લગ્નની બીજી વર્ષગાંઠ પર રણદીપ હુડાએ ચાહકોને આપ્યા GOOD NEWS
- Bollywood actor Randeep Hooda
- રણદીપ હુડા અને લિન લૈશરામ માતા-પિતા બનશે
- 49 વર્ષીય અભિનેતાએ પિતા બનવાના Good News જાહેર કર્યા
Bollywood actor Randeep Hooda : બોલિવૂડ અભિનેતા રણદીપ હુડાની લગ્નની બીજી એનિવર્સરીએ તેમણે પોતાના ચાહકોને GOOD NEWS આપ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અભિનેતાએ પત્ની લિન લૈશરામ પ્રેગ્નેન્ટ હોવાની ખબર પોતાના ફેન્સને શેર કરી છે.
રણદીપ હુડાએ બે વર્ષ પહેલા લિન લૈશરામ સાથે વિધિવિધાન સાથે લગ્ન કર્યા હતા. આપને જણાવી દઈએ કે, હરિયાણાના વતની રણદીપ હુડાએ મણિપુરમાં રીતરિવાજોનુસાર કરેલા લગ્ન લોકો અને ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લગ્નના બે વર્ષ પછી રણદીપ હુડા અને લિન લૈશરામના ઘરે પારણું બંધાવવા જઈ રહ્યું છે.
રણદીપ હુડાએ ખુશખબરી શેર કરી
અભિનેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્ટાગ્રામમાં આ માહિતી પોસ્ટ કરી છે. જેમા તેણે પત્ની લિન સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. ફોટામાં રણદીપ પત્નીનો હાથ પકડીને બેઠેલો જોવા મળે છે. કેપ્શનમાં લખ્યુ કે, પ્રેમ અને સાહસના બે વર્ષ, હવે એક નાનો મહેમાન ઘરે આવશે. હાર્ટ ઈમોજી સાથે કરેલી પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
Two years of love, adventure, and now… a little wild one on the way 🐯❤️♾️ pic.twitter.com/F69hGQcl9R
— Randeep Hooda (@RandeepHooda) November 29, 2025
2 વર્ષ પહેલા થયા રણદીપના ભવ્ય લગ્ન
29 નવેમ્બર, 2023માં રણદીપ હુડાએ લિન લૈશરામ સાથે મણિપુરના ઈમ્ફાલમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી મુંબઈમાં આ કપલે રિસેપ્શન આપ્યું હતું. જેટલા ભવ્ય લગ્ન હતા, એટલું ભવ્ય અને શાનદાર રિસેપ્શન પણ હતું.
લિન લૈશરામ વિશે જાણો
રણદીપની પત્ની લિન લૈશરામ અભિનેત્રી અને મણિપુરમાં મોડેલિંગ કરે છે. લિન લૈશરામે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2023માં OTT પ્લેટફોર્મ પર રિલિઝ થયેલી ફિલ્મ ‘જાને જાન’માં જોવા મળી હતી. પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘મેરી કોમ’માં પણ અભિનય કર્યો હતો.
રણદીપ હુડાની આગામી ફિલ્મો
વિલન અને સાઈડ રોલમાં અભિનેતા રણદીપ હુડાની મજબૂત પકડ રહી છે. રણદીપ હુડા છેલ્લે સની દેઓલ સાથે ‘જાટ’ ફિલ્મમાં જોવા મળ્યો હતો, તે આગામી ફિલ્મ ‘મેચબોક્સ’માં જોવા મળશે. મેચબોક્સ અંગ્રેજી ફિલ્મ છે, તે આવનારા વર્ષ 2026માં સિનેમાઘરોમાં રિલિઝ થશે.
આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ 'લાલો' ની 100 Crore Club માં એન્ટ્રી, વિશ્વભરમાં મચી ધૂમ


