Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tanya Mittal Revelation : કુનિકાએ ઉછેર પર સવાલ કરતા તાનિયા થઈ ભાવુક, કહ્યું, મારા પિતા મને મારતા હતા

બિગ બોસ 19માં તાન્યા મિત્તલનો ભાવુક અવતાર! રડીને જણાવ્યું કે કઈ રીતે તેના જીવનમાં વિશ્વાસઘાત અને દુઃખ આવ્યા
tanya mittal revelation   કુનિકાએ ઉછેર પર સવાલ કરતા તાનિયા થઈ ભાવુક  કહ્યું  મારા પિતા મને મારતા હતા
Advertisement
  • બીગબોસ 19મા તાનિયા મિત્તલે કર્યા ખુલાસા (Tanya Mittal Revelation)
  • કુનિકા સદાનંદે તાનિયાના ઉછેર પર કર્યા પ્રહાર
  • કુનિકાએ તાનિયાને નોમિનેટ કરી ઉઠાવ્યા સવાલ
  • કુનિકાના સવાલ સાંભળી તાનિયા થઈ ગઈ ભાવુક
  • તાનિયાએ પોતાની જિંદગી અંગે કર્યા અનેક ખુલાસા

Tanya Mittal Revelation : ટીવીનો સૌથી મોટો અને વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 19' હાલમાં ભારે ચર્ચામાં છે. આ શોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડેલ તાન્યા મિત્તલ પોતાની લાગણીશીલ પ્રતિક્રિયાઓ અને રહસ્યમય વ્યક્તિત્વને કારણે ધ્યાન ખેંચી રહી છે. તાજેતરમાં, એક નોમિનેશન ટાસ્ક બાદ તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને તેણે પોતાના જીવનના સૌથી અંધકારમય રહસ્યો સૌની સામે ખોલી નાખ્યા.

બિગ બોસના ઘરમાં જોવા મળ્યું છે કે, દરેક નોમિનેશન ટાસ્ક પછી, પોતાના નજીકના લોકો દ્વારા મળેલા વિશ્વાસઘાત વિશે વાત કરતી વખતે તાન્યા વારંવાર ભાવુક થઈ જાય છે. હાલમાં જ જ્યારે અન્ય સ્પર્ધક કુનિકા સદાનંદે તેને નોમિનેટ કરી અને તેની ઉછેર પર સવાલો ઉઠાવ્યા, ત્યારે તાન્યા પોતાના આંસુ રોકી શકી નહીં. આ દરમિયાન, તાન્યાએ પોતાની જિંદગીના સૌથી મોટા સંઘર્ષો વિશે ખુલીને વાત કરી.

Advertisement

Advertisement

પિતા વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો (Tanya Mittal Revelation)

તાન્યાએ જણાવ્યું કે તેના પિતા તેને મારતા હતા અને તેની માતા તેને બચાવતી હતી. તેણે વધુમાં ઉમેર્યું કે, તેના પિતા તેને એન્જિનિયર બનાવવા માંગતા હતા, પરંતુ તેણે બે વર્ષ પછી જ કોલેજ છોડી દીધી, જેના કારણે તે માત્ર 12મું ધોરણ પાસ છે. ત્યારબાદ તેના પિતાએ તેને છ મહિનાનો સમય આપ્યો કે તે રસોઈ બનાવતા શીખી જાય, જેથી તેના લગ્ન કરાવી શકાય.

સંઘર્ષમાં માતાએ જ આપ્યો સાથ

તાન્યાએ જણાવ્યું કે, 19 વર્ષની ઉંમરે જ્યારે તેના લગ્ન નક્કી થયા હતા, ત્યારે તે મરી જવા માંગતી હતી. તેણે કહ્યું કે તે દિવસોમાં તેની માતા જ હતી જેમણે તેને સાથ આપ્યો અને પોતાના સપના પૂરા કરવા માટે પ્રેરણા આપી. આ મુશ્કેલ સમયનો સદુપયોગ કરીને તાન્યાએ કંઈક રચનાત્મક કરવાનું શરૂ કર્યું અને પોતાના માટે નવા રસ્તા ખોલ્યા.

સંબંધોમાં પણ મળ્યો છે દગો

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી આવતી તાન્યા મિત્તલે પોતાના સંબંધો વિશે પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેને પ્રેમમાં બે વાર દગો મળ્યો છે અને બંને વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેણે કહ્યું કે, "મને ઘણા દગા મળ્યા છે, બધાએ મારો ઉપયોગ કર્યો છે." તાન્યાએ એ પણ જણાવ્યું કે તે પોતાની વૈભવી જીવનશૈલી અને બિઝનેસને કારણે લોકોમાં ખરાબ તરીકે ઓળખાય છે. તાન્યાના આ ખુલાસાથી ઘરના ઘણા સભ્યો પણ ભાવુક થઈ ગયા અને તેમણે કુનિકા સદાનંદના વર્તન સામે અવાજ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો :  ચહલની ગેરહાજરીમાં ધનશ્રીએ કરી આ વાત, ક્રિકેટરની છબી ખરાબ કરવાનો પ્રયાસ?

Tags :
Advertisement

.

×