Bigg Boss 19 માં દાળ પર ઝઘડો, ગૌરવ ખન્નાનો આક્રમક અંદાજ ચર્ચામાં
- Bigg Boss 19 : દાળને લઈને ઘરમાં મોટો ઝઘડો
- ગૌરવ ખન્ના પર ખાવાને લઈને આક્ષેપો
- ઝીશાન કાદરીએ ગૌરવને કહ્યો ‘જાહિલ આદમી’
- બસીર અને ઝીશાનનું ગૌરવ સામે આક્રમક વલણ
- પ્રોમોમાં ગૌરવનો આક્રમક લુક વાયરલ
- Bigg Boss 19 : ઘરમાં ખાવા-પીવાના મુદ્દે ઘર્ષણ
- હળવું વાતાવરણ લાવવા પ્રણિત મોરેની કોમેડી
Bigg Boss 19 ની શરૂઆતને ફક્ત 3 દિવસ જ થયા છે, પરંતુ ઘરમાં રહેલા સ્પર્ધકો વચ્ચે મતભેદ અને ઝઘડા શરૂ થઈ ગયા છે. ઘરકામથી લઈને ખાવા-પીવાની બાબતોમાં તણાવ જોવા મળી રહ્યો છે. આવનારા એપિસોડમાં આ તણાવ વધુ ચરમસીમાએ પહોંચશે, અને તેનું કેન્દ્ર બનશે ખાવાની અલગ-અલગ વાનગી. હજું બિગ બોસની આ નવી સિઝનની શરૂઆત જ થઇ છે ત્યારે ઘરમાં મોટા ઝઘડાઓ જોવા મળી રહ્યા છે.
દાળ પર વિવાદ
પ્રોમોમાં દેખાડવામાં આવ્યું કે ગૌરવ ખન્નાએ વધારાની દાળ ખાધી હોવાના કારણે ઝીશાન કાદરી અને બસીર અલી તેની સામે ગુસ્સે થઈ રહ્યા છે. આ મુદ્દે ઘરમાં ભારે હોબાળો થયો. ગૌરવ પર આક્ષેપ લગાવવામાં આવ્યો કે તેણે અનેક વખત દાળ ખાધી છે, જ્યારે ગૌરવે સ્પષ્ટ કહ્યું કે તેણે ફક્ત એક જ વાર ખાધી છે. તેણે ગુસ્સામાં પૂછ્યું, "શું મેં એક વાટકામાં 7 લોકોની દાળ ખાઈ લીધી?"
Bigg Boss 19 ના ત્રીજા એપિસોડમાં જ ઝઘડો શરૂ
ભાષાની મર્યાદા અને બિગ બોસ હાઉસને દૂર દૂર સુધી કોઇ લેવા દેવા જ નથી. કઇંક આવું જ શરૂઆતમાં જ જોવા મળી રહ્યું છે. જ્યા એક ખાવાની બાબતને લઇને ઝીશાન કાદરીએ ગૌરવ ખન્નાને "જાહિલ આદમી" કહીને અપમાનિત કર્યો. બસીર અલી પણ ઝીશાન સાથે મળીને ગૌરવ પર શાબ્દિક હુમલો કર્યો અને કહ્યું કે તેણે ઘરના અન્ય સભ્યો માટે કોઈ સંવેદના બતાવી નથી. આ બધું સાંભળીને ગૌરવ વધુ ગુસ્સે થયો અને કહ્યું કે જો એવું છે તો તેને નોમિનેટ કરી દેવો જોઇએ.
🔥 Just 3 days into #BiggBoss19 and tensions are already high! A huge fight erupts over dal as Zeeshan & Basir clash with Gaurav Khanna. Promo of Gaurav’s aggressive look goes viral! 🍲🔥#BiggBoss #GauravKhanna #BB19 #BiggBoss19Promo pic.twitter.com/YEPINAbC83
— Hardik Shah (@Hardik04Shah) August 27, 2025
પ્રોમોમાં ગૌરવનો આક્રમક અંદાજ
27 ઓગસ્ટના રોજ Bigg Boss 19 નો નવો પ્રોમો રિલીઝ થયો હતો, જેમાં ગૌરવનો આક્રમક લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ચાહકો તેની આ આ સાઈડ જોઈને કહે છે કે ગૌરવ એક સ્માર્ટ ખેલાડી છે અને રમતને પોતાનાં અંદાજમાં આગળ લઈ જઈ રહ્યો છે. યુટ્યુબ પર પ્રોમો જોતા ચાહકો વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, "હવે આખો ખેલ ગૌરવ બની રહ્યો છે." બીજી ટિપ્પણીમાં કોઈએ કહ્યું, "ગૌરવ તો CID ઇન્સ્પેક્ટર છે." ઘણા દર્શકો માને છે કે ગૌરવની આ આગવી શૈલી તેને લાંબા સમય સુધી ઘરમાં ટકાવી શકે છે.
હળવું વાતાવરણ લાવવાનો પ્રયાસ
આ તણાવભર્યા માહોલ વચ્ચે પ્રણિત મોરે ઘરના સભ્યોને હસાડવા માટે સ્ટેન્ડ-અપ કોમેડી કરતા જોવા મળ્યો. તેની આ કોશિશથી થોડીવાર માટે ઘરમાં વાતાવરણ હળવું બન્યું, પરંતુ દાળ પરનો ઝઘડો ક્યાં સુધી ચાલુ રહેશે તે હવે આગામી એપિસોડમાં જ જોવા મળશે.
પ્રથમ અઠવાડિયામાં જ ભારે નોમિનેશન
24 ઓગસ્ટે Bigg Boss 19 નું પ્રીમિયર થયું હતું, જેમાં કુલ 16 સ્પર્ધકો ઘરમાં પ્રવેશ્યા હતા. તેમાં અશ્નૂર કૌર, કુનિકા સદાનંદ, અમલ મલિક, ઝીશાન કાદરી, બસીર અલી, પ્રણિત મોરે, તાન્યા મિત્તલ, નતાલિયા, અતુલ કિશન, અભિષેક બજાજ, નીલમ ગિરી, નેહલ ચુડાસમા, ફરહાના ભટ્ટ, અવેજ દરબાર અને નગ્મા મિરાજકર જેવા નામો સામેલ છે. ગૌરવ ખન્ના પણ આ યાદીમાં મહત્વનો ખેલાડી છે. પહેલા જ અઠવાડિયામાં 7 સ્પર્ધકોને નૉમિનેટ કરવામાં આવ્યા છે, જેના કારણે ઘરમાં સ્પર્ધા અને તણાવ વધુ વધ્યો છે.
આ પણ વાંચો : Bigg Boss 19: પહેલા જ દિવસે 'શોકિંગ એવિક્શન', જાણો કોણ થયું ઘરની બહાર?


