Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તાન્યા મિત્તલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, ઝિશાન સાથેની મસ્તી અચાનક લડાઈમાં ફેરવાઈ ગઈ?

બિગ બોસના ઘરમાં ઝીશાન અને તાન્યા વચ્ચે મજાક-મસ્તી અચાનક લડાઈમાં ફેરવાઈ ગઈ. જુઓ કેવી રીતે તાન્યા ઝીશાનની વાતથી લાગી આવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
તાન્યા મિત્તલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી  ઝિશાન સાથેની મસ્તી અચાનક લડાઈમાં ફેરવાઈ ગઈ
Advertisement
  • બિગબૉસ કંટેસ્ટન્ટ તાનિયા મિત્તલ ફરી એકવાર રડી પડી (Tanya Mittal crying video)
  • ઝિશાન સાથેની લડાઈ બાદ તાનિયા ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી
  • કુનિકા સદાનંદ અંગેની વાતચીતમાં ઝિશાને તાનિયાને ખખડાવી
  • ઝીશાને તાનિયાને કહ્યું, કુનિકા તારા પર કેમ હાવી થઈ જાય છે?

 Tanya Mittal crying video : સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 19'માં દરેક સ્પર્ધક પોતાની આગવી રણનીતિથી દર્શકો પર છાપ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શોની શરૂઆતથી જ સ્પર્ધકો વચ્ચે નાની-મોટી બોલાચાલી અને નોક-ઝોક જોવા મળી રહી છે. તાજેતરમાં, એક નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી તાન્યા મિત્તલ અને ઝીશાન વચ્ચે તીખી બોલાચાલી થઈ, જેના પરિણામે તાન્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આશ્ચર્યની વાત એ છે કે આ બોલાચાલી પહેલાં બંને મજાક-મસ્તીના મૂડમાં હતા.

ઝીશાન, તાન્યા અને ફરહાના એકબીજા સાથે હળવી વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જ મજાક મજાકમાં ઝીશાને તાન્યાને કહ્યું કે, "તું કુનિકા સદાનંદને બોલવાનો મોકો આપે છે. તે જ્યારે બોલે છે ત્યારે તું જવાબ આપતી નથી. કદાચ આ જ કારણે કુનિકા તારા પર હાવી થઈ જાય છે." ઝીશાનની આ વાત પર તાન્યાને લાગી આવ્યું અને તેણે તરત જ કહ્યું, "સર, તમે 'ફ્લિપ' ન થાઓ."

Advertisement

Advertisement

કુનિકાને જવાબ અંગે બંને વચ્ચે થઈ બબાલ (Tanya Mittal crying video)

બસ, આટલું સાંભળતા જ બંને વચ્ચેની વાતચીત દલીલમાં ફેરવાઈ ગઈ. ઝીશાને પોતાની વાત પર ભાર મૂકતા કહ્યું કે તેને તે દિવસે ખૂબ સારું લાગ્યું હતું, જ્યારે તાન્યાએ કુનિકા સદાનંદને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ સાંભળીને તાન્યાએ પોતાની જાતનો બચાવ કરતા કહ્યું, "હું હવે જવાબ આપવા લાગી છું, હું ધીમે ધીમે શીખી રહી છું."

તાનિયા અતિશય ભાવુક થઈને રડવા જ લાગી (Tanya Mittal crying video)

બંને વચ્ચેની દલીલ એટલી વધી ગઈ કે તાન્યા ગુસ્સામાં ઘરની અંદર જતી રહી અને કહ્યું કે, "હું તમને પહેલાં પણ કહી ચૂકી છું કે હું જવાબ આપતા શીખી રહી છું." આટલું કહ્યા પછી જે થાય છે તે તાન્યાની ખાસિયત બની ગઈ છે. તે અતિશય ભાવુક થઈને રડવા લાગી. તેનો આ પ્રતિભાવ જોઈને અન્ય સ્પર્ધકોએ તેને ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેને રડતા જોઈને નીલમ ગિરીએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને સાંત્વના આપી.

મામલો અહીં અટકશે કે નહીં?

પ્રોમોમાં જોવા મળતી આ લડાઈ પરથી એવું લાગે છે કે આ મામલો અહીં જ અટકવાનો નથી. ઝીશાન પોતાની વાત પર અડગ છે અને તાન્યાનો આ ભાવુક પ્રતિભાવ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પોતાની વાતને સાચી સાબિત કરવા માંગે છે. જોકે, ઘણા દર્શકો સોશિયલ મીડિયા પર એવું પણ કહી રહ્યા છે કે તાન્યાનો આ રડવાનો ડ્રામા માત્ર કેમેરાનું ધ્યાન ખેંચવા અને લોકોની સહાનુભૂતિ મેળવવા માટેનો એક પ્રયાસ છે. જોકે, આ લડાઈનું સાચું કારણ અને તેનું પરિણામ તો આજના એપિસોડમાં જ જોવા મળશે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આ ઘટનાએ ઘરમાં હડકંપ મચાવી દીધો છે.

આ પણ વાંચો :   Disha Patani ના ઘર પર ફાયરિંગ, અપમાનનો બદલો લીધાની જાહેરાત

Tags :
Advertisement

.

×