Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિગ બોસ 19 માં કોણ સૌથી વધુ કમાય છે? ગૌરવ ખન્નાની ફી જાણીને ચોંકી જશો!

બિગ બોસ 19 માં ગૌરવ ખન્ના સૌથી મોંઘા સ્પર્ધક, પ્રતિ સપ્તાહ ₹17.5 લાખ ફી મેળવે છે. અમાલ મલિક, આવેશ દરબાર અને અશ્નૂર કૌરની સાપ્તાહિક ફી કેટલી છે? જાણો વિગતો.
બિગ બોસ 19 માં કોણ સૌથી વધુ કમાય છે  ગૌરવ ખન્નાની ફી જાણીને ચોંકી જશો
Advertisement
  • બિગબોસમાં દર અઠવાડિયે મળે છે સ્પર્ધકોને પગાર (Bigg Boss Contestants Fees)
  • સૌથી વધુ ગૌરવ ખન્નાને મળે છે  17.5 લાખની ફી 
  • અમાલ મલિકને દર અઠવાડિયે લગભગ રુ.8.75 લાખ
  • અભિનેત્રી અશ્નૂર કૌરને પણ દર સપ્તાહે લગભગ રુ.6 લાખની ફી

Bigg Boss Contestants Fees : બિગ બોસની 19મી સીઝન હાલમાં તેના પાંચમા સપ્તાહમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં, નગમા મિરાજકર અને નાતાલિયા કાન સહિત બે સ્પર્ધકો શોમાંથી એવિક્ટ થઈ ચૂક્યા છે. જોકે આ સીઝનમાં અમાલ મલિક, આવેશ દરબાર, અશ્નૂર કૌર, ગૌરવ ખન્ના જેવા લોકપ્રિય ચહેરાઓ હોવા છતાં, દર્શકો જે હાઇ-વોલ્ટેજ ડ્રામાની અપેક્ષા રાખે છે તે હજુ જોવા મળ્યો નથી.

હાલમાં ઘરમાં કુનિકા સદાનંદ, તાન્યા મિત્તલ, પ્રણિત મોરે, અભિષેક બજાજ, નેહલ ચુડાસમા, નીલમ ગિરી, શહબાઝ બદેશા, મૃદુલ તિવારી, ઝીશાન કાદરી, ફરહાના ભટ્ટ અને બશીર અલી જેવા કન્ટેસ્ટન્ટ્સ હાજર છે. એક મહિનામાં એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ ચૂકી છે.

Advertisement

Advertisement

 સાપ્તાહિક ફી વિશેની વિગતો નીચે મુજબ છે: (Bigg Boss Contestants Fees)

  • ગૌરવ ખન્નાને આ શો માટે પ્રતિ સપ્તાહ લગભગ રુ.17.5 લાખની ફી મળી રહી છે. તેઓ 'અનુપમા' સિરિયલ દ્વારા જાણીતા છે અને આ સિઝનના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ છે.
  • જાણીતા મ્યુઝિક કમ્પોઝર અમાલ મલિકને દર અઠવાડિયે લગભગ રુ.8.75 લાખ મળી રહ્યા છે, અને તે સલમાન ખાનના ફેવરિટ માનવામાં આવે છે.
  • સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આવેશ દરબારની સાપ્તાહિક ફી રુ.6 લાખ છે. (તેણે તેની ગર્લફ્રેન્ડ નગમા મિરાજકર સાથે શોમાં પ્રવેશ કર્યો હતો.)
  • આ સિઝનની સૌથી નાની ઉંમરની સ્પર્ધક, ટીવી અભિનેત્રી અશ્નૂર કૌરને પણ દર સપ્તાહે લગભગ રુ.6 લાખની ફી આપવામાં આવી રહી છે.
  • બશીર અલી, જે 'રોડીઝ' અને 'સ્પ્લિટ્સવિલા' જેવા રિયાલિટી શો માટે જાણીતો છે, તેને રુ.3-6 લાખની રેન્જમાં ફી મળી રહી છે.
  • તાન્યા મિત્તલને બિગ બોસ 19 માટે રુ.3-6 લાખની વચ્ચે ફી આપવામાં આવી રહી છે. તે શોમાં પોતાની વાતચીત અને વ્યક્તિત્વને કારણે ચર્ચામાં રહે છે.
  • 90ના દાયકાના સિનિયર કન્ટેસ્ટન્ટ અને સૌથી વરિષ્ઠ સ્પર્ધક કુનિકા સદાનંદની સાપ્તાહિક ફી રુ.2-4 લાખની વચ્ચે છે.

આ પણ વાંચો :   પિતાને જોતા જ ક્રિષ્ણા શ્રોફ દોડીને ગળે વળગી, રીયીલીટી શોમાં ઇમોશન ઉમેરાયા

Tags :
Advertisement

.

×