બિગ બોસ 19: 'વીકએન્ડ કા વાર'માં ડ્રામા; સલમાનની ફટકાર બાદ તાન્યા-નીલમની મિત્રતા તૂટી?
- બિગબોસના વિક એન્ડ વારમાં સલમાને સભ્યોને ધમકાવ્યા (Bigg Boss Weekend Vaar)
- સલમાન ખાને તાનિયા મિત્તલના નાટકનો કર્યો પર્દાફાશ
- તાન્યા મિત્તલ સતત વિક્ટિમ કાર્ડ રમી રહી છે : સલમાન
- ઓછા વોટ મેળવનાર ઝીશાન કાદરીનું એલિમિનેશન થયુ
Bigg Boss Weekend Vaar : 'બિગ બોસ 19'ના તાજેતરના 'વીકએન્ડ કે વાર' એપિસોડમાં સુપરસ્ટાર સલમાન ખાને ફરી એકવાર ઘરના સભ્યોને આડે હાથે લીધા. આ વખતે તેમના ગુસ્સાનું કેન્દ્ર તાન્યા મિત્તલ બની, જેને તેમણે શોની સૌથી ચાલાક ખેલાડી ગણાવી. સલમાને કહ્યું કે તાન્યા સતત સહાનુભૂતિનો કાર્ડ રમી રહી છે અને જાણીજોઈને નાટક કરી રહી છે. સલમાનનું માનવું છે કે તાન્યા શરૂઆતથી જ ગેમને સમજી ગઈ હતી અને તે પોતાની વ્યૂહરચના મુજબ તમામ સ્પર્ધકો સાથે વર્તન કરી રહી છે.
તાન્યા સાથેની મિત્રતામાં તિરાડ (Bigg Boss Weekend Vaar)
સલમાનની ફટકાર માત્ર તાન્યા સુધી સીમિત ન રહી. તેમણે નીલમની પણ ટીકા કરી અને કહ્યું કે શોમાં તેમનો પોતાનો કોઈ સ્પષ્ટ દૃષ્ટિકોણ જોવા મળતો નથી. આ વાત સાંભળીને નીલમ એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને સ્ટેજ પર સંપૂર્ણપણે શાંત જોવા મળી.
Weekend Ka Vaar mein Salman Khan karenge ek sadsya ka last day celebrate, kaun hoga iss baar eliminate? 🤔👁️
Dekhiye #BiggBoss19, Mon-Sun raat 9 baje @JioHotstar aur 10:30 baje @ColorsTV par.#Vaseline #AppyFizz @danubeprop @CitroenIndia @vzyindia
{BB, Bigg Boss, BB19, Bigg… pic.twitter.com/UhpzELuTse
— Bigg Boss (@BiggBoss) October 11, 2025
નીલમ અને તાન્યા સંબંઘોમાં તિરાડ (Bigg Boss Weekend Vaar)
સલમાનના ગયા પછી, નીલમે તાન્યા સાથે વાત કરી અને તેના વર્તનને બનાવટી અને નાટકીય ગણાવ્યું. તેમણે તાન્યાને સ્પષ્ટપણે પૂછ્યું કે શું તે તેમની સાથે પણ કોઈ રમત રમી રહી છે. નીલમે કહ્યું કે જો તાન્યાની કોઈ વ્યૂહરચના હોય, તો તેને પ્રામાણિકતાથી પહેલેથી જ જણાવી દેવી જોઈતી હતી. આ વાતચીતથી બંનેની ગાઢ મિત્રતામાં હળવી તિરાડ જોવા મળી.
નીલમ હવે ગેમમાં લાવી શકે છે ફેરફાર
સલમાનની ફટકાર અને ઘરના સભ્યોના અભિપ્રાય પછી એવું લાગી રહ્યું છે કે નીલમ હવે પોતાની ગેમમાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે તેમને ઘરના અન્ય સભ્યોની વાતો સમજાવા લાગી છે, અને અપેક્ષા છે કે આવનારા એપિસોડ્સમાં તે પોતાના મંતવ્યો અને નિર્ણયો સાથે મજબૂતીથી સામે આવશે.
અભિષેકની પ્રશંસા અને ઝીશાન કાદરીનું બહાર થવું
એપિસોડ દરમિયાન, સલમાને એ વાતની પણ સ્પષ્ટતા કરી કે તે અમાલના પક્ષમાં નથી, જેવું કેટલાક ઘરના સભ્યોને લાગે છે. આ સાથે જ, તેમણે અભિષેકના રમતની પ્રશંસા કરતા કહ્યું કે તે ઇમાનદારી અને મજબૂતીથી રમી રહ્યો છે. એપિસોડના અંતે, ગયા અઠવાડિયે નોમિનેટ થયેલા અને સૌથી ઓછા વોટ મેળવનાર ઝીશાન કાદરીનું એલિમિનેશન (એવિક્શન) પણ દર્શાવવામાં આવ્યું.
આ પણ વાંચો : અમદાવાદમાં 'લાપતા લેડીઝ'નો જલવો: 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં 13 ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો


