Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરણ જોહરના ધર્મા પ્રોડક્શનથી ડેબ્યૂ કરશે ભુવન બામ, સંપત્તિ જાણીને ઉડી જશે હોંશ

યુટ્યુબર ભુવન બામ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. 'BB Ki Vines' માટે પ્રખ્યાત ભુવનની કુલ સંપત્તિ આશરે ₹122 કરોડ છે અને માસિક કમાણી ₹95 લાખ છે. બાળપણમાં સંગીતનો શોખ ધરાવતો ભુવન કરિયરના શરૂઆતી દિવસોમાં દિલ્હીના એક કાફેમાં માત્ર ₹5,000ના પગાર પર ગાયક હતો.
કરણ જોહરના ધર્મા પ્રોડક્શનથી ડેબ્યૂ કરશે ભુવન બામ  સંપત્તિ જાણીને ઉડી જશે હોંશ
Advertisement
  • યુટ્યુબર ભુવન બામ કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરશે (Bhuvan Bam Bollywood Debut)
  • ભુવન બામ ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મથી ડેબ્યૂ કરશે
  • ભુવન બામની કુલ સંપત્તિ આશરે રૂ.122 કરોડ છે
  • માસિક કમાણી લગભગ રૂ.95 લાખ હોવાનો અંદાજ
  • કારકિર્દીની શરૂઆતમાં રૂ.5,000 પગાર પર કાફે ગાયક હતો

Bhuvan Bam Bollywood Debut : ડિજિટલ દુનિયાના સુપરસ્ટાર અને જાણીતા યુટ્યુબર ભુવન બામ (Bhuvan Bam) હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે પોતે જાહેર કર્યું છે કે તેઓ કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સ (Dharma Productions) ની ફિલ્મ દ્વારા પોતાનું બોલીવુડ ડેબ્યૂ (Bhuvan Bam Bollywood Debut) કરવા જઈ રહ્યા છે. ભુવને તેમના એગ્રીમેન્ટની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. 'BB Ki Vines' માટે પ્રખ્યાત ભુવન બામ (BB Ki Vines) હવે ધીમે ધીમે વેબ સિરીઝ અને મ્યુઝિક દ્વારા પોતાનું નામ સિનેમા જગતમાં મજબૂત કરી રહ્યા છે.

કાફે ગાયકથી મિલિયોનેર સુધીની સફર – BB Ki Vines Success Story

22 જાન્યુઆરી 1994 ના રોજ દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ભુવન બામને બાળપણથી જ સંગીતમાં ઊંડો રસ હતો. જોકે, 12મા ધોરણમાં સંગીતને કારકિર્દી તરીકે આગળ વધારવાની વાત પર તેમને પરિવારનો ટેકો મળ્યો ન હતો. તેમ છતાં, તેમણે હાર ન માની. કૉલેજના દિવસોમાં તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. આ પ્રારંભિક સંઘર્ષના દિવસોમાં, ભુવને દિલ્હીના એક કાફેમાં ગાયક તરીકે કામ કર્યું હતું. તે સમયે તેમનો માસિક પગાર માત્ર રૂ.5,000 હતો. આ જ સમયગાળા દરમિયાન તેમણે વાદ્ય યંત્રો વગાડવા અને ગીત લખવાનું પણ શીખ્યું. આજે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલા ભુવનની નેટવર્થ (Bhuvan Bam Net Worth) આશ્ચર્ય પમાડે તેવી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Bhuvan Bam (@bhuvan.bam22)

Advertisement

સંગીત અને અભિનયમાં ભુવનની સફળતા – Bhuvan Bam Filmfare Award

ભુવને 2016માં તેમના પહેલા મ્યુઝિક વીડિયો 'તેરી મેરી કહાની' (Teri Meri Kahani) થી સંગીત જગતમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી 'સંગ હું તેરે', 'સફર' અને 'અજનબી' જેવા ગીતો પણ રિલીઝ કર્યા. 2018 માં, તેમણે ડિજિટલ ટૉક શો 'ટીટુ ટૉક્સ' લોન્ચ કર્યો અને તે જ વર્ષે શોર્ટ ફિલ્મ 'પ્લસ માઇનસ'માં અભિનય કર્યો, જેના માટે તેમને ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભુવન બામની કુલ સંપત્તિ અને કમાણી – YouTuber Bhuvan Bam Income

ભુવન બામને આજે ભારતના સૌથી ધનિક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ (Richest Youtubers India) માં ગણવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ, તેમની કુલ સંપત્તિ લગભગ રૂ.122 કરોડ (122 Crore Net Worth) છે.

  • તેઓ દર મહિને લગભગ રૂ.95 લાખ (Bhuvan Bam Monthly Income) જેટલું કમાય છે.
  • તેમની વાર્ષિક યુટ્યુબ આવક રૂ.70 કરોડ સુધીની હોવાનું કહેવાય છે.
  • કમાણીના સ્ત્રોત માત્ર યુટ્યુબ જ નહીં, પરંતુ બ્રાન્ડ ડીલ્સ, જાહેરાતો, મ્યુઝિક અને વેબ સિરીઝ પણ છે.
  • યુટ્યુબ પર ભુવનના 26.6 મિલિયન જેટલા સબસ્ક્રાઇબર્સ છે.

આ પણ વાંચો : સલમાન ખાનને પાકિસ્તાને 'આતંકવાદી' જાહેર કર્યો! બલૂચિસ્તાન અંગેના નિવેદનથી પાકિસ્તાનમાં હંગામો

Tags :
Advertisement

.

×