એક ટોચ પર લઈ ગયા અને ત્યાં પોસ્ટર બતાવીને ગુડ ન્યૂઝની જાહેરાત કરી. ગુડ ન્યૂઝ સાંભળતાની સાથે જ ભારતીનો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.

Advertisement

Advertisement

'ગોલા મોટો ભાઈ બનવાનો છે' (Bharti Singh Second Pregnancy)

ભારતી સિંહ અને હર્ષે તેમની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત માટે એક સુંદર અને વિશિષ્ટ રીત અપનાવી: પહાડની ટોચ પર પહોંચ્યા પછી, ભારતી અને હર્ષે હાથમાં એક મોટું પોસ્ટર લીધું. પોસ્ટર પર લખ્યું હતું: "ગોલા મોટો ભાઈ બનવાનો છે (Gola Bada Bhai Banne Wala Hai)." આ જાહેરાત જોતાં જ ભારતીના પરિવારજનો આનંદથી ઉછળી પડ્યા અને એકબીજાને ભેટીને અભિનંદન આપવા લાગ્યા. ભારતી અને હર્ષે આ પહેલાં કોઈને પણ આ વિશે જણાવ્યું નહોતું.

દીકરા ગોલાએ પણ કરી ક્યૂટ જાહેરાત

વ્લોગમાં ભારતી અને હર્ષના દીકરા લક્ષ્ય (જેને ગોલા તરીકે ઓળખવામાં આવે છે)એ પણ ખૂબ જ ક્યૂટ અંદાજમાં આ જાહેરાત કરી. ગોલાની ટી-શર્ટ પર લખ્યું હતું: "હું મોટો ભાઈ બનવાનો છું (Main Bada Bhai Banne Wala Hoon)." વ્લોગની શરૂઆતમાં, ભારતી અને હર્ષની પાછળ હાંફતા પહાડ પર પહોંચેલા પરિવારે પૂછ્યું કે તેમને આટલી ઊંચાઈ પર કેમ લાવવામાં આવ્યા. ત્યારે ભારતીએ કહ્યું કે આ એક ખાસ સરપ્રાઇઝ માટે છે. ચાહકોને ભારતી સિંહની પ્રેગ્નેન્સીની આ ખાસ જાહેરાત ખૂબ જ પસંદ આવી રહી છે.

પહેલા બાળકનો જન્મ

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ 3 એપ્રિલ 2022ના રોજ તેમના પહેલા દીકરા લક્ષ્યને જન્મ આપ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરીને પણ કપલે આ ખુશખબરની જાહેરાત કરી હતી, જેના પર સેલેબ્સ અને ચાહકો તરફથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. ફરી એકવાર 'ગોલા' મોટો ભાઈ બની રહ્યો છે, ત્યારે આ કપલના ઘરમાં ફરીથી ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો : 60 કરોડની ઠગાઈ કેસમાં શિલ્પા શેટ્ટીની 5 કલાક પૂછપરછ, તપાસમાં શું આવ્યું બહાર?

Tags :
Advertisement

.

×