Weekend Ka Vaar : શું તૂટી જશે શિલ્પા અને કરણવીરની મિત્રતા? જુઓ Video
- Bigg Boss 18 માં વીકેન્ડ કા વારમાં સલમાન લેશે ઘરના લોકોની ક્લાસ
- શિલ્પા અને કરણવીરની મિત્રતા પર ઉઠ્યા સવાલો
- સલમાન ખાને કરણવીરને કહ્યું સહન કરવાની પણ એક સીમા હોય છે
Bigg Boss 18 Weekend Ka Vaar : બિગ બોસ બિગ બોસ હેપ્પી હેપ્પી મોર્નિગ હૈ... આ ગીત સાથે આ શો ની શરૂઆત દર્શકોને પસંદ આવી રહી છે. Bigg Boss 18 માં હવે કન્ટેસ્ટન્ટને લગભગ 2 મહિના થવા આવ્યા છે ત્યારે કોણ કોની સાથે ગેમ રમી રહ્યું છે તે દર્શકો સારી રીતે સમજી શકે છે. જેમ જેમ શો આગળ વધી રહ્યો છે, તેમ તેમ ઘરના સભ્યોની વચ્ચેના સંબંધોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આ શોમાં બનતી નવી ઘટનાઓ અને પળે પળ બદલાતા મૂડ્સ, દર્શકોને રસપ્રદ બનાવે છે. ખાસ કરીને, વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન ઘરના સભ્યો સાથે તેમની મિત્રતા અને સંબંધોની વાસ્તવિકતા પર ચર્ચા કરશે. આ એપિસોડમાં, કરણવીર મહેરા અને શિલ્પા શિરોડકરની મિત્રતા પર પણ સવાલો ઉઠાવવામાં આવશે, આ જ કારણ છે કે આજનો વીકેન્ડ કા વાર એપિસોડ દર્શકો માટે રોમાંચથી ભરપૂર હશે.
સલમાન ખાન દ્વારા દોસ્તી પર સવાલો
ફેન્સ પેજ 'ધ ખબરી તક' પર લેટેસ્ટ પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં સલમાન ખાન શિલ્પા અને કરણવીર વચ્ચેની મિત્રતા વિશે સવાલો પૂછતા જોવા મળે છે. સલમાને પૂછ્યું કે, "શિલ્પા, તમારાં સંબંધોમાં મૂંઝવણ છે. તમારો મનપસંદ કરણ છે કે વિવિયન?" સલમાન કરણને પણ પૂછે છે, "કહેવાય છે કે, 'સહનશીલતાની પણ મર્યાદા હોય છે'. શું આ મર્યાદા હવે ખતમ થઈ રહી છે?" ત્યારબાદ, કરણે શિલ્પા સાથેના સંબંધો પર કહે છે કે, તેને ખૂબ જ ખરાબ લાગ્યું. તેના માટે મિત્રતા નહીં પણ એક શબ્દ મોટો હતો. જો તે મિત્રતા નહીં નિભાવે તો હું પણ તેમને મિત્ર નહીં માનું.'
#WeekendKaVaar Updates
Salman Khan sarcastically schools Shilpa Shirodkar on her gameplay, pointing out how she's playing a safe game and being friends with everyone. Talked about how she got saved from nominations, and her decisions as sanchalak during the task.
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) November 29, 2024
Bigg Boss નું ઘર 'મંદિર'
પ્રોમોમાં, સલમાન ખાતરી આપે છે કે Bigg Boss માં બધા પોતાના સામર્થ્ય અને શક્તિનો ઉપયોગ કરીને મહાન બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે કરણને ટોંકે છે અને કહે છે, "જો તમને લાગે છે કે હું તેને બતાવીશ અને પછી વાત જવા દો છો, તો પછી તમે ખોટા શો માં છો." આ ટિપ્પણીઓ પછી, સલમાન બંનેને 'દેવી અને દેવતા' કહે છે, જે દર્શાવે છે કે હવે તેઓ પોતાના પર વધુ ધ્યાન આપશે.
#WeekendKaVaar Promo - Salman schools Shilpa Shirodkar and Karanveerpic.twitter.com/eABgV7KbHR
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) November 29, 2024
શિલ્પા અને કરણની મિત્રતા શું તૂટી જશે?
કહેવાય છે કે, મિત્રતા બંને તરફી હોય તો તેને મિત્ર ગણી શકાય. પણ બિગ બોસમાં જોવા મળતા શિલ્પા અને કરણના મિત્રતાના સંબંધ ઘણા સવાલો ઉભા કરે છે. શિલ્પા શિરોડકર કરણવીર સાથે સતત છેતરપિંડી કરી રહી છે. સૌથી પહેલા તેણે કરણને Time God પદ માટે પસંદ ન કર્યો. પછી, તેણે કરણને બહાર નિકાળવા માટે નોમીનેટ કર્યો. તેટલું ઓછું હતું કે, શુક્રવારના એપિસોડમાં તેણે ફરીથી કરણવીરને કાર્યમાંથી હાંકી કાઢ્યો. આ બધું હોવા છતાં, કરણ આ પરિસ્થિતિને સતત મૌન રહીને સહન કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે, સલમાન ખાનના ‘Reality Check’ પછી, કરણ અને શિલ્પા વચ્ચેનો સંબંધ તૂટી શકે છે. આગળના પ્રોમોમાં પણ એવું લાગતું હોય છે કે કરણ પોતાનો સ્ટેન્ડ લઈ શકે છે અને શિલ્પા સાથેની મિત્રતા પર નક્કી નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો: Bigg Boss 18 : ઈશા અને અવિનાશની તૂટી દોસ્તી! જુઓ આ Video


